14 મેના મહત્વના સમાચાર : સાંજે વાળુ કરવાના સમયે જ વીજળી થઈ રહી છે ડૂલ, વીજ ધાંધીયાથી ગ્રામ્યજનો પરેશાન
આજે 14 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 14 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કોકરોચ જનતા પાર્ટીનું નવુ આહ્વાન, 16 ઓક્ટોબરે દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં ઉમટી પડો
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને “ત્રિરંગો લહેરાવવા” માટે અનુરોધ કર્યો છે. તેમણે લોકોને 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં એકત્ર થવાનું આહ્વાન કર્યું છે.
-
સાંજે વાળુ કરવાના સમયે જ વીજળી થઈ રહી છે ડૂલ, વીજ ધાંધીયાથી ગ્રામ્યજનો પરેશાન
મહેસાણા જિલ્લામાં વીજ કંપનીના ધાંધીયા. બહુચરાજી, જોટાણા અને કડી તાલુકા વિસ્તારમાં અનેક સ્થળે વીજ ધાંધીયા. છેલ્લા કેટલાય દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટો ડુલ થાય છે. રોજ સાંજે ભોજન સમયે જ લાઈટો ડુલ થતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડુલ થવાથી રહીશો કેટલાય દિવસથી છે પરેશાન
-
-
નવરાત્રિ પર્વને લઈને આજે 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી મેટ્રો મધ્યરાત્રીના 2 વાગ્યા સુધી દોડશે
નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે તા. 14 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રિના 11 વાગ્યાથી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી લંબાવેલ છે. મેટ્રોના લંબાયેલ સમય દરમિયાન, મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા 50 ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે.
-
મહેસાણામાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 20 સ્થળોએ કરાઈ ચકાસણી, 18 એકમમાંથી 34 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા
મહેસાણામાં નવરાત્રીના પર્વને લઈને ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી. જિલ્લામાં મીઠાઈ અને ફરસાણ વેચતા એકમોમાં હાથ ધરાઈ તપાસ. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 20 સ્થળોએ કરાઈ ચકાસણી. અખાદ્ય તેલ ચટણી અને પાણીપુરીના પાણીનો સ્થળ પર નાશ. વિવિધ 18 પેઢીઓમાંથી 34 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા. જય ખોડીયાર સ્વીટમાર્ટને ગંદકી બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી. સોનલ બેકરી અને સ્વીટમાર્ટમાંથી અખાદ્ય ફરસાણનો જથ્થો નાશ કરાયો.
-
ભરૂચના ચાંચવેલ ગામમાં શેરી શ્વાને બાળક પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી
ભરૂચના ચાંચવેલ ગામમાં સ્ટ્રીટ ડોગે નાના બાળક પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો મામલો સામે આવ્યો. રમતા બાળક પર અચાનક શ્વાને હુમલો કરી દીધો હતો. બાળકની માતાએ, શ્વાનને ભગાડી બાળકનો જીવ બચાવ્યો. ગુજરાત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ મુકાયો હોવા છતાં અમલીકરણમાં કચાશ વર્તાઈ રહી હોવાનો એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિનો આક્ષેપ. રખડતા શ્વાનો અને પશુઓ માટે વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવાની જોગવાઈ છે છતાં એજન્સીઓ તથા પંચાયત કામ કરતી નથી.
-
-
હવેથી બિલ્ડર, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ RMC પ્લાન્ટ લગાવી શકશે, AMCની ટાઉન પ્લાનિંગ કમિટીએ લીધો નિર્ણય
અમદાવાદમાં વધતી જતી કન્સ્ટ્રકશન સાઈડને ધ્યાને લઈને, અમદાવાદ મહાનગરપાલિકાએ બિલ્ડરના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ RMC પ્લાન્ટ લગાવી શકશે. મોટી બાંધકામ સાઈટ માટે એક કિલોમીટરની રેન્જમાં RMC પ્લાન્ટ લગાવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. જો કે, આરએમસી પ્લાન્ટ વધવાના કારણે અમદાવાદમાં પ્રદૂષણ વધી શકે છે.
-
અમદાવાદ એસ.જી.-01 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI આર.વી. વીંછીની મોટેરા પોલીસ સ્ટેશનમાં બદલી
અમદાવાદ શહેર પોલીસમાં નવનિયુક્ત પોલીસ સ્ટેશનમાં PI ની બદલીનો હુકમ. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વહીવટી કારણોસર બદલી કરી. એસ.જી.-01 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI આર.વી. વીંછીની મોટેરા પોલીસ સ્ટેશનમાં બદલી કરી.
-
અમદાવાદના નારોલમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલ બાળકીની કોઈ ભાળ નહીં, બેદરકારી અંગે હજુ સુધી કેમ નથી નોંધાવી પોલીસ FIR ? કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્ન
અમદાવાદના નારોલમાં બાળકી ગટરમાં પડ્યાને 4 દિવસ થયા છતા હજુ સુધી નથી મળી તેની ભાળ. જવાબદારો દ્વારા આ ગંભીર ઘટના અંગે હજી સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી નથી. આવી બેદરકારી કેમ દાખવવામાં આવી રહી છે તેવો પ્રશ્નો કોંગ્રેસના સ્થાનિક નેતાએ ઉઠાવ્યા છે. મ્યુ. કોર્પોરેશનના ઈજનેર ખાતા સહિત તમામ જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. બાળકીની શોધ માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
-
અમદાવાદમાં પ્રોફેશનલ ટેક્સ અંગેનું સર્ટિફિકેટ AMC હવે ઓનલાઈન આપશે
અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીએ પ્રોફેશનલ ટેક્સ અંગે લીધો મહત્વનો નિર્ણય. પ્રોફેશનલ ટેક્સ અંગેનું સર્ટિફિકેટ લેવા માટે હવે વેપારીઓએ કોર્પોરેશનના ધક્કા ખાવા નહીં પડે. પ્રોફેશનલ ટેક્સનું સર્ટિફિકેટ કઢાવવું સરળ બનશે. અરજી કરવાથી લઈ સર્ટિફિકેટ સુધીની સમગ્ર પ્રક્રિયા ઓન લાઇન કરાશે. નાના મોટા તમામ વેપારીઓને થશે ફાયદો.
-
બોટાદમાં મિલિટરી રોડ પર બનશે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ
બોટાદની જનતા માટે ખુશખબર. ગુજરાત સરકારે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને બોટાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. બોટાદના મિલિટરી રોડ પર 80 હજાર ચોરસ મીટર જમીન પર બનશે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ. મોરબીની ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રા.લિ. સંસ્થા સંભાળશે પ્રોજેક્ટની કામગીરી. બોટાદ સહિત આસપાસના લોકોને સ્થાનિક સ્તરે મળશે ગંભીર બીમારીઓની સારવાર. ગંભીર બિમારીમાં પણ હવે સારવાર માટે ભાવનગર, રાજકોટ કે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. બોટાદમાં મેડિકલ શિક્ષણની નવી તકો ઊભી થશે.
-
રાજકોટમાં પાન-મસાલા ખાવા જેવી સામાન્ય બાબતે યુવાનની હત્યા, સગીર સહિત 3 આરોપી ઝડપાયા
રાજકોટના આંબેડકર નગર સર્કલ નજીક જાહેરમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ, પાન-મસાલા ખાવા જેવી સામાન્ય બાબતે થયેલી રકઝક બાદ વિવાદ વકર્યો હતો. ત્યારબાદ તકરારનો સમાધાન કરવા માટે ભેગા થયેલા શખ્સો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ યુવાન પર છરીના ઘા ઝીંકતાં તેનું મોત નીપજ્યું હતું. હત્યાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે કથિત મોબાઈલ ચોર ઝડપાયો
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે કથિત મોબાઈલ ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, લોકોએ શંકાસ્પદ વ્યક્તિનો પીછો કરીને ચકલી સર્કલ પાસે તેને ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્યક્તિના ખિસ્સામાંથી આઠથી દસ મોબાઈલ મળી આવ્યા હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. લોકોએ કથિત ચોરને પકડીને પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મોબાઈલ ક્યાંથી મળ્યા તેમજ આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જોકે વાયરલ વીડિયોની ટીવી નાઇન દ્વારા પુષ્ટિ કરવામાં આવતી નથી.
-
રાજકોટની RKC સ્કૂલ સામે બેદરકારીનો આરોપ, છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના વાલીએ નોંધાવી ફરિયાદ
રાજકોટની RKC સ્કૂલ સામે વિદ્યાર્થીની યોગ્ય કાળજી ન રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાલીના આક્ષેપ મુજબ, વિદ્યાર્થી શાળામાં વારંવાર પડી જતો હોવા છતાં શિક્ષક દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. છેલ્લા દોઢ વર્ષમાં વિદ્યાર્થીને બે વખત ઇજા થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, વિદ્યાર્થીને ઇજા થતાં શાળામાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને ત્યારબાદ વાલીને જાણ કરવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. શાળા દ્વારા વિદ્યાર્થીની સુરક્ષા અને સંભાળમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં વાલીએ શાળાના પ્રિન્સિપાલ અને જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવે તે માટે શાળાના CCTV ફૂટેજ જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે. જોકે, આ મામલે શાળા તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવી છે તે અંગે વિગતો સામે આવી નથી.
-
તાપીમાં સંભવિત NTPC પ્રોજેક્ટના વિરોધમાં ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
તાપી જિલ્લામાં સોશિયલ મીડિયા પર NTPC પ્રોજેક્ટ આવવાની અફવા ફેલાતાં ખુશાલપુરા સહિત આસપાસનાં ગામોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. પ્રોજેક્ટ આવવાની ચર્ચાએ જોર પકડતાં ગ્રામજનોએ વ્યારા સ્થિત જિલ્લા સેવાસદન ખાતે પહોંચીને સંભવિત પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બનતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ સરપંચ સહિત ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રોજેક્ટ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવાની માગ કરી હતી. આ મામલે કલેક્ટરે ગ્રામજનોને 15 દિવસમાં તપાસ કરીને જાણ કરવાની ખાતરી આપી છે. જોકે, હાલ પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાને પગલે ગ્રામજનોમાં ચિંતા અને વિરોધ જોવા મળી રહ્યો છે.
-
સુરતમાં કોમર્શિયલ ગરબાઓમાં મનપાના આરોગ્ય વિભાગની તપાસ, ફૂડ સ્ટોલ ધારકોને નોટિસ
સુરતમાં નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે. પ્રથમ વખત કોમર્શિયલ ગરબાના સ્થળોએ વેચવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સાતથી વધુ મોટા કોમર્શિયલ ગરબાઓમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી હતી. આ દરમિયાન વિવિધ ફૂડ સ્ટોલની ચકાસણી કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા હોવાનું જણાતાં ફૂડ સ્ટોલ ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય વિભાગે તમામ સ્ટોલ સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
સુરતના વરાછામાં બાઈક અથડાવવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી
સુરત શહેરમાં મારામારીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલા શિવાપાર્કમાં બાઈક અથડાવવાની સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. મોડી રાત્રે બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન લાકડાના ફટકા અને છૂટા હાથથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને જૂથના લોકોને અટકાયતમાં લઈ માફી મંગાવી હતી. સામાન્ય બાબતે થયેલા વિવાદે મારામારીનું સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
-
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન પોલીસનું નશામુક્તિ અભિયાન, પકવાન ચાર રસ્તા પાસે યુવાનોનું ચેકિંગ
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન નશાના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પકવાન ચાર રસ્તા પાસે SOGની ટીમે ખાસ ચેકિંગ હાથ ધરીને યુવાનોની તપાસ કરી હતી. આ દરમિયાન ઓરલ ફ્લુઇડ ટેસ્ટ કીટની મદદથી યુવાનોના લાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નશાકારક પદાર્થોના સેવન અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટેસ્ટનાં સેમ્પલ પોઝિટિવ આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન યુવાનો નશાથી દૂર રહે અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
-
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન પોલીસનું નશામુક્તિ અભિયાન, પકવાન ચાર રસ્તા પાસે યુવાનોનું ચેકિંગ
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન નશાના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પકવાન ચાર રસ્તા પાસે SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાસ ચેકિંગ હાથ ધરીને યુવાનોની તપાસ કરી હતી. આ દરમિયાન ઓરલ ફ્લુઇડ ટેસ્ટ કીટની મદદથી યુવાનોના લાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નશાકારક પદાર્થોના સેવન અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેસ્ટના સેમ્પલ પોઝિટિવ આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન યુવાધન નશાથી દૂર રહે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
-
સુરત ટેક્સ્ટાઈલ માર્કેટમાં બિસ્માર રસ્તાઓથી વેપારીઓ પરેશાન, ખાડા અને ધૂળથી વેપારને અસર
સુરતના રિંગરોડ સ્થિત ટેક્સ્ટાઈલ માર્કેટ વિસ્તારના બિસ્માર રસ્તાઓને કારણે કાપડના વેપારીઓ, ગ્રાહકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તાઓની સ્થિતિમાં સુધારો થયો નથી. રિંગરોડ અને આસપાસની માર્કેટના માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે, જ્યારે વાહનોની અવરજવરથી ઊડતી ધૂળને કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. રસ્તાઓની ખરાબ હાલતને કારણે કાપડનાં પાર્સલોની હેરફેરમાં વિલંબ થઈ રહ્યો છે અને વાહનો ખાડામાં ફસાતાં વેપારી પ્રવૃત્તિઓને અસર પહોંચી રહી છે. વેપારીઓ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓએ તંત્ર સમક્ષ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરી કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે.
-
મહારાષ્ટ્રના નાલાસોપારામાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ, ગૂંગળામણથી બે મહિલાઓનાં મોત
મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં આવેલી ઇમ્પિરિયલ હાઇટ્સ બિલ્ડિંગના 14મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસમયે એક જ પરિવારના ચાર સભ્યો આગમાં ફસાઈ ગયા હતા. જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, આગને કારણે ફેલાયેલા ધુમાડામાં ગૂંગળામણ થતાં બે મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં. હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
-
રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રૂરલ SOGની ટીમને બાતમી મળી હતી કે જામનગરથી 5છી 6 શખ્સો એમ્બર ગ્રીસ એટલે વેલ માછલીની ઉલટી લઈને આવી રહ્યા છે. અને પડધરી નજીક ખાનગી હોટેલમાં તેની વેચવા બેઠક થવાની છે. ત્યારે પોલીસે વોચ ગોઠવી 1.80 કરોડની કિંમતનું ૧.૨૦ કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસે આ શખ્સોની ગુનાહિત કુંડળીની તપાસ કરી રહ્યા છે.
-
દિલ્હીમાં CJPના ત્રણ નેતાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, જંતર-મંતર વિરોધ પ્રદર્શન મામલે કાર્યવાહી
દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે. CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની વહેલી પરોઢે ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય નેતાઓના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેય નેતાઓ સામે ટ્રેસપાસિંગ એટલે કે અનધિકૃત પ્રવેશ અને બોન્ડની શરતોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શનને લઈને થયેલી આ કાર્યવાહીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
-
દિલ્હીના જાફરાબાદમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા લોકોએ લગાવ્યા કુદકા
દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગથી બચવા માટે રેસ્ટોરન્ટમાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા માટે કેટલાક લોકોએ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળવા કુદકા લગાવ્યા હતા. આગની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તો અંગેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી.
-
ગુજરાતમાં ગરમીએ પકડ્યું જોર, અમદાવાદમાં ઓક્ટોબરની ગરમીએ 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતના શહેરોમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જ્યારે રાજ્યના 13 શહેરોમાં સરેરાશ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 39.8 ડિગ્રી તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ, અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઓક્ટોબર મહિનામાં જ ઉનાળા જેવી ગરમી અનુભવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તાપમાનમાં સતત વધારાને કારણે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.
-
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન મામલે કાર્યવાહી, ત્રણ નેતાઓની ધરપકડ
દિલ્હીના જંતર-મંતર ખાતે CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની વહેલી પરોઢે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય નેતાઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસ આજે ત્રણેય નેતાઓને કોર્ટમાં રજૂ કરશે. જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનને લઈને પોલીસની આ કાર્યવાહીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
-
સુરતના પાંડેસરામાં 16 બોગસ ડૉક્ટર ઝડપાયા, SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી
સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડૉક્ટરો સામે SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. બંને વિભાગની ટીમોએ એકસાથે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 16 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ ડૉક્ટર તરીકે સારવાર આપતા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે તમામ 16 આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બોગસ ડૉક્ટરોની પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે.
Published On - Oct 14,2026 7:34 AM
