Surat : રાહુલ ગાંધી સુરત કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં કરશે અરજી, વાંચો મોદી સરનેમને લઈને માનહાનિ કેસનું AtoZ
Surat: માનાહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની સજા સજા અને 15000 રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. આ ચુકાદા સામે રાહુલ ગાંધી આજે સેશન્સ કોર્ટમાં અપીલમાં જશે.
એક ટિપ્પણી અને રાહુલ ગાંધીનું સાંસદપદ ગયું. જો કે, આ ઘટનાના 11 દિવસ બાદ હવે રાહુલ ગાંધી અરજી કરવા જઈ રહ્યા છે. આજે રાહુલ ગાંધી કોર્ટના ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીએ સાંસદપદ ગુમાવવું પડ્યું હતું.જે બાદ લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશ બહાર પાડી તેમનુ સભ્યપદ રદ કરી દેવાયુ હતુ.
બપોરે રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટ આવશે
રાહુલ ગાંધી આજે સુરત આવવાને છે એ પહેલા સોનિયા ગાંધી પણ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી આજે પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત અને તેમના નિષ્ણાંત વકીલોની ટીમ સાથે સુરત આવી રહ્યા છે. બપોરના સમયે તેઓ સુરત સેશન્સ કોર્ટ પહોંચવાના છે.
આ સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો પણ હાજર રહેશે. જેમા જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતા હાજર સુરતમાં હાજર રહેશે.રાહુલ ગાંધી અને સમગ્ર લીગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. આજે આ કાયદાકીય પ્રક્રિયા માટે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભુપેશ બઘેલ સાથે હાજર રહેશે.
ગત 23 એપ્રિલે રાહુલની હાજરીમાં કોર્ટે તેને બે વર્ષની જેલની સજા અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. થોડા સમય બાદ કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા. તેમજ સજા 30 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. એટલે કે આ સમય દરમિયાન રાહુલની ધરપકડ કરવામાં નહીં આવે અને તે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. જો કે આ કેસમાં રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાના નથી.
શું હતો માનહાનીનો કેસ?
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે કરેલા નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો જેમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ જામીન માટે અપીલ કરી હતી તેમા તેને ટૂંક સમયમાં જામીન મળી ગયા હતા. સજાના 24 કલાકમાં સંસદ સભ્ય રદ થઈ ગયું હતું. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થતા સમગ્ર દેશમાં કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.
મોદી સરનેમને લઈને કરી હતી વિવાદી ટિપ્પણી
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં ‘મોદી’ અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની મુસીબતમાં થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ
પાંચ રાજ્યોમાં રાહુલ સામે થયા છે માનહાનિ કેસ
રાહુલ ગાંધી પર વિવિધ રાજ્યોમાં માનહાનિના પાંચ કેસ નોંધાયેલા છે. માનહાનિના અન્ય એક કેસમાં રાહુલ ગાંધીને 12 એપ્રિલે પટણા કોર્ટમાં હાજર થવાનું છે. અહીં પણ રાહુલ ગાંધી પર ‘મોદી’ને લઈને કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને અપમાન કર્યાનો આરોપ છે..
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…