AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાની ગેંગ દ્વારા 2.5 લાખથી વધુ ગોરી છોકરીઓના શોષણનો પર્દાફાશ, મીડિયા અને તંત્ર પર સત્ય છુપાવવાનો આરોપ

બ્રિટનમાંથી એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાયકાઓથી ચાલી રહેલા બાળ જાતીય શોષણ અને ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Breaking News: પાકિસ્તાની ગેંગ દ્વારા 2.5 લાખથી વધુ ગોરી છોકરીઓના શોષણનો પર્દાફાશ, મીડિયા અને તંત્ર પર સત્ય છુપાવવાનો આરોપ
| Updated on: Jun 19, 2026 | 8:04 PM
Share

બ્રિટનમાં ચાલીસ વર્ષ કે તેથી વધુ સમય સુધી પાકિસ્તાની મુસ્લિમ ગેંગો દ્વારા લાખો સગીર બિન-મુસ્લિમ છોકરીઓને ફોસલાવીને, અપહરણ કરીને, બળાત્કાર ગુજારવામાં આવ્યો. તેમના પર અત્યાચાર કરવામાં આવ્યા, તેમને વેચવામાં આવી અને તેમની હત્યા પણ કરી દેવામાં આવી. બ્રિટિશ સત્તાવાળાઓ અને મીડિયાએ ‘વંશવાદી અને ઇસ્લામ વિરોધી’ ન દેખાવા માટે બળાત્કાર જેહાદની ભયાનક સચ્ચાઈને છુપાવી રાખી.

એક સ્વતંત્ર બળાત્કાર ગેંગ તપાસ અહેવાલે હવે ખુલાસો કર્યો છે કે, મુસ્લિમ બળાત્કાર ગેંગોમાં 87% થી 95% પાકિસ્તાની મુસ્લિમ પુરુષો હતા, જેમણે 2,50,000 થી વધુ બિન-મુસ્લિમ, મોટે ભાગે શ્વેત (ગોરી) છોકરીઓ પર બળાત્કાર કર્યો, શોષણ કર્યું અને તેમને ફોસલાવીને જાતીય શોષણનો શિકાર બનાવી.

219 પાનાનો રેપ ગેંગ ઇન્ક્વાયરી રિપોર્ટ એક સ્વતંત્ર, પીડિત-આધારિત તપાસ છે જેના અધ્યક્ષ સાંસદ રુપર્ટ લોવે છે, જેમાં પીડિત અને કાર્યકર્તા સેમી વુડહાઉસ મુખ્ય ભૂમિકામાં છે અને પેનલમાં સાંસદ એસ્થર મેકવે, નિક ટીમોથી અને કાર્લા લોકહાર્ટ છે.

પીડિતોની જુબાની, બાતમીદારોના નિવેદનો, મીડિયા અહેવાલો અને અગાઉની જાહેર તપાસોના આધારે તૈયાર કરવામાં આવેલો આ અહેવાલ વિગતવાર જણાવે છે કે, કેવી રીતે બ્રિટનમાં દાયકાઓ સુધી ચાલનારો, દેશવ્યાપી સંગઠિત બાળ જાતીય શોષણનો સિલસિલો ચાલ્યો, જે મુખ્યત્વે વિવિધ વયજૂથના પાકિસ્તાની મુસ્લિમ પુરુષો દ્વારા કરવામાં આવ્યો, જેમાં શ્વેત શ્રમિક વર્ગની (વર્કિંગ ક્લાસ) છોકરીઓ પ્રાથમિક લક્ષ્ય હતી.

રેપ ગેંગ ઇન્ક્વાયરી રિપોર્ટમાં ઓછામાં ઓછી 2,50,000 યુવાન શ્વેત બ્રિટિશ છોકરીઓના સતત બળાત્કાર, સામૂહિક બળાત્કાર, ગર્ભાવસ્થા, ફરજિયાત ગર્ભપાત, બાળજન્મ, તસ્કરી, યાતના, ફરજિયાત ઇસ્લામમાં ધર્માંતરણ અને એવા આઘાતનું અનુમાન લગાવવામાં આવ્યું છે જે આ જીવનકાળમાં ઓછું થઈ શકે તેમ નથી.

બ્રિટનના લગભગ 50% વિસ્તારને આવરી લેતા આશરે 149 સ્થાનિક સત્તામંડળ (લોકલ ઓથોરિટી) જિલ્લાઓ પાકિસ્તાની મુસ્લિમ બળાત્કાર ગેંગોથી પ્રભાવિત હતા. માત્ર વર્ષ 2019 માં જ 19,000 બાળકોની શોષણના ભોગ બનેલા તરીકે ઓળખ કરવામાં આવી હતી.

છોકરીઓને પુખ્ત પુરુષો વચ્ચે સોંપવામાં આવતી

અહેવાલમાં જણાવાયું છે કે, “ગુનેગારોના સંગઠિત નેટવર્કે સંકલિત અભિયાનો ચલાવ્યા, જેના હેઠળ પીડિતોને વિવિધ સ્થળોએ લઈ જવામાં આવતી હતી, તેમને ડ્રગ્સ અને દારૂ પુરો પાડવામાં આવતો હતો, દુર્વ્યવહારને રેકોર્ડ કરીને તેનું વિતરણ અને બ્લેકમેલ કરવામાં આવતું હતું તેમજ છોકરીઓને ઘણા પુખ્ત પુરુષો વચ્ચે સોંપવામાં આવતી હતી. આ ગુનાઓ દાયકાઓથી, 1950 ના દાયકાથી વિશેષ કરીને પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આને આપણા દેશના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે.”

“ગુનાઓનું પ્રમાણ ચોંકાવનારું છે. આ પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે ઓછામાં ઓછી 2,50,000 શ્વેત યુવતીઓને વારંવાર બળાત્કાર, સામૂહિક બળાત્કાર, તસ્કરી, યાતના, ગર્ભાવસ્થા, ફરજિયાત ઇસ્લામ ધર્મ પરિવર્તન અને આજીવન આઘાતનો શિકાર બનાવવામાં આવી છે. વાસ્તવિક સંખ્યા સંભવતઃ આનાથી પણ વધુ છે,” અહેવાલમાં આગળ જણાવાયું છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, જૂથ આધારિત બાળ જાતીય શોષણ (‘સીએસઈ’) ના આ કેસોમાં દોષિત ઠરેલા લગભગ 87% લોકોના નામ વિશિષ્ટ રીતે મુસ્લિમ હતા, જે બ્રિટનમાં મુસ્લિમ પુરુષો દ્વારા અસહાય છોકરીઓ વિરુદ્ધ બળાત્કારને હથિયાર તરીકે ઉપયોગ કરવાના એક સ્પષ્ટ પેટર્નને દર્શાવે છે.

Breaking News : ઈરાન-અમેરિકા ડીલથી ઇઝરાયલ નારાજ ! શું નેતન્યાહૂ ફરી ભડકાવશે યુદ્ધ?

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">