24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગાંધી જયંતિના દિવસે, ગાંધીજીના ફોટાવાળી ચલણી નોટથી જ આર્થિક વ્યવહાર કરવા વેપારીઓની અપીલ
આજે 24 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 24 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડાપ્રધાન મોદીએ ચિંતન શિબિરમાં પ્રધાનોને કહ્યું: તમારે પ્રજાની વચ્ચે જઈને સીધો સંપર્ક સાધવો જોઈએ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના મંત્રીઓ સાથે યોજાયેલ બે દિવસીય ચિંતન શિબિર સંપન્ન થઈ છે. આ ચિંતન શિબિર દરમિયાન, વડાપ્રધાન મોદીએ તમામ પ્રધાનોને ક્ષેત્રમાં (ફિલ્ડમાં) જઈને પાયાના સ્તરે સીધો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની 40 થી 45 કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. દરેક પ્રધાનને કાગળની એક શીટ આપવામાં આવી હતી અને તેમને નોંધવાનું કહેવામાં આવ્યું હતું કે તેમણે સાથી પ્રધાન પાસેથી શું શીખ્યું અને બદલામાં શું શીખવ્યું. વડાપ્રધાન મોદીએ તેમને તેમના મંત્રાલયોના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સલાહ પણ આપી હતી. તેમણે નોંધ્યું હતું કે કેટલાક મંત્રીઓ તેમનો સંપર્ક માત્ર સચિવ (સેક્રેટરી) પૂરતો જ મર્યાદિત રાખે છે અને અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરતા નથી.
-
Mushtaq Khan passes away: ‘વેલકમ’ ફેમ મુશ્તાક ખાનનું કેન્સરને કારણે નિધન, 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
ફિલ્મ જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે.જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું નિધન થયું છે. ‘વેલકમ’, ‘આશિકી’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા મુશ્તાક ખાન છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતા મુશ્તાક ખાને. ‘વેલકમ’, ‘આશિકી’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘હમ હૈં રાહી પ્યાર કે’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા.
-
-
અમદાવાદમા મકરબામાં નવનિર્મિત ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત
અમદાવાદના મકરબામાં નવનિર્મિત ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે, નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણના થોડા કલાકો બાદ જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. અવાર-નવાર ટ્રાફિક જામ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી તેમ વાહનચાલક જણાવી રહ્યાં છે.
-
કલોલ છત્રાલ ત્રણ રસ્તા બ્રિજ નીચે ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગી
ગાંધીનગરમાં, કલોલ છત્રાલ ત્રણ રસ્તા બ્રિજ નીચે ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અગનજવાળા અને ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા. ટેન્કરમાં આગની લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો. કલોલ ફાયરને કોલ આપવામાં આવ્યો છે.
-
ગાંધી જયંતિના દિવસે, ગાંધીજીના ફોટાવાળી ચલણી નોટથી જ આર્થિક વ્યવહાર કરવા વેપારીઓની અપીલ
જામનગરમાં ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના ફોટો વાળી નોટ લઈને જ બહાર નીકળવા માટે વેપારી મંડળે નાગરિકોને અપીલ કરી છે. 2 ઓક્ટોબરે UPI વ્યવહારો બંધ રહેવાની શક્યતા છે. વેપારીઓએ ‘No UPI Day’ મનાવવાની કરી જાહેરાત. ડિજિટલ પેમેન્ટને બદલે રોકડ (રોકડ) સ્વીકારવામાં આવશે. ઓનલાઈન નાણાકીય વ્યવહારો પર એક દિવસનો વિરામ. ગ્રાહકોને ખરીદી માટે પૂરતી રોકડ સાથે રાખવા અપીલ કરાઈ છે. વેપારી મંડળ દ્વારા નોટ અને રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવા નવો નિર્ણય.
-
-
અસારવામાં AMCની પાણીની ટાંકિમાંથી હાડપિંજર મળ્યું, પોલીસે તપાસ માટે FSL માં મોકલ્યું
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ મહાનગરપાલિકાની પાણીની ટાંકીમાં કંકાલ મળ્યું છે. ગઈકાલે સાંજે સફાઈ દરમિયાન જાણ થઇ. બે વર્ષે પાણીની ટાંકી સફાઈ કરવા માટે ખોલવામાં આવી હતી. મજૂરોને ટાંકીમાં હાડકા જોવા મળતા મામલો બહાર આવ્યો. પોલીસે તપાસ કરી કંકાલ FSL માં મોકલવામાં આવ્યું છે. બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો કાપ છે. પીવાના પાણીમા કંકાલથી લોકોમાં પણ રોષ મિશ્રીત લાગણી જોવા મળી રહી છે.
-
“CEC જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએ”: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સાથે જોડાયેલા કથિત મતભેદો મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદી અને શાહનો એક વીડિયો બતાવીને રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે સત્તાધારી પક્ષ વિરુદ્ધના જનરોષ (એન્ટી-ઇન્કમબન્સી)ના માહોલ છતાં ભાજપ કેવી રીતે ચૂંટણી જીતતું રહે છે.
-
લાખણીના આગથળા નજીક બકરાના ટોળાને અજાણ્યા વાહને અડફેટે લીધા, 8 બકરાના મોત, 4 ઈજાગ્રસ્ત
વાવ-થરાદ- ડીસા-થરાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. જેના કારણે 8 બકરાના ઘટના સ્થળે જ મોત જ્યારે 4 બકરા ઈજાગ્રસ્ત થયા છે. લાખણીના આગથળા નજીક બકરાના ટોળાને અજાણ્યા વાહને અડફેટે લીધા. અકસ્મતમાં 8 બકરાના ઘટના સ્થળે જ મોત જ્યારે 4 બકરા ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો છે. દેવીપૂજક શ્રમિક પરિવાર બકરા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બની ઘટના. બકરા પાલનના વ્યવસાયથી પરિવાર ચલાવતો હતો શ્રમિક પરિવાર. અકસ્માતમાં પશુધનનું મોટું નુકસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. ઘટનાની જાણ થતાં 112 પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી. અજાણ્યા વાહનચાલક સામે આગથળા પોલીસે તપાસ હાથ ધરી છે.
-
આ સરકારને GST, IT સિવાય બીજા કેટલા ટેક્સ લેવા છે ? 2 ઓક્ટોબરે NO UPI DAY ઉજવાશે
રાજકોટમાં આગામી 2 ઓક્ટોબરનાં રોજ NO UPI DAY ઉજવવા માટે વેપારીઓએ જાહેરાત કરી છે. UPI પેમેન્ટ પર MDR ટેક્સનો વેપારીઓનો વિરોધ. રાજકોટના વેપારીઓ 2 ઓક્ટોબરે UPIથી પેમેન્ટ નહિં સ્વીકારે.રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન દ્રારા દેશવ્યાપી આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરનાં રોજ વેપારીઓ પોતાની દુકાનમાં સ્કેનર પર કાળુ કપડું લગાવીને વિરોધ કરશે. બજારમાં 80 ટકા વ્યવહારો UPI એપથી થઈ રહ્યાં છે. આ સરકારને જીએસટી, ઇન્કમટેક્સ અને સિવાય બીજા કેટલા ટેક્સ સરકારે લેવા છે તેવો વેપારીઓનો સવાલ કરી રહ્યાં છે.
-
બોટાદની ખાનગી ફોર્ચ્યુનર હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત, તબીબ સામે આક્ષેપ
બોટાદની ખાનગી ફોર્ચ્યુનર હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત થતા તબીબની બેદરકારીનો આક્ષેપ, પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મૃતદેહ ખસેડવામાં આવ્યો. ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોતને લઈ બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યો છે. બોટાદની ફોર્ચ્યુનર ખાનગી હોસ્પિટલમાં મહિલાનું ઓપરેશન બાદ મોત થયું છે. વિછીયા તાલુકાના વેરાવળ (ભડલી) ગામના મહિલાનું સારવાર દરમિયાન મોત. મહિલાને પથરીની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાની માહિતી. ઓપરેશન બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના આક્ષેપ કર્યા. મહિલાના પતિનો આક્ષેપઃ આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન માટે હોસ્પિટલમાં ત્રણ દિવસથી હતા દાખલ. પરિવારજનોના આક્ષેપ મુજબ સ્ટાફ દ્વારા પૈસા અંગે ગેરવર્તન કરવામાં આવ્યું. “પૈસા હોય તો પહેલા ઓપરેશન થાય, નહીં તો લાઈનમાં વારો આવે ત્યારે ઓપરેશન થશે” તેમ સ્ટાફે જણાવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા.
-
સુરતમાં શ્વાનનો આતંક, સ્કુલવાનના ડ્રાઈવરને બનાવ્યો નિશાન
સુરત શહેર વિવિદ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી શ્વાનના હુમલાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આ વખતે સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં શ્વાન હુમલાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં એકલેરા ચોકડી નજીક સ્કૂલવાન ડ્રાઇવર પર હુમલો કર્યો હતો.
-
ગુજરાતમાં ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફાર, 2 દશક બાદ સંગઠન સહ મહામંત્રી નિમાયા
ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. બે દશક બાદ ગુજરાતમાં સંગઠન મહામંત્રીની સાથેસાથે સંગઠન સહ મહામંત્રીની પણ કરાઈ નિમણૂંક. ગુજરાત ભાજપમાં સંગઠન સહ મહામંત્રીની નિમણૂંકથી પાર્ટીસ્તરના કાર્યક્રમો વધુ આયોજન કરી શકાશે. અરુણ બિનનાડીને ગુજરાતમાં સહ મહા મંત્રી તરીકેની નિમણૂક. સતીશ ઘોંડની પણ ગુજરાત સંગઠનમાં એન્ટ્રી થઈ છે. આ બન્ને પદાધિકારી પ્રદેશ મહામંત્રી રત્નાકરની સાથે મળીને કામ કરશે. ગુજરાત ભાજપના સંગઠન માળખામાં હવે આરએસએસનો દબદબો વધશે. અંદાજે 2 દશાક બાદ ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી સાથે સહ મહામંત્રીની નિમણૂક કરાઈ છે.
-
ગાંધીનગરઃ ભાજપમાં ટિકિટને લઈને મોટા ફેરફારના સંકેત, 10થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈ મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભાજપના 50 ટકા જેટલા વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે, જેમાં બે પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ સમાવેશ થવાની શક્યતા છે. લગભગ દરેક વોર્ડમાં અડધોઅડધ કોર્પોરેટરોના નામ કપાઈ શકે છે અને પાર્ટી 50 ટકા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપી શકે છે. ભાજપ દ્વારા મોડી સાંજે અથવા આવતીકાલે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
-
અમદાવાદઃ ગોમતીપુરમાં મહિલાએ રિક્ષામાં બાળકને આપ્યો જન્મ
-
અમદાવાદ: અસારવામાં પાણીની ટાંકીમાંથી કંકાલ મળી આવતા હડકંપ
અમદાવાદના અસારવા વિસ્તારમાં કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી કંકાલ મળી આવતા હડકંપ મચી ગયો છે. ગઈકાલે સાંજે બે વર્ષ બાદ પાણીની ટાંકી સફાઈ માટે ખોલવામાં આવતા શ્રમિકોને અંદર હાડકાં જોવા મળ્યા હતા, જેથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી કંકાલને FSLમાં મોકલી આપ્યું છે. પીવાના પાણીની ટાંકીમાંથી કંકાલ મળતાં સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, જ્યારે હાલ બે દિવસથી પાણીનો કાપ મુકવામાં આવ્યો છે.
-
નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટી 138.48 મીટરે પહોંચી
નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટી 138.48 મીટરે પહોંચી છે અને ડેમ સંપૂર્ણ ભરાવાથી હવે માત્ર 20 સેન્ટિમીટર દૂર છે. ઉપરવાસમાંથી 50 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે પાવરહાઉસ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વધતા પાણીના પ્રવાહને કારણે ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થતાં અહીં સુંદર અને આહલાદક નજારો સર્જાયો છે. 14 મીટર ઊંચા અને 1500 મીટર લાંબા વિયર ડેમનો નજારો જોવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
-
નર્મદા: સાગબારા જંગલ જમીન વિવાદમાં ફરી ઘર્ષણ
નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના વિવાદમાં ધરણા પૂર્ણ થયા બાદ પણ વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ખેતી કરવા જતા વન વિભાગના કર્મચારીઓએ તેમને રોકતાં નાલ ખોપીના ખેડૂતો સાથે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર વ્યક્તિને પણ વન વિભાગ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. થોડા દિવસ પહેલાં જ મંત્રીઓની હાજરીમાં ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા હતા અને સરકારે 90 દિવસમાં હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
-
જૂનાગઢ: મેંદરડાના ડેડકીયાળી ગામે દીપડાનો બાળકી પર હુમલો, કરુણ મોત
-
વડોદરાઃ સયાજીગંજમાં ગાયત્રી ભવન રેસ્ટોરન્ટમાં આગ
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન સામે આવેલા સિટી બસ સ્ટેશનની બહાર ગાયત્રી ભવન રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભરચક રેલવે સ્ટેશન વિસ્તારમાં આગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું મુખ્ય કારણ હાલ અકબંધ છે.
-
સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવર્સની મુશ્કેલીઓ વધી
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવમાં સતત વધઘટ, પેમેન્ટમાં વિલંબ અને પાર્ટી ડિફોલ્ટ જેવી સમસ્યાઓને કારણે વિવર્સની મુશ્કેલીઓ વધી છે. આ મુદ્દે યોજાયેલા વિવર્સ મહામંથનમાં વિવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવર્સ એકઠા થયા હતા. બેઠકમાં ઉત્પાદન ખર્ચ, જોબ રેટ અને ઓવરપ્રોડક્શન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ આધુનિક ટેકનોલોજી અપનાવવા સરકારી સહાય, ટેક્સટાઇલ એક્સપોર્ટ વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા થઈ હતી. વિવર્સે GST પ્રક્રિયા સરળ બનાવવા સરકાર સાથે નિયમિત સંવાદની પણ માંગ કરી હતી.
