Video : અદાણી મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર, જેપીસીની માગ કરી
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.છેલ્લા 10 દિવસોમાં તેમની સંપત્તિમાંથી 52 અબજ ડૉલરની મોટી રકમ ધોવાઈ ગઇ હતી અને હજુ આ સિલસિલો યથાવત્ છે. તેવા સમયે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે આ ઘટનાને મોટો ફ્રોડ સાથે સરખાવી છે.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.છેલ્લા 10 દિવસોમાં તેમની સંપત્તિમાંથી 52 અબજ ડૉલરની મોટી રકમ ધોવાઈ ગઇ હતી અને હજુ આ સિલસિલો યથાવત્ છે. તેવા સમયે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે આ ઘટનાને મોટો ફ્રોડ સાથે સરખાવી છે. તેમજ કહ્યું કે લોકો એલઆઇસીના નાણાં ભરે છે અને કોઇના કહેવાથી એલઆઇસી રોકાણ કરે છે. જે લોકો સાથે મોટો વિશ્વાસઘાત છે. જેના લીધે અમારી માગ છે આ મુદ્દે જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની(JPC) રચના કરવામાં આવે.
અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓની હાલત દયનીય થઈ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં પણ તેઓ બીજા ક્રમેથી સીધા સરકીને 21મા ક્રમે આવી ગયા છે અને નીચે પડકાવવાનો આ સિલસિલો હજુ પણ યથાવત્ છે. રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના અહેવાલ બાદથી અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓની હાલત દયનીય થઈ ચૂકી છે.તાજેતરમાં Dow Jones Index દ્વારા અદાણીના શેરોને બહાર કરવાનો અહેવાલ જાહેર થયા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 35 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. કંપનીના સ્ટૉક 35 ટકાના કડાકા સાથે 1,017.45ના નીચલા સ્તરને સ્પર્શી ગયા હતો.જો કે બાદમાં શેરમાં ઉછાળો આવ્યો.
રેટિંગ એજન્સી મૂડિઝનું અદાણી મુદ્દે નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે અદાણી જૂથની રોકડ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાલ પણ તેમના માટે ફંડ એકઠું કરવું મુશ્કેલ બનશે.તો સાથે ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે કહ્યું છે કે- અમે અદાણી ગ્રુપની કંપનીના કેશ ફ્લો ઉપર નજર રાખી રહ્યા છીએ. હાલમાં તેમના રેટિંગ પર કોઈ તાત્કાલિક અસર નથી.અદાણી ગ્રુપની 8 કંપનીઓને ફિચ રેટિંગ મળ્યું છે.SBI અને LIC તરફથી પણ નિવેદન સામે આવી ગયા છે.બંને સંસ્થાઓએ દાવો કર્યો છે કે અદાણી ગ્રુપમાં તેઓનું વધુ રોકાણ નથી.
આ પણ વાંચો : Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં, 4 મહિનામાં રથ બનીને થઇ જશે તૈયાર