AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami Violence: બિહારમાં 100થી વધુની ધરપકડ, શાળા-ઈન્ટરનેટ બંધ; બંગાળમાં પણ હિંસા, BJP MLA ઘાયલ

પોલીસે અત્યાર સુધીમાં સાસારામ અને બિહાર શરીફમાં 109 લોકોની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Ram Navami Violence: બિહારમાં 100થી વધુની ધરપકડ, શાળા-ઈન્ટરનેટ બંધ; બંગાળમાં પણ હિંસા, BJP MLA ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 7:44 AM
Share

બિહાર બાદ પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ ધટી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે બિહારશરીફ અને સાસારામમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વોને ઓળખવા અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. હિંસામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને પાંચ લાખ એક્સ-ગ્રેશિયા રકમ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. નાલંદા જિલ્લામાં 4 એપ્રિલ સુધી પ્રશાસને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.તો બીજી બાજુ, બંગાળમાં પણ થયેલી હિંસા બાદ પોલીસે મોરચો સંભાળ્યો છે. જોકે અહીં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના ધારાસભ્ય ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ Breaking News: Bengal Violence: હાવડા બાદ હુગલીમાં પથ્થરમારો અને આગચંપી, BJP MLA ઘાયલ, હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર !

જણાવવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્ર દ્વારા રોહતાસ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને, આવતીકાલ 4 એપ્રિલ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ લોકોને ભડકાવનારા સમાચારોથી દૂર રહેવાની અપીલ કરી છે અને જો કોઈ અફવા ફેલાવતું હોય તો તરત જ વહીવટીતંત્રને જાણ કરવા જણાવ્યું છે. જિલ્લા પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. સાસારામ અને બિહાર શરીફમાં પોલીસે અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના હુગલીમાં રામનવમીએ એક શોભાયાત્રા કાઢવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. પરંતુ બીજેપી નેતા ત્યાંથી જતાની સાથે જ બંને જૂથ સામસામે આવી ગયા હતા. પહેલા બોલાચાલી થઈ અને પછી બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન આગજનીની ઘટના પણ સામે આવી છે. આ ઘટના બાદ રિસરાના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં પણ 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

પથ્થરમારામાં ભાજપના ધારાસભ્ય ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભોગે હિંસાને સહન કરવામાં આવશે નહીં. ભાજપ અને ટીએમસીના નેતાઓ ઘટનાને લઈને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ભાજપે કહ્યું છે કે TMC રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષે પણ ભાગ લીધો હતો. પથ્થરમારાની ઘટનામાં ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

                          ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                              દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">