AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

09 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, વડાપ્રધાન મોદીના 25 વર્ષની સફરને અભિનંદન ઠરાવ કરાશે પસાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2026 | 8:19 AM
Share

આજે 09 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, વડાપ્રધાન મોદીના 25 વર્ષની સફરને અભિનંદન ઠરાવ કરાશે પસાર

LIVE NEWS & UPDATES

  • 09 Oct 2026 08:19 AM (IST)

    શિયાળા પહેલાં જ ગુજરાતમાં ગરમીએ કાઢ્યો પરસેવો, રાજકોટમાં પારો 39.6 ડિગ્રીને પાર

    ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યનાં 10 શહેરોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 39.6 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. બીજી તરફ, અમદાવાદ અને વડોદરામાં 37.6 ડિગ્રી જ્યારે સુરતમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત પહેલાં વાતાવરણમાં ધીમે ધીમે ઠંડકનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વખતે ઊંચા તાપમાનને કારણે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 09 Oct 2026 07:42 AM (IST)

    ગાંધીનગરમાં આજે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, વાયબ્રન્ટ ગુજરાત સહિતના મુદ્દે થશે ચર્ચા

    ગાંધીનગરમાં આજે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સફરને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આગામી સપ્તાહે વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈને રાજ્ય સરકારના અધિકારીઓ અને મંત્રીઓ વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેની તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે. બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓના આંદોલનને લઈને સરકારે લીધેલા પગલાં અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત સમાન નાગરિક સંહિતા (UCC)ના નિયમો, નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના બંદોબસ્ત સહિતના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ બેઠકના એજન્ડામાં સામેલ થઈ શકે છે.

આજે 09 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 09,2026 7:42 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">