24 જૂનના મહત્વના સમાચાર : ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ એક ભરતીની જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2024 | 11:59 PM

Gujarat Live Updates : આજ 24 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 જૂનના મહત્વના સમાચાર : ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ એક ભરતીની જાહેરાત

આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે. સંસદ સત્રના પહેલા દિવસે 280 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. તો પ્રોટેમ સ્પીકરને વિપક્ષ સહયોગ નહીં કરે.  જામીન પર રોક અટકાવવા અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. આજે સુનાવણી કરવા અપીલ કરી છે. NEET પેપર લીક કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.  CBIની ટીમ આજે ગોધરા આવે તેવી શક્યતા છે.  રાજ્ય સરકારે CBIને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે. 13 દિવસે મેઘરાજાએ આળસ ખંખેરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ચોમાસું બેઠું છે. તો આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.  રાજકોટમાં એક ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ. નાના મવા પાસે પાણી ભરાતા BRTS અને એમ્બ્યુલન્સ ફસાઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Jun 2024 09:19 PM (IST)

    ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ એક ભરતીની જાહેરાત

    • ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ ભરતીની જાહેરાત
    • ખેતી મદદનીશ : 436 જગ્યાઓ પર ભરતી જાહેર
    • બાગાયત મદદનીશ: 52 જગ્યાઓ પર ભરતી જાહેર
    • મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ પર ભરતી
    • 01/07થી 20/07/2024 સુધીમાં OJAS પર online અરજી કરાશે
  • 24 Jun 2024 07:47 PM (IST)

    પાટણના સિદ્ધપુરના વેપારીનું અપહરણ કરનારા 8 જણાને પોલીસે ઝડપી પાડ્યા

    પાટણના સિદ્ધપુરમાંથી રૂપિયાની લેતીદેતીના મામલે, વેપારીનું અપહરણ કરનારા 8 જણાને, પોલીસે નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યા છે. બનાવની વિગત એવી છે કે, અપહરણકારો અને અપહૃત વેપારી વચ્ચે ક્રિકેટ ઓનલાઈન આઈડીના રૂપિયાની લેતીદેતીનો મામલો હતો. જેમાં કેટલાક લોકોએ લકઝુરીયસ કારમાં વેપારીનું અપહરણ કર્યું હતું. પોલીસે અપહરણ કરનારાઓને ઝડપી પાડીને વેપારીને મુક્ત કરાવ્યો છે. લે થયુ હતુ અપહરણ

  • 24 Jun 2024 04:47 PM (IST)

    ગુજરાતમાં ચાલુ વર્ષે ડ્રગ્સના 129 કેસ, 206 આરોપીની ધરપકડ, 222.14 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

    ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં  ડ્રગ્સને લગતા 129 કેસ કરવામાં આવ્યા છે. જેમા 206 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં નોંધાયેલા ડ્રગ્સને લગતા 129 કેસમાં 222 કરોડ 14 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં ડ્રગ્સના કુલ 1786 કેસ થયા છે. જેમાં 2607 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2021થી 2024 સુધીના 1786 કેસમાં 87,605.49 કિલો ડ્રગ પકડવામાં આવ્યું છે. જેની કિંમત 9676 કરોડ રૂપિયા અંદાજવામાં આવેલ છે. કુલ 28 ક્વોલિટી કેસ કરવામાં આવ્યા

  • 24 Jun 2024 04:33 PM (IST)

    ગુજરાતમાંથી ચૂંટાયેલા જેપી નડ્ડા રાજ્યસભામાં ગૃહના નેતા બન્યા

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. જે પી નડ્ડા પહેલા પીયૂષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા હતા, પરંતુ હવે પીયૂષ ગોયલ લોકસભાના સાંસદ છે. જ્યારે જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.

