08 ઓક્ટોબરના મહત્વના સમાચાર : કચ્છ અને વલસાડમાં આવ્યા ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર 3.1 અને 2.9 ની નોંધાઈ તિવ્રતા
આજે 08 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 08 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કચ્છ અને વલસાડમાં આવ્યા ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર 3.1 અને 2.9 ની નોંધાઈ તિવ્રતા
ગુજરાતમાં આજે સાંજે વલસાડ અને બપોરના સમયે કચ્છમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. સાંજના 7 વાગીને 16 મીનિટે વલસાડમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા 3.1 રિકટર સ્કેલ પર નોંધાઈ હતી. ભૂકંપનુ આ કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશમાં 44 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે કચ્છના દુધઈથી 28 કિમી દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આજે બપોરના 3 વાગીને 6 મીનિટે આવેલા ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી.
-
મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલવા એક વિશેષ કમિટી રચાશે
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દાઓને લઈને કરવામાં આવી રહેલી હડતાલના સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મહેસૂલ રાજ્યકક્ષાના પ્રધાન સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અંગે વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા મંડળ સાથે વિસ્તૃત વિગતો મેળવીને, રાજ્યના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્નોનો કાયમી અને દૂરોગામી ઉકેલ લાવવાનો અભિગમ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય જટિલતા કે પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
-
-
હિંમતનગરમાં NSSના વિદ્યાર્થીઓ પર ભમરાઓએ કર્યો હુમલો, 20 વિદ્યાર્થી- 3 ફોરેસ્ટ ઓફિસરને માર્યા ડંખ
સાબરકાંઠાના હિંમતનગરમાં વિદ્યાર્થીઓ પર ભમરાઓએ હુમલો કર્યો છે. NSSના વિદ્યાર્થીઓના કેમ્પ પાસે કાર્યક્રમના ઘોંઘાટ દરમિયાન ઉડ્યા ભમરા. વનભ્રમણ કરવા આવ્યા હતા NSSના વિદ્યાર્થીઓ. 20 જેટલા વિદ્યાર્થીઓને ભમરાએ ડંખ માર્યા. વિદ્યાર્થીઓને બચાવવા ગયેલા 3 ફોરેસ્ટ કર્મીઓને પણ ભમરાએ ડંખ માર્યા. વિદ્યાર્થીઓને ગાંભોઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા. ફોરેસ્ટના ત્રણેય કર્મચારીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા.
-
સાઉદી અરેબિયાના રિયાદ જતી 5 ફ્લાઈટ રદ કરતું ઈન્ડિગો, એર ઈન્ડિયાએ 10 ઓક્ટોબર સુધી સ્થગિત કરી ફ્લાઈટ
હુથી બળવાખોરોએ આજે સાઉદી અરેબિયાના રિયાદ અને અભામાં એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતો.આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 36 ઘાયલ થયા હતા. જેને ધ્યાને લઈને ઇન્ડિગોએ રિયાદ જતી પાંચ ફ્લાઇટ રદ કરી છે, જ્યારે એર ઇન્ડિયાએ 10 ઓક્ટોબર સુધી રિયાદ જતી ફ્લાઇટ્સ સ્થગિત કરી છે.
-
સમાજ, જ્ઞાાતિના નામે મત માંગનારા ખોટા લોકોથી સાવધાન રહેવા હર્ષ સંઘવીની મતદારોને અપીલ
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કર્યો છે. ખોટા વાયદાઓ કરનારાથી અને મોટી વાતો કરનારાથી સાવધાન રહેવા મતદારોને તાકીદ કરી છે. તમારી તકલીફમાં જોડે રહેનાર સાથે ઊભા રહેજો તેમ હર્ષ સંઘવીએ કહ્યું. સમાજ, જ્ઞાાતિના નામે મત માંગનારા ખોટા લોકોથી સાવધાન રહેજો.
-
-
મોંