Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 એપ્રિલના મહત્વના સમાચાર : કેરીના રસિયાઓ થઈ જજો સાવધાન, અમદાવાદના બોપલમાં ગ્રાહકને થયો માઠો અનુભવ, ગ્વાલિયા સ્વીટ્સમાંથી ખરીદેલો રસ વાસી, અખાદ્ય નીકળ્યો 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2025 | 7:28 AM

આજે 12 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 એપ્રિલના મહત્વના સમાચાર : કેરીના રસિયાઓ થઈ જજો સાવધાન, અમદાવાદના બોપલમાં ગ્રાહકને થયો માઠો અનુભવ, ગ્વાલિયા સ્વીટ્સમાંથી ખરીદેલો રસ વાસી, અખાદ્ય નીકળ્યો 

આજે 12 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2025 05:00 PM (IST)

    ગાંધીનગર સેક્ટર-4માં મોડીરાત્રે ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, 4 ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત

    ગાંધીનગરના સેક્ટર 4માં ડીપીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો જેમાં બચાવ કાર્ય કરવા ગયેલા 4 ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા છે,આગ તો કાબુમાં આવી ગઈ હતી પરંતુ ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો જેમાં ફાયરકર્મીઓ દાઝયા હતા,હાલ તમામની સ્થિતિ સુધારા પર છે.

  • 12 Apr 2025 04:55 PM (IST)

    અમદાવાદઃ રખિયાલમાં પોલીસની PCR પર હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

    અમદાવાદઃ રખિયાલમાં પોલીસની PCR પર હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, કલોલથી કુખ્યાત આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની ધરપકડઆરોપી ચાર મહિનાથી યુ.પી, પંજાબ, દિલ્લી નાસ્તો ફરતો હતો,ગુનામાં અત્યાર સુધી 4 આરોપીઓની કરાઈ ધરપકડ,બાપુનગરમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો મોહમ્મદ સરવર,મોહમ્મદ સરવર ઉર્ફે કડવા સામે 16 થી વધુ ગુના નોંધાયેલા,અગાઉ આરોપીને 4 વખત પાસા હેઠળ થઈ ચૂકી છે સજા

  • 12 Apr 2025 04:50 PM (IST)

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ 21 એપ્રિલથી બે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ 21 એપ્રિલથી બે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે.તેમની સાથે અમેરિકન NSA માઈક વૉલ્ટઝ પણ ભારતની મુલાકાતે આવશે.આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.અમેરિકન ઉપરાષ્ટ્રપતિ ભારત-અમેરિકી સંયુક્ત ફોરમની બેઠકમાં હાજરી આપશે.સૂત્રો મુજબ પ્રવાસ દરમિયાન ટેરિફ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

  • 12 Apr 2025 04:30 PM (IST)

    ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયો ભીષણ અકસ્માત

    ઉત્તરાખંડના ચમોલીમાં ભીષણ અકસ્માત સર્જાયો છે,એક કાર અલકનંદા નદીમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા..જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાઈ.કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ 15 કિ.મી. દૂર બાગવાન નજીક થયો હતો.હરિયાણાના ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પરિવાર જઈ રહ્યો હતો.

  • 12 Apr 2025 03:37 PM (IST)

    કેરીના રસિયાઓ રસ ખાતા પહેલા સાવધાન

    • કેરીના રસિયાઓ રસ ખાતા પહેલા સાવધાન
    • અમદાવાદના બોપલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ
    • ગ્વાલીયા સ્વિટ્સનો રસ વાસી હોવાનો ગ્રાહકનો આરોપ
    • તૈયાર કેરીનો રસ અખાદ્ય, દુર્ગંધ મારતો હોવાનો આક્ષેપ
    • દુકાનદારને ફરિયાદ કરતા ગેરવર્તન કરાયું: ગ્રાહક
    • રૂપિયા પરત આપી રસ ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યાનો આરોપ
    • ગ્રાહકે વાસી રસ મુદ્દે AMCના આરોગ્ય વિભાગમાં નોંધાવી ફરિયાદ
    • વાસી અને અખાદ્ય રસનો દુકાન સંચાલકો સામે જ ઢોળી કર્યો નાશ
  • 12 Apr 2025 03:05 PM (IST)

    ‘જય ભીમ, જય સંવિધાન’ અભિયાન અંતર્ગત કોંગ્રેસ નેતાઓ અમદાવાદમાં વિશાળ રેલી યોજશે

    ફરી એકવાર બાબા સાહેબ આંબેડકર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. સંવિધાન બચાવોના નારા સાથે કોંગ્રેસ આંબેડકર જયંતીના દિવસે ચલાવશે અભિયાન. ‘જય ભીમ, જય સંવિધાન’ અભિયાન અંતર્ગત કોંગ્રેસ નેતાઓ અમદાવાદમાં વિશાળ રેલી યોજશે. પ્રથમ ચરણમાં દેખાવો બાદ કોંગ્રેસ બીજા ચરણમાં પદયાત્રા યોજશે. કોંગ્રેસે ભાજપ પર સંવિધાનને ભૂલવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ભાજપે પણ આંબેડકર જયંતીએ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. વળતો પ્રહાર કરતા ભાજપે કોંગ્રેસ પર, બાબા સાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો.

  • 12 Apr 2025 12:46 PM (IST)

    અમદાવાદઃ વેજલપુરની અરવલ્લી સોસાયટીમાં મારામારી

    • અમદાવાદઃ વેજલપુરની અરવલ્લી સોસાયટીમાં મારામારી
    • 3 શખ્સોએ પૂરઝડપે ગાડી ચલાવી સોસાયટીના સભ્યોને કર્યા પરેશાન
    • ત્રણેયને સમજાવવા જતા સોસાયટીના સભ્યોને માર માર્યો
    • સોસાયટીના સીસીટીવી કેમેરાને તોડી પાર્કિંગમાં રહેલા વાહનોમાં પણ કરી તોડફોડ
    • સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ કેદ
    • પોલીસ ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દેવાની આપી ધમકી
    • એઝાઝ ઘાંચી, સાજીદ હનીફ ભાઈ અને ઝહર ઉર્ફે કવ્વાલ શેખ સામે નોંધાઈ ફરિયાદ
    • વેજલપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી
  • 12 Apr 2025 12:45 PM (IST)

    રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા

    • રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
    • રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન
    • સરકારી-ગ્રાન્ટેડ શાળામાં કે RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
    • પાસ થયેલ 25 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 ની સ્કોલરશીપ માટે પસંદગી પામશે
    • પરીક્ષાનું પ્રશ્ન પત્ર 120 ગુણનું તેમજ લખવા માટે 150 મિનિટ આપવામાં આવશે
    • પરીક્ષા બહુ વિકલ્પ સ્વરુપની અને વિવિધ હેતુલક્ષી સ્વરુપની રહેશે
    • આદિજાતી વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરીટના આધારે પ્રવેશ મળશે
  • 12 Apr 2025 12:11 PM (IST)

    આંબેડકર જયંતીએ કોંગ્રેસ ચલાવશે ‘જય ભીમ, જય સંવિધાન’ અભિયાન

    • આંબેડકર જયંતીએ કોંગ્રેસ ચલાવશે ‘જય ભીમ, જય સંવિધાન’ અભિયાન
    • કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં યોજશે રેલી
    • પ્રથમ ચરણમાં દેખાવો બાદ કોંગ્રેસ બીજા ચરણમાં યોજશે પદયાત્રા
    • રાહુલ ગાંધી પણ સંવિધાન મુદ્દે ભાજપને ઘેરવાનો કરશે પ્રયાસ
    • અધિવેશનમા રાહુલ ગાંધીએ દલિત અને વંચિતો માટે લડત લડવા કર્યું હતું આહવાન
    • કેન્દ્રીય મંત્રીના આંબેડકરના નિવેદન બાદ કોંગ્રેસે દેશભરમાં કાર્યક્રમ યોજવાનું કર્યું છે આયોજન
  • 12 Apr 2025 11:58 AM (IST)

    ભાવનગર: માવઠાએ ખોલી મહાનગરપાલિકાની પોલ

    • ભાવનગર: માવઠાએ મહાનગરપાલિકાની પોલ ખોલી
    • કુંભારવાડા-માઢીયા રોડ પર રસ્તા પર ભરાયા પાણી
    • કૈલાશ વાડી વિસ્તારમાં નથી ઓસર્યા વરસાદી પાણી
    • માવઠાના 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા હાલાકી
    • સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા
    • ઉનાળામાં આવી સ્થિતિ, તો ચોમાસામાં શું હાલત હશે?
    • શુક્રવારે સાંજે શહેરમાં વરસ્યો હતો કમોસમી વરસાદ

    ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે વરસાદના પાણી ભરાઈ નહી તે માટે લાખો રૂપિયા ખર્ચે છે. 70થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી છે.

  • 12 Apr 2025 11:55 AM (IST)

    ભરૂચ: પતિએ બિલ્ડિંગના સાતમા માળેથી લગાવી છલાંગ

    • ભરૂચ: પતિએ બિલ્ડિંગના સાતમા માળેથી લગાવી છલાંગ
    • અંકલેશ્વરના સાંઇ ગોલ્ડન બિલ્ડિંગ ખાતેની ઘટના
    • મોતની છલાંગ લગાવતા CCTV આવ્યા સામે
    • ગંભીર ઇજાના કારણે પતિનું મોત
    • ઘર કંકાસના કારણે દંપતી આપઘાત તરફ પ્રેરાયાનું અનુમાન
    • સાંઇ ગોલ્ડનના 712 નંબરના ફ્લેટમાં રહેતા શેખ દંપતી
    • બી-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ
  • 12 Apr 2025 11:30 AM (IST)

    સુરત: 118 રત્ન કલાકારોના પાણીમાં ઝેરી પદાર્થ નાખનારો પકડાયો

    • સુરત: 118 રત્ન કલાકારોના પાણીમાં ઝેરી પદાર્થ નાંખવાનો કેસ
    • કાપોદ્રા પોલીસે આરોપી નિકુંજની કરી ધરપકડ
    • મોબાઇલ ડેટાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી
    • આરોપીએ 12 દિવસ પહેલા ખરીદ્યું હતું સેલફોસ પાઉડર
    • સરથાણા વિસ્તારની મેડિકલમાંથી ખરીદ્યું હતું સેલફોસ
    • મેડિકલમાંથી સેલફોસ ખરીદતા CCTV આવ્યા સામે
    • નિકુંજે મિત્ર પાસેથી ₹ 8 લાખ ઉધાર લીધા હતા
    • ઉધારી ચૂકવી નહીં શકતા આપઘાતનો વિચાર કર્યો હતો
    • પાણીના ફિલ્ટર પાસે જઇ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો
    • ગ્લાસમાં ઝેરી દવા નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો
    • હિંમત ના થતા પાણીના ફિલ્ટર પાસે ઉભો રહી ગયો હતો
    • કાપોદ્રા પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી
  • 12 Apr 2025 10:42 AM (IST)

    સુરત: સરકારી શાળામાં એડમિશન માટે લાગી લાઈનો

    • સુરત: સરકારી શાળામાં એડમિશન માટે લાગી લાઈનો
    • મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો
    • સવારે 5:00 વાગ્યાથી વાલીઓ જોડાયા કતારમાં
    • 500ની ક્ષમતા સામે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ એડમિશનની રાહમાં
    • સરકારી શાળા નં-334માં નથી લેવામાં આવતી એકપણ રૂપિયો ફી
    • હાલ વિકટ પરિસ્થિતિમાં રત્નકલાકારોની પહેલી પસંદ બની આ સરકારી શાળા
    • વિના મૂલ્યે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું હોવાનો દાવો

    વાલીઓ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી ખાનગી શાળામાં એડમિશન માટે પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ સુરતમાં તો એક સરકારી શાળામાં એડમિશન માટે લોકો આતુર બન્યા છે. મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં શાળા નં-334, 346 અને 355 કાર્યરત છે. અહીં કોઈપણ પ્રકારની ફી વસૂલ્યા વિના વિદ્યાર્થીઓને એવું શિક્ષણ અપાય છે કે જે ખાનગી શાળાઓને પણ ટક્કર મારે. અને એ જ કારણ છે કે દર વર્ષે વાલીઓ તેમના બાળકોને આ શાળામાં એડમિશન મળે તે માટે કતારો લગાવતા હોય છે.

  • 12 Apr 2025 09:17 AM (IST)

    વક્ફના વિરોધમાં ભડકે બળ્યુ બંગાળ, મુર્શિદાબાદમાં હિંસામાં 3ના મોત

    શુક્રવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં વક્ફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા. એટલુ જ નહીં આતંકીઓના પોસ્ટર સાથે તેઓ વિરોધ કરતા જોવા મળ્યા હતા. આ તરફ મુર્શિદાબાદ જિલ્લામાં અનેક પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને અનેક વાહનોને આગને હવાલે કર્યા હતા. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો અને બોમ્બમારી કરી હતી. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યાર પથ્થરમારામાં 10 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

  • 12 Apr 2025 08:10 AM (IST)

    સાંસદ ગેનીબેન અંગે વિવાદીત પોસ્ટ કરનાર યુવકે માગી માફી

    • સાંસદ ગેનીબેન ઠાકોર અંગે વિવાદીત પોસ્ટનો મામલો
    • કોંગ્રેસના વિરોધ બાદ પોસ્ટ કરનારા યુવકે માગી માફી
    • ચિંતન મહેતાએ ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી
    • પાટડીના નવરંગપુરા ગામના યુવકે કરી હતી વિવાદીત પોસ્ટ
    • કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ બાદ પોસ્ટ હટાવી માગી માફી
  • 12 Apr 2025 08:09 AM (IST)

    ગાંધીનગર સેક્ટર 4માં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 4 ફાયર ફાઈટર્સ દાઝ્યા

    • ગાંધીનગર સેક્ટર 4માં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ
    • ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવતી થયો બ્લાસ્ટ
    • બ્લાસ્ટની ઘટનામાં 4 ફાયર ફાયરો દાઝ્યા
    • ઘાયલ જવાનોની ગાંધીનગર સિવિલમાં સારવાર
  • 12 Apr 2025 08:08 AM (IST)

    ચૈત્રી પૂર્ણિમાએ યાત્રાધામ બહુચરાજીમાં જામી માઈ ભક્તોની ભીડ

    મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માઈ ભક્તોની ભીડ જામી છે. બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ હોવાથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે. દેશ અને રાજ્યભરમાંથી ભક્તોનો અવિરત પ્રવાહ બહુચારજી ખાતે ઉમટ્યો છે. માતના દર્શન કરીને ભક્તો ભવ્યતા અનુભવી રહ્યા છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે..

  • 12 Apr 2025 08:06 AM (IST)

    આજે શનિવાર અને હનુમાન જયંતિનો અનોખો પાવન સંયોગ

    આજે ચૈત્રી પૂર્ણિમાનો દિવસ એટલે હનુમાન જન્મોત્સવનો પાવન અવસર અને સાથે જ શનિવારનો અનોખો સંયોગ. સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી વહેલી સવારે 5 કલાકે દાદાની ભવ્ય મંગળા આરાતી થઈ. જેમાં મોટો સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી વખતે ભવ્ય આતાશબાજીથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. મંદિરની શોભા કંઈ ઓર જ નીખરી ઉઠી હતી. દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી. તેને પ્રસાદ રૂપે ભક્તોમાં વહેંચવામાં આવી હતી. સાથે મંદિર પરિસરમાં સવારે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન છે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપશે અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. સવારે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે સવારે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે. સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દીવડાઓથી સંતો-ભક્તો કષ્ટભંજનદેવની સામુહિક આરતી ઉતારશે.

  • 12 Apr 2025 08:04 AM (IST)

    રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ થઈ દોડતી

    રાજકોટની કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી. ધમકી મળતા જ ક્રાઈમ બ્રાંચ, SOG અને ડોગ સ્ક્વોર્ડ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને સધન સર્ચ કરાઈ હતી.. જો કે આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.. સર્ચમાં કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હવે સવાલ એ છે કે ધમકીભર્યો ઈમેલઈ કોણે ? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  • 12 Apr 2025 08:03 AM (IST)

    વડોદરાઃ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    • વડોદરાઃ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • કલેકટર ઓફિસને મળ્યો હતો ધમકી ભર્યો મેઇલ
    • પોલોસે કલેકટર કચેરી સંકુલમાં તપાસ હાથ ધરી
    • પોલીસ તપાસમાં કશું જ વાંધાજનક ન મળતા હાશકારો
    • ગઇકાલે ધનોરાની GIPCLને બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી
    • ધમકી આપનારની શોધખોળ માટે સાયબર ક્રાઇમની ટીમ કામે

Published On - Apr 12,2025 8:01 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">