-
રાજકોટઃ ડેપ્યુટી મેયર દક્ષા વસાણીનાં સ્લમ આવાસનો મુદ્દો
રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સ્લમ આવાસ મુદ્દે વિવાદ સર્જાયા બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન દક્ષા વસાણીએ જણાવ્યું કે, સ્લમ આવાસ મેળવવા માટે 21 જૂન 2015ના રોજ કરેલા સોગંદનામામાં તેમણે તમામ વિગતો સાચી જ જણાવી હતી. સામે આવેલા સોગંદનામામાં 5 કિલોમીટરના વિસ્તારમાં પોતાની માલિકીનું મકાન કે જમીન ન હોવાનું તેમજ મળનારા આવાસમાં પોતે જ રહેવાનું અને અન્ય કોઈને વેચવાનું નહીં હોવાનો ઉલ્લેખ છે. દક્ષા વસાણીએ આ સમગ્ર મામલે પોતાના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોણ ષડયંત્ર કરી રહ્યું છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું.
-
અમદાવાદ: ધોળકામાં દૂષિત પાણી મુદ્દે ખેડૂતોનું હલ્લાબોલ
અમદાવાદના ધોળકામાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. 30થી વધુ દિવસથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભેટાવાડા સહિત પાંચ ગામોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પાંચ ગામના ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થઈ APMC ચોકડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી ઘેરાવ કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે જમીનને નુકસાન થઈ રહ્યું છે અને 10 હજાર એકરથી વધુ જમીનને અસર થઈ છે. રેલીને પગલે APMC અને ત્રાસદ ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
-
રાજકોટ: યાજ્ઞિક રોડ પર ટ્રાફિક લોક તોડનાર કારચાલક સામે કાર્યવાહી
રાજકોટના યાજ્ઞિક રોડ પર નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટ્રાફિક પોલીસે મારેલું લોક કારચાલકે તોડી નાખ્યું હતું. ટ્રાફિક પોલીસનું લોક તોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કારચાલક સામે કાર્યવાહી કરી હતી. કારચાલકે પોતાના કૃત્ય બદલ માફી માગી હતી, જ્યારે ટ્રાફિક પોલીસે તેને ₹2,450નો દંડ ફટકાર્યો હતો.
-
સુરેન્દ્રનગર: મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે ફરી સવાલ
સુરેન્દ્રનગરના દૂધરેજની શાળામાં સ્થાનિક આગેવાનો દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા મધ્યાહન ભોજન માટેના અનાજમાં જીવડા જોવા મળ્યા હતા. ચણાનો જથ્થો સડેલો હોવા ઉપરાંત ઘઉં પણ સડીને ભૂકો થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેલમાં પણ ફીણ જોવા મળતા સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની આવી સામગ્રીથી તેમના સ્વાસ્થ્ય અને પોષણને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
-
મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જનું BSE ખાતે લિસ્ટિંગ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નું BSE ખાતે લિસ્ટિંગ થયું છે. NSEનો IPO ₹22,561 કરોડનો હતો અને શેર ₹1,785ના ઓફર ભાવે રજૂ કરવામાં આવ્યા હતા. IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે 5.71 ગણો ભરાયો હતો.
-
હૈદરાબાદઃ શ્રીશૈલમ જઈ રહેલી બસમાં અચાનક આગ
-
સુરત: માંગરોળમાં ગાઢ ધુમ્મસને કારણે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત
સુરતના માંગરોળમાં કોસંબા નજીક NH-48 પર ગાઢ ધુમ્મસને કારણે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસના કારણે વાહનચાલકોને આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોવાથી આગળ જઈ રહેલી લક્ઝરી બસ પાછળ બીજી બસ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે બંને બસમાં સવાર મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
-
ચીન: હાંગશાઉના રેસિડેન્શિયલ ટાવરમાં ભયાનક આગ
ચીનના હાંગશાઉ શહેરમાં રેસિડેન્શિયલ ટાવરમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઈ-બાઈકમાં થયેલા સ્પાર્ક બાદ બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝડપી બચાવ કામગીરીને કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
-
અમેરિકા: 11 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકાની મુલાકાતે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા છે. જિનપિંગના સ્વાગત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને ખુદ એરપોર્ટ પર પહોંચીને તેમનું સ્વાગત કર્યું હતું. જિનપિંગ ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઈરાન અને તાઈવાન સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે.
-
વીજળીના કડાકા સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાએ વાપસીનો પ્રારંભ કરી દીધો છે. જો કે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે વરસાદની ભારે અછત. વિદાય વચ્ચે પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી વરસી શકે છે સામાન્ય વરસાદ.
Published On - Sep 24,2026 7:50 AM
