10 નવેમ્બરના મહત્વના સમાચાર : BJPએ સસ્પેન્ડ કર્યા બાદ બોલ્યા માવજી પટેલ, પાર્ટીએ શું આપ્યુ હતુ તે લઈ લેશે ? પાર્ટીની નહીં પ્રજાની મહેરબાનીએ જીવીએ છીએ
આજે 10 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ઝારખંડમાં એક વિશાળ રોડ શો યોજવાની સાથે બે રેલીઓને સંબોધિત કરવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે 10.15 વાગ્યે મુંબઈમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહેશે. સાથે જ મહાવિકાસ આઘાડી દ્વારા પણ સંપૂર્ણ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ હાજર રહેશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મઝવાન અને કટેહરીમાં જાહેર સભાઓ કરશે. આ પછી તેઓ મહારાષ્ટ્ર અને ઝારખંડના પ્રવાસે પણ જશે. આજના દિવસના મોટા અને મહત્વના સમાચાર અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
પંચમહાલ: ફરી એક વાર TV9ના અહેવાલની ધારદાર અસર
- પંચમહાલ: ફરી એક વાર TV9ના અહેવાલની ધારદાર અસર
- ગોધરાની શિવમ હોસ્પિટલના ભોંયરામાં ઉભા કરેલા વોર્ડ થયા બંધ
- પાર્કિંગની જગ્યામાં બનાવેલો 20 બેડનો વોર્ડ બંધ કરાયો
- આયુષ્માન કાર્ડના દર્દીને ભોંયરામાં અપાતી હતી સારવાર
- હોસ્પિટલ સંચાલકોને પોતાની ભૂલનું થયું ભાન
- અગાઉ પાલિકાએ બેદરકારી બદલ હોસ્પિટલને પાઠવી હતી નોટિસ
- પાલિકાએ નોટિસ પાઠવી હોસ્પિટલ પાસેથી ખુલાસો માગ્યો હતો
- શિવમ હોસ્પિટલના સ્ટ્રક્ચર અને મંજૂરી અંગે કરાઇ તપાસ
-
ચાંદખેડામાં સંખ્યાબંધ કબૂતરના શંકાસ્પદ મોત
- અમદાવાદઃ ચાંદખેડામાં સંખ્યાબંધ કબૂતરના શંકાસ્પદ મોતની ઘટના
- નેચર ટ્રસ્ટ દ્વારા મૃત કબૂતરોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
- પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે કબૂતરના મોતના કારણો
- સ્થાનિક લોકોએ મનપા તંત્ર સામે કર્યા આક્ષેપ
- “ઘટનાની જાણ મનપા અને સરકારી સંસ્થાને કરાઇ છતાં કોઇ ના આવ્યું”
- “અંતે NGOના કાર્યકરોએ સ્થળ પર આવીને કામગીરી કરી”
-
-
11થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહદર્શન બંધ
- જૂનાગઢ: 11થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહદર્શન બંધ
- પરિક્રમા કરવા આવેલા ભક્તો અને વન્યજીવોની સલામતીને લઈ તંત્રનો નિર્ણય
- પરિક્રમાના રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય તેને લઈ નિર્ણય લેવાયો
- ગિરનારમાં પરિક્રમાના રૂટ નજીક જ આવેલો છે નેચર સફારી પાર્કનો રૂટ
-
વાવનો ગઢ જીતવા એડીચોટીનું જોર.. સમાજના શરણે રાજકીય પક્ષો
વાવની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે મતદારોનો સાથ મેળવવા રાજકીય પક્ષો સમાજની શરણે છે. બંને મુખ્યપક્ષોની વાત કરીએ તો, ભાજપે વાવ બેઠક પર બ્રહ્મ સમાજનું સંમેલન બોલાવીને ભૂદેવોના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો. તો ભાજપના પ્રધાનો પણ ગામડા ખુંદીને ખાટલા પ્રચાર કરી રહ્યા છે. આ તરફ કોંગ્રેસે પણ લગાવ્યું છે એડીચોટીનું જોર. કોંગ્રેસે માલધારી સંમેલન યોજીને માલધારી સમાજના મતો અંકે કરવાનો પ્રયાસ કર્યો. ભાજપ કોંગ્રેસના આક્રમક પ્રચાર વચ્ચે માવજી પટેલ વિરૂદ્ધ કાર્યકવાહી કરવામાં આવી. પક્ષમાં બળવો કરવા બદલ ભાજપે માવજી પટેલને પાણીચું પકડાવી દીધુ અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા. ત્યારે અંતિમ ઘડીનો ચૂંટણી પ્રચાર કોને ફાયદો કરાવે છે તે પરિણામ પરથી સ્પષ્ટ થશે.
