9 જૂનના મોટા સમાચાર : અમદાવાદના SP રિંગ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના, મહિલા નું ઘટના સ્થળે મોત, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:53 PM

બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

9 જૂનના મોટા સમાચાર : અમદાવાદના SP રિંગ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના, મહિલા નું ઘટના સ્થળે મોત, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
gujarat latest live news and samachar today 9th June 2023

આજે 9 જુન શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો  બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Jun 2023 11:52 PM (IST)

    Porbandar: વાવાઝોડાનો ખતરો તંત્રની તૈયારી, હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતારાયા

    Porbandar : બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં સંભવિત ખતરાને જોતા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરાયું છે. બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને પાલિકા પણ સક્રિય જોવા મળી રહી છે. પાલિકાએ શહેરમાંથી હોર્ડિંગ્સ ઉતારવાની સૂચના આપી દીધી છે. પાલિકાએ ગઈકાલથી જ શહેરમાંથી હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી છે.

  • 09 Jun 2023 11:26 PM (IST)

    અમદાવાદના SP રિંગ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના, મહિલા નું ઘટના સ્થળે મોત, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં SP રિંગ રોડ પર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન ની આ ઘટના બની હતી. જેમાં મહિલા નું ઘટના સ્થળે મોત નીપજયું છે. જોકે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલા અને બાળકી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા નું ઘટના સ્થળે મોત અને બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી ને હોસ્પિટલ લઈ જવામાં આવી. 108 અને પોલીસની તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.

  • 09 Jun 2023 10:47 PM (IST)

    Morbi: મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો, નીચાણવાળા ગામડાને સતર્ક કરવામાં આવ્યા

    Morbi: મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો. ડેમમાંથી હાલ 1832 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 1832 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.

    મોરબીના નવા સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મચ્છુ 3 ડેમનો દરવાજો બપોરે 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવેલા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં નહીં જવા સુચના આપવામાં આવી છે. ડેમનો 1 દરવાજો ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું.

  • 09 Jun 2023 10:22 PM (IST)

    Surat: સુરતમાંથી બાંગ્લાદેશી સખ્શ ઝડપાયો, SOG એ ઓળખના નકલી દસ્તાવેજ કબજે કર્યા

    સુરત  માં SOG ટીમે સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી ઇસમ સુરતમાં રહે છે. આરોપી શખ્શ ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાના નામના આધાર પુરાવા બનાવ્યા છે. બાતમીના આધારે SOG ટીમે આરોપી મોહમ્મદ સોહાગબાબુ મોહમ્મદ ઇસરાઈલ મુલ્લાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, એક પાન કાર્ડ તથા એક ચુંટણી કાર્ડ અને બે મોબાઈલ ફોન મળી કુલ 40 હજારની મત્તા કબજે કરી હતી.

  • 09 Jun 2023 09:44 PM (IST)

    Kheda: મઠીયા-પાપડ માટે પ્રખ્યાત ઉત્તરસંડા હવે સ્માર્ટ વિલેજ તરીકે બનાવશે ઓળખ

    ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામને "સ્માર્ટ વિલેજ" જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું નડિયાદ-આણંદ રોડ દાંડીમાંર્ગ પર આવેલ નડિયાદ તાલુકાનું ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના ૧૬ જિલ્લાઓના ૩૫ સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે. 12,000 ની વસ્તી ધરાવતું ઉત્તરસંડા ગામ અને શહેર વચ્ચેની ભેદ રેખાઓને આંબીને બન્યું છે રૂબર્ન ટાઉન. વધુ વાંચો

  • 09 Jun 2023 09:02 PM (IST)

    લવ જેહાદને લઈને સીએમ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

    ઉત્તરાખંડમાં લવ જેહાદના વધતા જતા કેસોને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ડીજીપી અશોક કુમાર, અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) વી. મુરુગેસન અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ હાજર હતા. મુખ્યમંત્રીએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા કહ્યું કે સરકાર આ મામલે કડક છે.

  • 09 Jun 2023 08:33 PM (IST)

    Biparjoy Cyclone, Dwarka: દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, ગોમતી નદીકાંઠે 5 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

    દેવભૂમિ દ્વારકા ના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી નદી નજીકના કાંઠા વિસ્તારમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં દરિયામાં અસર વધારે જોવા મળી શકે છે, એવી આગાહીને લઈ અગમચેતીને પગલા લેવામાં આવી રહ્યા છે. દ્વારકાના સંગમઘાટ વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાના કરંટની સ્થિતીને જોતા કાંઠા વિસ્તારમાં અવર જવર પર નિયંત્રણ કરવામાં આવ્યા છે.

  • 09 Jun 2023 08:07 PM (IST)

    ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપાઈ

    New Gujarat Congress President: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે સાંસદ શક્તિસિંહ ગોહિલની (shaktisinh gohil) નિમણૂક કરાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. શક્તિસિંહ ગોહિલ હાલ રાજ્યસભાના સાંસદ છે. જગદીશ ઠાકોરના સ્થાને હવે શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.

  • 09 Jun 2023 06:24 PM (IST)

    Gujarat News Live : શરદ પવારને મળેલ જાનથી મારી નાખવાની ધમકીના મામલામાં FIR દાખલ

    NCPના વડા શરદ પવારને મળેલ ધમકીના મામલામાં FIR નોંધવામાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાંસદ સંજય રાઉતને પણ ધમકી આપવાના સંબંધમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

  • 09 Jun 2023 05:57 PM (IST)

    Gujarat News Live : 15 જૂને ભાજપના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો સાથે વાત કરશે જે પી નડ્ડા

    ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, આગામી 15 જૂને સાંજે ભાજપના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો સાથે દેશભરમાં ચાલી રહેલા 'મહાજન સંપર્ક અભિયાન' અંગે ચર્ચા કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. આ સમીક્ષા ચર્ચા દ્વારા ભાજપ હાઈકમાન્ડ આ અભિયાન અંગે જનતા અને કાર્યકરોના વલણ, મૂડ, અને પ્રતિભાવો લેશે.

  • 09 Jun 2023 05:02 PM (IST)

    Gujarat News Live : હૈદરાબાદમાં પૂજારીએ પ્રેમિકાની હત્યા કરી, મંદિરની પાછળના મેનહોલમાં લાશ છુપાવી

    હૈદરાબાદમાં, એક પૂજારીએ તેની પ્રેમિકાની હત્યા કરી અને તેની લાશને મંદિરની પાછળના મેનહોલમાં દાટી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે શરુર નગર વિસ્તાર સ્થિત એક મંદિરના પૂજારી સાઈ કૃષ્ણએ પોતાની પ્રેમિકા અપ્સરાની હત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઈ કૃષ્ણ અને અપ્સરા એકબીજાને પ્રેમ કરતા હતા, જ્યારે સાઈ કૃષ્ણ પરિણીત હતા, તેમને એક બાળક પણ છે.

  • 09 Jun 2023 04:14 PM (IST)

    Gujarat News Live : નવસારીના જલાલપોરમાં ગૌમાંસના સમોસા વેચતો વ્યક્તિ ઝડપાયો, અન્ય એક વોન્ટેડ

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં સુરત (Surat) જેવી જ એક ઘટના સામે આવી છે. ડાભેલ ગામમાં ગૌમાંસના (beef) સમોસા વેચતો એક વ્યક્તિ ઝડપાયો છે. આ આરોપી A-ONE નામની ચિકન બિરયાની નામની લારી પર ગૌમાંસના સમોસા વેચતો હોવાનું સામે આવ્યુ છે. જો કે આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ (wanted) જાહેર કરાયો છે.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 09 Jun 2023 02:16 PM (IST)

    Gujarat News Live : મને વારંવાર ધમકીઓ મળી રહી છે, સરકાર પગલાં નથી લઈ રહી, રાઉતે ફડણવીસને લખ્યો પત્ર

    સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, મને વારંવાર ધમકીભર્યા ફોન આવી રહ્યા છે, છતાં તે મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અગાઉ પણ મેં, થાણેના એક ગુંડા દ્વારા મને ધમકી આપવાની ફરિયાદ કરી હતી.

  • 09 Jun 2023 11:47 AM (IST)

    ગુજરાતના દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ, વાવાઝોડાના પગલે NDRFની 12 ટીમ સજ્જ

    Vadodara :  વાવાઝોડાનું (Cyclone ) સંકટ હળવુ થયુ હોય તેમ લાગી રહ્યુ છે. જો કે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચવા માટે તંત્ર હજુ એલર્ટ મોડ પર છે. ગુજરાતમાં દરિયામાં (sea) કરંટ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી, કચ્છ, વડોદરા, ગાંધીનગર, જામનગરના દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે.  વડોદરામાં (vadodara) સંભવિત Biparjoy વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. જરોદ ખાતે NDRFની 12 ટીમો અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથે સજ્જ છે.

  • 09 Jun 2023 11:45 AM (IST)

    વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો Video વાયરલ, રાજકીય તર્ક-વિતર્ક શરૂ

    Banaskantha : ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક સમયથી ભાજપના વખાણ અને પોતાની નિવેદનબાજીથી ચર્ચામાં રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben thakor)ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.. આજે સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના બનાસકાંઠા પ્રવાસ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વીડિયો(Video)સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.. વાયરલ વીડિયોમાં ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને એક જ ગાડીમાંથી ઉતરતા જોઈ શકાય છે.

    આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.. પરંતુ વીડિયો તેવા સમયે વાયરલ થઈ રહ્યો છે,,, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં સીએમ અને પાટીલ પણ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે છે.. ત્યારે ગેનીબેનના આ વીડિયોને લઈ અનેક રાજકીય તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

  • 09 Jun 2023 11:43 AM (IST)

    દિલ્હીની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે 20 નવજાત બાળકો સળગતા બચાવ્યા

    દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ 20 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે વૈશાલી કોલોની સ્થિત હોસ્પિટલમાં બની હતી. નવા બચાવાયેલા બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • 09 Jun 2023 11:43 AM (IST)

    Sharad Pawar ને મળી જાનથી મારી નાખવાની ધમકી, પુત્રી સુપ્રિયા સુલે પહોંચી પોલીસ સ્ટેશન

    Sharad Pawar News : મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી. સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું, ‘મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. આથી હું પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા આવી છું. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને વિનંતી કરું છું. આવા કૃત્યો નિમ્ન સ્તરનું રાજકારણ છે અને તેને રોકવું જોઈએ.

  • 09 Jun 2023 09:07 AM (IST)

    દિલ્હી: વૈશાલી કોલોની હોસ્પિટલમાં આગ લાગી, 20 નવજાત બાળકોને બચાવી લેવાયા

    નવી દિલ્હીની વૈશાલી કોલોનીમાં નવજાત શિશુઓની હોસ્પિટલમાં આગ લાગી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસ દ્વારા તમામ 20 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

  • 09 Jun 2023 09:04 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં ધોળાદિવસે ચોરી, અજાણ્યા ઈસમે કારનો કાચ તોડી 4 લાખની ચોરી કરી ફરાર

    Banaskantha : રાજ્યમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં એક ગઠિયાએ ધોળાદિવસે કારનો કાચ તોડી 4 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પાલનપુરના નવા એસ.ટી. સ્ટેન્ડ પર આ ઘટના બની છે. રૂપપુરા ગામના ખેડૂત બેંકમાંથી રૂપિયા ઉપાડી અહીં કામકાજ માટે આવ્યા હતા.

  • 09 Jun 2023 08:21 AM (IST)

    24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી

    સુરત શહેર એટલે દાનવીરોની ભૂમી. અહીંથી દાનની નદી અવિરત વહેતી રહે છે. સુરત ઓર્ગન ડોનર તરીકે પણ જાણિતુ બન્યુ છે. સુરતે અનેક લોકોને નવુ જીવન આપ્યુ છે, તો અનેક પરિવારોના જીવનમાં નવો પ્રકાશ સર્જ્યો છે. 24 વર્ષની યુવતી પ્રિતી શુકલા ગત 3 જૂને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ સારવાર છતાં તેઓની સ્થિતીમાં કોઈ સુધારો થયો હતો. પ્રિતીબેન બ્રેઈનડેડ હોવાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ. બ્રેઈન ડેડ થયેલી પરિણીત યુવતીના સસરા અને ભાઈએએ તબિબો સમક્ષ અંગદાનની સંમતિ આપતા જ તેમની ભાવના પ્રત્યે મેડિકલ સ્ટાફને સલામ થઈ આવી હતી. કારણ કે આ એક પરિવારે બીજા 6 પરિવારોના જીવનમાં રોશની પાથરી દીધી છે.

  • 09 Jun 2023 08:20 AM (IST)

    અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસે 21 લોકોની અટકાયત કરી

    અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક થઇ છે.ઇસનપુરના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં શહેર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી કોમ્બિંગ કર્યું હતું. જેમાં150થી વધુ પોલીસ અધિકારી, કર્મચારી સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.તો આ તરફ ગોમતીપુર, રખિયાલ, બાપુનગરમાં ગુનેગારોના રહેણાક સ્થળે ચેકિંગ કરાયું. જેમાં ACP, PI સહિત 90 પોલીસકર્મીઓની 15 ટીમે તપાસ કરી હતી. જેમાં કુલ 77 માથાભારે તત્વોની કરી તપાસ અને 21 લોકોની અટકાયત કરી છે.

  • 09 Jun 2023 06:52 AM (IST)

    મુંબઈની 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 12 ફાયર ફાયટર ઘટનાસ્થળે હાજર

    મુંબઈના ઝવેરી વિસ્તારમાં 5 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

Published On - Jun 09,2023 6:50 AM

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">