  • 24 Jun 2024 04:31 PM (IST)

    આણંદ : તારાપુરના સાંઠ ગામના સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી

    આણંદના તારાપુરના સાંઠ ગામના સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી હતી. કારમાં સીએનજી ફિલિંગ કરી નોઝલ બહાર કાઢતા સમયે કારમાં આગ લાગી હતી. ગેસ પંપ માલિક દ્વારા પોતાની પાસેના ફાયર સેફટીના સાધનો અને પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. ગેસ ભરતી વખતે લાગેલી અચાનક આગને લઇ કાર સંપૂર્ણપણેબળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે પંપને ભારે નુકસાન થવા પામ્યું છે.

  • 24 Jun 2024 03:14 PM (IST)

    વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 40 ગામને જોડતા છીપવાડ અંડરપાસમાં ભરાયા પાણી

    ગુજરાતમાં ચોમાસુ આગળ વધતા જ,  વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા છે. અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ જતા બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી. તો વલસાડની આજૂબાજૂના 40 ગામને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

  • 24 Jun 2024 02:55 PM (IST)

    અમદાવાદના નિકોલના અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા બેના મોત

    અમદાવાદઃ નિકોલના અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા બેના મોત થયા છે. બે લોકો ઈજાગ્રસ્ત હોવાની શક્યતા છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે.

  • 24 Jun 2024 02:30 PM (IST)

    અમદાવાદ: જમીન સંપાદન અંગે ખેડૂતોનો પ્રચંડ વિરોધ

    અમદાવાદ: ધોળકાના મોટીબોરૂમાં વીજ સબ સ્ટેશન નાખવા મામલે જમીન સંપાદન અંગે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોએ રજૂઆત કરી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સબ સ્ટેશન નખાય છે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા પાવર સ્ટેશન નાખવાનું જાહેરનામુ બહાર પડાયુ હતુ. સરકારી પડતર જમીનમાં વીજ સબ સ્ટેશન બનાવામાં આવે તવી ખેડૂતો માગ કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ મુદ્દે CMને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી.

  • 24 Jun 2024 02:03 PM (IST)

    દેવભૂમિદ્વારકા: જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો

    દેવભૂમિદ્વારકા: જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પવન સાથે ભારે વરસાદ થતા વિંજલપર ગામે વીજપોલ ધરાશાઇ થયો છે. ખંભાળિયા પંથકમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

  • 24 Jun 2024 02:01 PM (IST)

    આણંદ: રેલવે મથક વિસ્તારમાં દબાણ દૂર કરાયા

    આણંદ: રેલવે મથક વિસ્તારમાં દબાણ દૂર કરાયા છે. ટૂંકી ગળીમાં ઉભા કરાયેલા દબાણ હટાવી દેવાયા છે. કેટલાંક લોકોએ જાહેર રસ્તો બ્લોક કરીને દબાણ કર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે. નાના-મોટા દરેક દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે.

  • 24 Jun 2024 01:51 PM (IST)

    ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર

    ગુજરાતમાં આખરે હવે ચોમાસું જામ્યું છે. ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  • 24 Jun 2024 01:09 PM (IST)

    અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી

    અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેઇલ મળ્યો છે. ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ છે. એરપોર્ટ પર ચેકીંગ કરવામાં આવ્યુ. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 24 Jun 2024 12:13 PM (IST)

    વડોદરા: મકરપુરા રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

    વડોદરા: મકરપુરા રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત થયુ છે. પૂરપાટ ઝડપે આવતાં કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થતાં રોડ પર ઓઇલ ઢોળાયું હતું. ઓઇલ ઢોળાતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું. પોલીસે કારચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

  • 24 Jun 2024 11:51 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સાંસદ તરીકે શપથ લીધા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે શપથ લીધા.સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા.તો આજથી 18મી લોકસભાનું સત્ર પણ શરૂ થયું છે.PM મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે પણ શપથ લીધા.