-
પોરબંદરઃ ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભામાં હોબાળો
- પોરબંદરઃ ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભામાં હોબાળો
- વર્તમાન પ્રમુખ સામે પૂર્વ પ્રમુખ અને સભ્યોનો ઉગ્ર વિરોધ
- સામાન્ય સભામાં હોદ્દેદારો અને સભ્યો વચ્ચે બોલાચાલી
- ઉગ્ર બોલાચાલીને પગલે પોલીસ બાલાવવી પડી
- સામાન્ય સભા ગેરકાયદે રીતે બોલાવી હોવાની રજૂઆત
-
-
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય
ગીર-સોમનાથઃ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મોટી રાઈડ્સ ચાલુ કરવા માટે સ્ટોલ ધારકો માગણી કરી રહ્યા છે. સોમનાથમાં 11થી 15 નવેમ્બર દરમિયાન મેળાનું આયોજન છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ મોટી રાઈડ્સ અને ચકડોળને મંજૂરી મળી નથી..અને મંજૂરી વગર મોટી રાઈડ્સનું સંચાલન શક્ય નથી. રાઈડ્સ સંચાલકોએ ટ્રસ્ટની આવેદન પત્ર આપીને રાઈડ્સ શરૂ કરવા માગણી કરી છે.
-
અમદાવાદમાં પોલીસ કંટ્રોલરૂમમાં ખોટા ફોન કરનારો ઝડપાયો
અમદાવાદમાં પોલીસ કંટ્રોલ રૂમને ખોટા મેસેજ કરનાર ઝડપાઈ ગયો છે. પકડાયેલા આરોપીએ, અમરાઈવાડીમાં વિસ્તારના ખોટા કંટ્રોલ મેસેજ કર્યા હતા. દેવેન્દ્ર સોલંકી નામના ગોમતીપુરના યુવકનીપોલીસે ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં લુખ્ખાઓ તલવાર લઈને ફરે છે તેવો કંટ્રોલરૂમને મેસેજ કર્યો હતો. અમરાઈવાડી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
દિવાળીમાં ગાંધીનગર ST ડેપોએ વધારાની બસ દોડાવીને 24 લાખની આવક કરી
દિવાળી તહેવારમાં ગાંધીનગર એસટી ડેપોએ વધારાની બસો દોડાવી ડબલ આવક કરી છે. દિવાળી તહેવાર દરમિયાન 26 ઓક્ટોબરથી થી લઈ 31 ઓક્ટોબર સુધીમાં કુલ 342 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું. દિવાળી તહેવારમાં ગાંધીનગર એસ.ટી ડેપો એ કુલ 24 લાખની આવક કરી છે. આ ટ્રીપો દરમિયાન કુલ 11468 મુસાફરોએ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ લીધો હતો.ગાંધીનગરથી સુરત, પોરબંદર સહિત 7 ટ્રીપો ઓનલાઈન મુકવામાં આવી હતી.
-
ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ કર્યો આપઘાત
પંચમહાલમાં ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કર્યો છે. કિશન ભુરીયા નામના કર્મચારીએ પાણીમાં કૂદીને આપઘાત કર્યો છે. પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાં પાણીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આપઘાત કરવાનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
-
ભાવનગરમાં ડૉક્ટરના મર્ડર કેસમાં 8 આરોપીની ધરપકડ
ભાવનગરમાં ડૉક્ટરના ચકચારી મર્ડર કેસમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર બી ડિવિઝન વિસ્તારમાં ડોક્ટરની દિવાળી સમયે હત્યા કરાઈ હતી. મૃતકના દિકરા ઉપર પણ છરીથી જીવલેણ હુમલો કરાયો હતો. યોગીનગરમાં રોડ વચ્ચે નાચગાન કરતા યુવકોને દુર હટવાનું કહેતા હુમલો કર્યો હતો. ડૉક્ટરનું સ્થળ પર જ નિપજ્યુ હતુ મોત.
