Gujarati Video:  એરપોર્ટમાં VIP ગેટ તોડી રીક્ષા સાથે ધસી ગયો રીક્ષા ડ્રાઇવર, રાજકોટ એરપોર્ટ ઉપર સર્જાઈ અફરાતફરી, જુઓ વીડિયો

Gujarati Video: એરપોર્ટમાં VIP ગેટ તોડી રીક્ષા સાથે ધસી ગયો રીક્ષા ડ્રાઇવર, રાજકોટ એરપોર્ટ ઉપર સર્જાઈ અફરાતફરી, જુઓ વીડિયો

Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 02, 2023 | 7:29 PM

સમગ્ર ઘટના બની ત્યારે Indigoની ફ્લાઈટના પેસેન્જર થોડીવાર માટે રાહ જોવા પણ જણાવાયું હતું કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ ફ્લાઈટની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ સ્થાનિક પોલીસ તેમજ એસોજી અને બોમ્બ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ સહીતનું ટીમ એરપોર્ટ પર પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ એરપોર્ટ પર સુરક્ષાને લઈને મોટી ચૂક જોવા મળી છે. રાજકોટ એરપોર્ટ પર એક રીક્ષા ચાલક વીઆઈપી ગેટ તોડી રનવે સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર મુખ્ય ગેટ સહિત તમામ જગ્યાએ સુરક્ષાને લઇ CISF તૈનાત હોય છે પરંતુ સીઆઇએસએફની આ સુરક્ષામાં છીંડુ પાડીને રીક્ષા ચાલક રિક્ષા સહિત રનવે સુધી પહોંચી ગયો હતો.

રીક્ષા ચાલક રનવે સુધી પહોંચતા સ્થાનિક પોલીસ અને સીઆઇએસએફની ટીમ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર ઘટના બની ત્યારે Indigoની બેંગ્લોરની ફ્લાઈટ રનવે પર ઉભી હતી, પરંતુ રીક્ષા ચાલક ફ્લાઈટ સુધી પહોંચે તે પહેલા સીઆઈએસએફના જવાનોએ રીક્ષા ચાલકની ઝડપી લીધો હતો અને રીક્ષા ચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના બની ત્યારે ઈન્ડિગોની ફ્લાઈટ હતી રનવે પર

સમગ્ર ઘટના બની ત્યારે Indigoની ફ્લાઈટના પેસેન્જર થોડીવાર માટે રાહ જોવા પણ જણાવાયું હતું કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ ફ્લાઈટની પણ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarati video: રાજકોટ સિવિલના ચોકમાં નશામાં ધૂત વ્યક્તિએ નગ્ન થઈ જાહેરમાં મચાવ્યો આતંક, જુઓ Viral Video

ત્યારબાદ રાજકોટ એરપોર્ટ સ્થાનિક પોલીસ તેમજ એસઓજી અને બોમ્બ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ સહીતનું ટીમ એરપોર્ટ પર પહોંચી હતી અને રિક્ષાની તપાસ કરવામાં આવી હતી. જો કે પ્રાથમિક દ્રષ્ટીએ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

નશાની હાલતમાં હતો રીક્ષા ચાલક

રિક્ષા ચાલક દીપક જેઠવા નશામાં હોય અને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રિક્ષા ચાલકને હાલ ગાંધીગ્રામ પોલીસ પૂછપરછ કરી રહી છે. ત્યારે રનવે સુધી તમામ સુરક્ષા તોડી રીક્ષા પહોંચી ગઈ ત્યાં સુધી CISF શું કરી રહી હતી તે મોટો સવાલ થઈ રહ્યો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 02, 2023 07:23 PM
g clip-path="url(#clip0_868_265)">