AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત અત્યાર સુધી 15 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમ્યાન સુરત એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે.

Surat : નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત અત્યાર સુધી 15 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
Surat Drugs
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 6:33 PM
Share

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કોઈ પણ વર્ષો કરતા આ સંખ્યા વધારે છે. કુલ 257 આરોપીઓની ધરપકડ નાર્કોટીક્સના ગુનામાં આ અભિયાન હેઠળ કરવામાં આવી છે. જેમાં ઓડીશાના 57 , મહારાષ્ટ્રના 25 , રાજસ્થાનના 21 , નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા ત્યાથી એક, મધ્ય પ્રદેશમાંથી 1 , હિમાચલમાંથી 5 અને સુરત શહેર અને બીજા જિલ્લામાંથી કુલ 147 આમ કુલ 257 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે.

સંપૂર્ણ ગંભીરતાથી આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે

સુરત શહેરની સાથે સાથે અન્ય જીલ્લાઓમાં પણ નાર્કોટીક્સના ગુનામાં જે નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી પણ ગંભીરતાથી પોલીસ કરી રહી છે. અત્યાર સુધી 127 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ યુવાધનને બરબાદ કરવાનો માર્ગ છે. યુવાનોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડા કરનારા આ ઈસમો છે. સંપૂર્ણ ગંભીરતાથી આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે.

ઈસ્માઈલ મુબારક શેખની પત્ની હીનાની ધરપકડ કરવામાં આવી

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2020 થી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટીનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે આ ઝુંબેશના ખુબ સારા પરિણામ પણ મળ્યા છે. આ દરમ્યાન એસઓજી પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઈસ્માઈલ મુબારક શેખની પત્ની હીનાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 50.70 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા મહિલાના પતિ પણ નાર્કોટીક્સના ગુનામાં પકડાયો હતો. કોકેનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મ્સ એક્ટનો પણ કેસ થયો છે સાથે સાથે વડોદરામાં એટીએસ દ્વારા પણ એક કેસ કરવામાં આવ્યો હતો. આ તમામ ગુનામાં આરોપી લાજપોર જેલમાં છે.

50.70 લાખના ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ માફિયાની પત્ની ઝડપાઈ

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમ્યાન સુરત એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબજે કર્યું હતું તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

એસઓજી પોલીસને માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જર ડ્રગ્સના કેસમાં જેલમાં જતા ડ્રગ્સનું રેકેટ તેની પત્ની હીના ચલાવી રહી છે અને તે ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવી તેના મકાનમાં સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે એસઓજી પોલીસે રાંદેર મોરાભાગળ સ્થિત વ્હાઈટ હાઉસની ગલીમાં તેના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાંથી 50.70 લાખની કિમતનું 507 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 50 હજારની કિમતનો એક મોબાઈલ, રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 51.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો

આ પણ વાંચો : Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">