-
સસ્પેન્શન મુદ્દે માવજી પટેલનું નિવેદન, ભાજપે મને કશું આપ્યુ નથી, મારી પાસેથી શું લેશે ? અમે પાર્ટીની નહીં, પ્રજાની મહેરબાનીએ જીવીએ છીએ
વાવ પેટાચૂંટણી આડે હવે માત્ર બે દિવસ રહ્યાં છે ત્યારે ભાજપને એકાએક પક્ષના બળવાખોર ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું યાદ આવ્યું અને સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે વાવ બેઠકના ઉપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડેડ અગ્રણી માવજી પટેલે કહ્યું ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે. શું કરવું અને શું ના કરવું એ મારા હાથની વાત છે. ભાજપ એ કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ?
લાલજીભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પણ કશું ભાજપે આપ્યુ નથી. આપ્યું તો જામાભાઈ ને પણ કશુ નથી. ભાજપ ગમે તે પગલું ભરે,અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય. સિંહ સામે આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું.અમે કોઈ પાર્ટીની મહેરબાની પણ નથી જીવતા અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.
-
જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં બે જવાન ઘાયલ થયા છે. આ સિવાય ગુપ્તચર એજન્સીઓને શ્રીનગરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પણ મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે જવાનો ત્યાં પહોંચ્યા તો આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. જવાનો દ્વારા પણ જવાબી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
-
સુરતના હીરા ઉદ્યોગમાં વેકેશન લંબાયું, 18 નવેમ્બર ને બદલે 25 નવેમ્બરે ખુલી શકે છે કારખાના
સુરતના હીરા ઉદ્યોગમાં વેકેશન લંબાયું છે. 21 દિવસનું વેકેશન વધારીને 30 દિવસનું થયું છે. મંદીને કારણે પ્રથમ વખત દિવાળી વેકેશન લંબાયું છે. 18 નવેમ્બર ને બદલે 25 નવેમ્બર સુધી ખુલી શકે છે હીરા ઉદ્યોગો. પ્રથમ વખત એક સાથે નહીં પરંતુ તબક્કાવાર હીરા કારખાના ખુલી રહ્યા છે. મોટા હીરા યુનિટોના વેકેશન લંબાયા છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની મોટા હીરા ઉદ્યોગો પર અસર થવા પામી છે. આવતીકાલથી નાના યુનિટો તબક્કાવાર શરૂ થશે.
-
ચૂંટણી આડે બે દિવસ પહેલા ભાજપ જાગ્યું, અપક્ષ લડતા માવજી પટેલને કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ એકાએક ભરઊંધમાંથી જાગ્યુ હોય તેવો ઘાટ થયો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની સામે ચૂંટણી લડતા માવજીભાઈ પટેલને, પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં છે. માત્ર માવજીભાઈ પટેલ જ નહી, પરંતુ તેમને સાથ અને સહકાર આપનારા ભારતીય જનતા પાર્ટીના અન્ય ચાર લોકોને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
-
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવા મહેશ ગિરિબાપુની માંગ
જૂનાગઢના મહેશગિરિ બાપુએ એક નિવેદન કરીને વિવાદ છેડ્યો છે. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવા માટે તેમણે માંગ કરી છે. બદઉદ્દીન ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. કોલેજનું નામ બદલવાની જરુર છે. શહેરના નામ બદલાતા હોય તો આ કોલેજનું પણ નામ બદલાવુ જોઈએ.
-
ચાંદખેડા પોલીસે ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી
ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં ચંપાવત ફાર્મ પાસેથી ચાંદખેડા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મોટેરા વિસ્તારમાં ચંપાવત ફોર્મ પાસેથી 1.42 લાખ કિંમતનો 14 કિલો 250 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજસ્થાનથી મંગાવેલો ગાંજો સુભાષબ્રિજ નજીક પ્રવીણ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો.
