માનહાનિ કેસમાં Rahul Gandhi ના સમર્થનમાં કોંગી કાર્યકરો સુરત રવાના થયા,ભરૂચ પોલીસે વાહનો રોકી 250 થી વધુની અટકાયત કરી લીધી, જુઓ Video
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી,ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, અરવિંદ દોરાવાલા અને હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહિમ કલકલ સહીત 250 થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ભરૂચ જિલ્લા પોલીસે અટકાયત કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી રહ્યા છે. માનહાનિના કેસમાં ગાંધીને મળેલી બે વર્ષની સજા સામે રાહુલ આજે અપીલ દાખલ કરી રહ્યા છે. 23 માર્ચ 2019 ના રોજ સુરતની અદાલતે તેને ‘મોદી અટક’ પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવા હતા. આ મામલે તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ 24 માર્ચે રાહુલનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું અને તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવેલો સરકારી બંગલો પાછો ખેંચવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.આજે રાહુલગાંધીના સમર્થનમાં સુરત રવાના થવાની તૈયારી કરી રહેલા કોંગી કાર્યકરોને ભરૂચ પોલીસે અટકાવી 250 થી વધુની અટકાયત કરી હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર કોંગી કાર્યકરોને અટકાવાયા, જુઓ video
ભરૂચ પોલીસે 250 થી વધુની અટકાયત કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત જવા રવાના થયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી,ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, અરવિંદ દોરાવાલા અને હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહિમ કલકલ સહીત 250 થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ભરૂચ જિલ્લા પોલીસે અટકાયત કરી છે.
આ પણ વાંચો : Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ
પોલીસ હેડવર્ટરમાં સૂત્રોચ્ચાર કરાયા
અટકાયત કરી કોંગી કાર્યકરોને ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. પોલીસે આ અગાઉ દહેજ બાયપાસ રોડ સહીત જિલ્લામાંથી સુરત જવાની તૈયારી કરી રહેલા કોંગી કાર્યકરોને રસ્તામાંથી અટકાવ્યા હતા. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીએ સાંસદપદ ગુમાવવું પડ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…