AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના કલેક્ટર તરીકે પ્રભવ જોષીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ‘એઇમ્સ સાથે મારા લાગણીસભર સંબંધ છે’

Rajkot News : નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોષીએ કહ્યું હતું કે, રાજકોટમાં આવતા દિવસોમાં પ્રજાની સુખાકારી માટેના તમામ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે.

રાજકોટના કલેક્ટર તરીકે પ્રભવ જોષીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું- 'એઇમ્સ સાથે મારા લાગણીસભર સંબંધ છે'
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 03, 2023 | 4:39 PM
Share

રાજકોટના નવા કલેક્ટર તરીકે પ્રભવ જોષીએ આજે ચાર્જ સંભાળ્યો હતો. આજે પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પ્રભવ જોષીને આવકાર્યા હતા અને ચાર્જની સોંપણી કરી હતી. પ્રભવ જોષી રાજકોટ શહેરના 50માં કલેક્ટર છે. પ્રભવ જોષીએ આજે ચાર્જ સંભાળતાની સાથે પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુને વિદાય પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો- Breaking News: રાહુલ ગાંધીની અરજી પર આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોષીએ કહ્યું હતું કે, રાજકોટમાં આવતા દિવસોમાં પ્રજાની સુખાકારી માટેના તમામ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. એઇમ્સ,હિરાસર એરપોર્ટ, નવું કોર્ટ બિલ્ડીંગ સહિતના કામો ઝડપથી પુરા થાય તે દિશામાં આગળ વધવામાં આવશે.

એઇમ્સ સાથે મારો ઇમોશનલ ટચ છે-પ્રભવ જોષી

TV9 સાથે વાતચીત કરતા પ્રભવ જોષીએ કહ્યું હતું કે વર્ષ 2016-17માં હું જ્યારે ડેપ્યુટી કલેક્ટર હતો, ત્યારે એઇમ્સની જગ્યા ફાળવણી અંગેની બ્લુ પ્રિન્ટ મેં તૈયાર કરી હતી અને આ અંગે જગ્યા ફાળવણી અંગેની જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આજે જ્યારે એઇમ્સ તૈયાર થઇ રહી છે ત્યારે આ જગ્યા સાથે હું ઇમોશનલી જોડાયેલો છું અને એઇમ્સ જલ્દીમાં જલ્દી અને સારી રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે.

આ ઉપરાંત હિરાસર એરપોર્ટ બાંધકામની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલોમાં લોકોની સુખાકારી વધે અને જરૂરી સુધારા વધારા કરવામાં આવે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં સરકારની જે પણ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે અને વિકાસ કાર્યોને વેગ મળે તેવા મારા પ્રયત્નો હશે.

અગાઉ રાજકોટમાં ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે પ્રભવ જોષી

પ્રભવ જોષી અગાઉ રાજકોટમાં ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે. રાજકોટમાં તેઓ વર્ષ 2016 થી 2019 સુધી ફરજ બજાવતા હતા. જેથી રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ વડે સારી રીતે વાકેફ છે. હાલમાં તેઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. ના એમડી તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાંથી તેઓની બદલી રાજકોટ કરવામાં આવી છે. તેના સ્થાને રાજકોટના પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુની બદલી થઇ છે. પ્રભવ જોષીએ પણ કહ્યું હતું કે, મહેસુલી બાબતો અંતે તેઓ પાંચ વર્ષ બાદ ફરી જોડાઇ રહ્યા છે. પ્રથમ દિવસે જ પ્રભવ જોષીએ રાજ્યના મુખ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
g clip-path="url(#clip0_868_265)">