Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં
અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતની હદમાં આવતી ઉમરકોટ ગામની 900થી વધુ એકર જમીન ડી.કે.પટેલની હતી. જે સમયાંતરે શ્રી સરકાર થઈ મૂળ વ્યક્તિના નામે અત્યારે 217 એકર જમીન છે. ત્યારે મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી.
બનાસકાંઠાના(Banaskantha) અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈને જંગ જામ્યો છે. જેમાં 50થી વધુ ખેડૂત (Farmers) પરિવારો મહામુલી જમીન બચાવવા લાંબી લડત ચલાવી રહ્યાં છે. ઉમરકોટમાં નદીના પટમાં ખેતી કરીને જીવન ગુજારતા ખેડૂતોને જગ્યા ખાલી કરવા કેટલાક વ્યક્તિઓ લાંબા સમયથી પરેશાન કરે છે. ખેડૂતોએ અગાઉ જમીન બચાવવા મામલતદાર કચેરીએ ધરણા કરીને કલેક્ટરને રજૂઆત કરી હતી. જેની બાદ કોર્ટેમાંથી સ્ટે પણ મેળવ્યો છે. કોર્ટે હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કરેલો છે. પોલીસનું બળ વાપરીને અગાઉ જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ જીવન નિર્વાહ ચલાવી આપતી જમીન બચાવવા ખેડૂતો આરપારના મૂડમાં છે.
વર્ષોથી પોતે ખેતી કરવા હોવા છતાં ગણતરીના સમયમાં જ જમીન ખાનગી વ્યક્તિના નામે કેવી થઈ
ઉમરકોટ ગામના ખેડૂતોના મતે 54 એકર સિવાયની અન્ય તમામ જમીન શ્રી સરકાર હતી. આ જમીન ખાનગી વ્યક્તિઓના નામે કેવી રીતે થઈ. આ જમીન ખાનગી વ્યક્તિ પોતાની હોવાનો દાવો કરે છે.વર્ષોથી પોતે ખેતી કરવા હોવા છતાં ગણતરીના સમયમાં જ જમીન ખાનગી વ્યક્તિના નામે કેવી થઈ તે મોટો સવાલ છે. ખેડૂતો મોટી ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે.
મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી
અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતની હદમાં આવતી ઉમરકોટ ગામની 900થી વધુ એકર જમીન ડી.કે.પટેલની હતી. જે સમયાંતરે શ્રી સરકાર થઈ મૂળ વ્યક્તિના નામે અત્યારે 217 એકર જમીન છે. ત્યારે મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી. આ પાંચ ખેડૂતો 50 વીઘા જમીનમાં ખેતી કરે છે.. બંને તરફે થતા જમીનના દાવાને લઈ તંત્ર અવઢવમાં છે. બનાસકાંઠાના કલેક્ટરને ફરી જમીનની માપણી કરાવી છે. એક અઠવાડિયામાં રિપોર્ટ આવ્યા બાદ કોઈને પણ અન્યાય ન થાય તે રીતની કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો