સાધુનો વેશધરીને વિધીના નામે સવા કરોડની કરી છેતરપિંડી, આરોપી પોલીસની પકડમાં
સાધુનો વેશધારણ કરી સૌરાષ્ટ્રભરમાં 15 પરીવાર સાથે છેતરપીંડી કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. જામનગર જિલ્લાના જામજોધપુરના ગીંગણી ગામના સરપંચે પોતે આ સાધુ દ્વારા છેતરાયા હોવાનુ પોલિસ ફરીયાદમાં નોંધાવતા, તપાસ દરમ્યાન ગુનો કર્યાની કબુલાત પણ આરોપીઓએ કરી છે.
અંધશ્રદ્ધા કે અન્ય બાબતોમાં વિશ્વાસ રાખી મુસીબતમાં મુકાયેલો માનવી પોતાની મુસીબતો માંથી બહાર આવવાનો પ્રયાસ કરતો રહે છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં 15 પરીવાર સાથે છેતરપીંડી કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે. જોકે આ ગુનો કર્યાની કબુલાત પણ આરોપીઓએ કરી છે.
અંધશ્રદ્ધા ફેલવીને પડાવતા હતા નાણાં
જામનગર જીલ્લાના જામજોધપુરના ગીંગણી ગામના સરપંચે પોતે આ સાધુ દ્વારા છેતરાયા હોવાનુ પોલિસ ફરીયાદમાં નોંધાવ્યું હતું. પોલીસ દ્વારા છેતરપીંડી કરનાર ટોળકીને પકડી પૂછતાછ કરતા ટોળકીએ 2004થી અંધશ્રધ્ધા દ્વારા લોકોને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. ગીંગણી ગામના સરપંચને કરોડપતિ બનાવવાના તેમજ બીમારી, દુખ દુર કરવાના નામે સવા કરોડની છેતરપીંડી કરી હતી.
ગામના સરપંચ પણ બન્યા હતા શિકાર
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ગીંગણી ગામના સરપંચે પોતોની સાથે છેતરપીંડી થયાની ફરીયાદ આપતા પોલિસ ફરીયાદના આધારે ટોળકીના ચાર સભ્યોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ભોગ બનનાર રમેશ હંસરાજ કાલરીયાએ જામજોધપુર પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવી હતી. જેમાં આ ઢોંગી સાધુઓ દ્વારા તેની પાસેથી 87 લાખ રોકડ અને સોના દાગીના સહીત કુલ 1.28 કરોડની છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ફરી તોડકાંડ ! 10 મહિના અગાઉનો ખાખીનો તોડ આવ્યો સપાટી પર
ખાસ ધુપ લેવા કહેતા ઢોંગી સાધુ
સાધુના વેશમાં આવી કરોડપતિ બનાવવા તેમજ પત્નિ તથા દિકરાની બીમારી દુર કરવાના બહાને વિશ્વાસમાં લઈ વિધી કરવાનુ જણાવી, ખાસ ધુપ લેવાનુ જણાવે. જે ધુપ એક ગ્રામના 1 લાખ રૂપિયા હોવાનુ કહી લાખો રૂપિયા છેતરીને લઈ ગયા બાદ પેટી બતાવી જેમાં રોકડ 2 કરોડ હોવાનુ કહી તેને ના ખોલવાનુ કહ્યુ હતુ. પોલિસે રમેશની ફરીયાદની આધારે તપાસ કરી ટોળકીના ચાર સભ્યોને પકડવામાં સફળતા મળી છે.
બે આરોપી હજુ ફરાર છે
પકડાયેલ આરોપી પાસેથી પોલિસે 1.19 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં જેમાં 75 લાખની રોકડ, 41 લાખના દાગીના સહીતનો મુદામાદ જપ્ત કરેલ છે. ટોળકીના સભ્યો વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના હોવાનુ ખુલ્યુ છે. જે 2004થી આ પ્રકારે છેતરપીંડી કરે છે. ટોળકીએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રભરના વિવિધ જીલ્લામાં વિધી કરવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હોવાની કબુલાત પણ કરી હતી. રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, પોરબંદર , દિવ, જામનગર સહીતના જીલ્લામાં 15 જેટલા પરીવારને વિધી કે ચમત્કારના નામે લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયા પડાવી લીધા હતા જોકે આ તમામ ભોગ બનનાર લોકો સામાજીક બદનામની શર્મ કે ડરના કારણે પોલિસ ફરીયાદ કરતા નહિ હોવાથી આવા આરોપીઓની હિમત વધતી રહે છે.
સાધુના વેશમાં તેની બોલીનો પણ કમાલ
અગાઉ મદારીનુ કામ કરીને લોકો વચ્ચે રહેતા. છેલ્લા કેટલા વર્ષોથી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત કે અન્ય લોકોને મળીને વાતો કરીને વિશ્વાસમાં લઈ આઆ ટોળકી છેતરતી હતી. સાધુના વેશમાં તેની બોલી એવી હોવાથી લોકો સહેલાઈથી તેમની વાતમાં આવી જતા હોય છે. કહેવાય છે કે લાલચી લોકો હોય ત્યાં ધુતારા ભુખે ના મરે. મહત્વનું છે કે આઆ ઢોંગી સાધુ આરોપીઓને પકડનાર ટીમને એસપીએ 5100 રૂપિયાનું ઈનામ આપીને પ્રોત્સાહીત પણ કર્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો