AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં આગ લાગતા બળીને થઈ ખાક

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2026 | 8:15 AM
Share

Gujarat Live Updates આજ 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં આગ લાગતા બળીને થઈ ખાક

LIVE NEWS & UPDATES

  • 11 Oct 2026 08:15 AM (IST)

    દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં આગ લાગતા બળીને થઈ ખાક

    દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી દેવગઢ બારીઆ તરફ આવતી સરકારી ST બસમાં અચાનક લાગી આગ. એસટી બસમાં આગ લાગતા જ ડ્રાઇવર સહિત કંડકટર તેમજ અન્ય પેસેન્જર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા. જોત જોતા માં બસમાંથી આગના ગોટેગોટા નીકળતા ભયનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે. ફાયર પહોંચ તે પહેલા જ બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ. એસટી બસમાં આગ લાગવાના બનાવને લઈ પોલીસ તંત્ર તેમજ એસટી વિભાગ ઘટના સ્થળે આગની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા.  ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. St બસ માં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે આગ ની ઘટના માં કોઈ જાન હાનિ નહીં

  • 11 Oct 2026 08:13 AM (IST)

    રાજકોટ ભાવનગર હાઈવે પર કાળીપાટ નજીક કાર અને બાઇક વરચે સર્જાયો અક્સ્માત

    રાજકોટ ભાવનગર હાઈવે પર કાળીપાટ નજીક કાર અને બાઇક વરચે સર્જાયો અક્સ્માત. સ્થાનિકોએ જણાવ્યા મુજબ એક કારે, બાઇકને ટક્કર મારતા બાઇક બીજા બાઇક સાથે અથડાયું. કાર અને બાઇક વરચે અક્સ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

  • 11 Oct 2026 07:46 AM (IST)

    CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે CJP અને SFI દ્વારા આજે પણ દિલ્હીમાં યોજાશે વિરોધ પ્રદર્શન

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા આજે વિરોધ પ્રદર્શન યથાવત રાખવાની જાહેરાત કરી છે. આ બન્ને સંગઠનોએ સંગઠનોએ જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવાની જાહેરાત

  • 11 Oct 2026 07:36 AM (IST)

    વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મારામારીની ઘટના

    વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મારામારીની ઘટના થવા પામી હતી. શ્રી રામ ટમટમ નજીક પાર્કિંગ મુદ્દે થયો ઉગ્ર વિવાદ. સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિને ઢોર માર માર્યાનો આક્ષેપ. ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક દોડી આવી. મારામારીના બનાવથી વિસ્તારમાં ભય અને રોષનો માહોલ. પોલીસ દ્વારા તપાસ શરૂ, સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી.

  • 11 Oct 2026 07:30 AM (IST)

    આજે ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણી

    ગુજરાતના પાટનગર ગાંધીનગર, મહાનગર પાલિકાની આજે ચૂંટણી યોજાનાર છે. ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની સાથોસાથ થરા અને ઓખા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાનાર છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના  11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન યોજાશે. આગામી 13 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર કરાશે.

  • 11 Oct 2026 07:14 AM (IST)

    જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે વ્યક્તિના મોત

    જામનગર શહેરના અંધાશ્રમ ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતાં બે પુરુષોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી. મૃતદેહોને પંચનામા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકોની ઓળખ અને ઘટનાની વધુ વિગતો અંગે સત્તાવાર માહિતી તપાસના અંતે આવશે સામે.

આજે 11 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 11,2026 7:12 AM

Follow Us
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
g clip-path="url(#clip0_868_265)">