-
કાશ્મીરમાં સુરતના પ્રવાસીઓને અમદાવાદના ટૂર ઓપરેટર્સે છેતર્યાનો આક્ષેપ
દિવાળી વેકેશનમાં જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને કડવો અનુભવ થયો છે. સુરતના મુસાફરો સાથે નયા ભારત ટૂર ઓપરેટરે છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે. કલ્પેશ પનારા પાસેથી જમ્મુ કશ્મીરની ટૂરનુ બુકિંગ કરાવ્યુ હતુ. જેના માટે 5 કપલે 4.5 લાખનું પેકેજ બુક કરાવ્યું હતું. કાશ્મીર પહોચ્યા બાદ ત્યાના ટૂર ઓપરેટરે ત્રણ દિવસ કાશ્મીરમાં ફેરવ્યા બાદ ફેરવવાની ના પાડી દીધી. કલ્પેશ પનારાએ કાશ્મીરના ઓપરેટરને પેમેન્ટ ના કરતા પ્રવાસીઓને હોટેલમાં રહેવા પણ ના દીધા. પ્રવાસીઓએ એડવાન્સ પેમેન્ટ કરી દીધું હોવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર ફોન કરતા ફ્લાઈટની રિટર્ન ટિકિટ કેન્સલ કરી દેવાની ચીમકી આપતા હોવાનો દાવો કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં મુશ્કેલીમાં મુકાયેલ, સુરતના પ્રવાસીઓએ એક વીડિયો બનાવીને તંત્રની મદદ માંગી છે.
-
ગાંધીનગરમાં સૌથી ઓછુ, વેરાવળમાં સૌથી વધુ તાપમાન, જાણો કયા શહેરમાં ઠંડીનો પારો ક્યાં અટક્યો
આજે રવિવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)
- અમદાવાદ 21
- અમરેલી 19.6
- વડોદરા 19.4
- ભાવનગર 21.6
- ભુજ 22.7
- ડીસા 20.7
- ગાંધીનગર 18.6
- નલિયા 20.5
- પોરબંદર 20. 4
- રાજકોટ 20.2
- સુરત 21.8
- વેરાવળ 23.7
-
જમ્મુ-કાશ્મીરના જબરવાન જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સૈનિકોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે બાદ જબરવાન જંગલ વિસ્તારમાં ઓપરેશન દરમિયાન ફાયરિંગ થયું હતું. આ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
A joint Police and security forces operation was launched in Zabarwan forest area of #Srinagar based on specific intelligence about the presence of #terrorists. An exchange of fire ensued during the operation. Further details will follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 10, 2024
-
ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારીએ, યુવતીને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ
ઉમરેઠ શહેરમાંથી ગઈકાલે મૃત નવજાત શિશુ મળવાનો મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારીનું કારસ્તાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરમાં કામ કરતી યુવતીને, પૂજારીએ અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ કરાયો છે. મંદિરનો પૂજારી, યુવતીને ધાક ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો. યુવતીને પાંચથી છ માસનો ગર્ભ હતો. ગઇકાલે વહેલી સવારે યુવતી ઘરની બહાર શૌચાલય જવા ગઈ, જ્યાં બાળક બહાર આવી ગયુ હતું. યુવતીને પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાઈ છે. ભોગ બનનારી યુવતીએ, પરિવારજનો એ પોલીસ સમક્ષ ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારી પર બળાત્કારનો લગાવ્યો આરોપ. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ આરંભી છે.
-
અમિત શાહ આજે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈમાં સવારે 10.15 વાગ્યે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો કાર્યક્રમ ખાનગી હોટલમાં યોજાશે. આ પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણીઓ માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેણે પાંચ મોટી ગેરંટીનું વચન આપ્યું છે.
-
વલસાડમાં ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારની ફેક્ટરીમાં આગ, જુઓ વીડિયો
વલસાડ જિલ્લાના ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. જો કે જાનમાલને નુકસાન અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. સત્તાવાર માહિતી સામે આવતા સ્થિતિ સ્પષ્ટ થશે.
#WATCH | Gujarat: Fire breaks out at a plastic factory in Umargam Industrial Area of Valsad district. Fire tenders are present at the spot. Further details awaited. pic.twitter.com/qD3zFBXIGu
— ANI (@ANI) November 9, 2024
Published On - Nov 10,2024 7:24 AM