  • 24 Jun 2024 11:33 AM (IST)

    જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

    જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે આઠથી દસ વાગ્યાના ગાળામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ધમાધમ વરસાદ પડી જતા પાણી પાણી ફલકુ નદીમાં નવા નીરની આવક થઇ છે. તાલુકા મથકે ઠેર ઠેર પાણી ભરાયા છે.

  • 24 Jun 2024 10:00 AM (IST)

    રાજકોટ : વરસાદના કારણે મવડીના વગડ ચોકડી પાસે પાણી ભરાયા

    રાજકોટ શહેરમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે મવડીના વગડ ચોકડી પાસે પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ પાણીમાં તણાયો મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે ભરાયા પાણી છે. ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.  રાજકોટના મવડી વિસ્તારમાં ખાડામાં સ્કૂલ બસ ફસાઇ ગઇ છે. વરસાદને કારણે પડી ગયેલા ખાડામાં બસ ફસાઇ છે. ડ્રાઇવર સહિત સ્થાનિકોએ બસને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

  • 24 Jun 2024 09:12 AM (IST)

    અમરેલીઃ ખાંભાના હનુમાનપુર ગામમાં 3 લોકોને વીજ કરંટ

    અમરેલીઃ ખાંભાના હનુમાનપુર ગામમાં 3 લોકોને વીજ કરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા છે. મશીન પર કામ કરતી વખતે કરંટ લાગતા મોત નિપજ્યા છે. ત્રણેય મૃતદેહોને ખાંભાની હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • 24 Jun 2024 09:10 AM (IST)

    24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ

    24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સંખેડા, સુબિર, તાલાલામાં 2.5 ઈંચ વરસાદ થયો છે. 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

  • 24 Jun 2024 08:17 AM (IST)

    આજથી નવી સરકારનું પ્રથમ સત્ર મળશે

    આજથી નવી સરકારનું પ્રથમ સત્ર મળશે. 24 જુનથી 3 જુલાઈ સુધી આ સત્ર ચાલશે. આજથી બે દિવસ નવા સાંસદો શપથ લેશે. આજે 280 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. આવતીકાલે 264 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ નવા સાંસદોને શપથ લેવડાવશે. તો નવા સ્પીકરની ચૂંટણી 26 જૂનના રોજ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંબોધિત કરશે.

  • 24 Jun 2024 08:16 AM (IST)

    જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ

    જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે.

  • 24 Jun 2024 08:02 AM (IST)

    અમદાવાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ

    અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. સી.જી. રોડ, નવરંગપુરા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. આંબાવાડી, પાંજરાપોળ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.

  • 24 Jun 2024 07:36 AM (IST)

    વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ

    વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

  • 24 Jun 2024 07:35 AM (IST)

    બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ

    બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. લાખણી, દિયોદર, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. લાખણીના કુડા, સેકરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

  • 24 Jun 2024 07:21 AM (IST)

    રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.

  • 24 Jun 2024 07:20 AM (IST)

    જૂનાગઢઃ ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર

    જૂનાગઢઃ ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ છે. નદીના ધસમસતા પ્રવાહમાં બે પશુ તણાયા છે.કોઝ-વે પરથી પસાર થતી વખતે કેશોદના પ્રાંસ્લી ગામે બિલ્યા નદીમાં બે પશુ તણાયા છે.

  • 24 Jun 2024 07:19 AM (IST)

    ચોમાસું નવસારીથી આગળ વધ્યું

    13 દિવસ બાદ આખરે મેઘરાજાએ આળસ ખંખેરી છે અને હવે ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે. છેલ્લા અમૂક દિવસોથી સાનુકૂળ પરિસ્થિતિ ન થતા ચોમાસું નવસારીમાં જ અટવાયું હતુ.હવે ચોમાસું નવસારીથી આગળ વધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં બેઠું છે, નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યુ છે, તો સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું છે. આખરે ચોમાસું આગળ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - Jun 24,2024 7:18 AM

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">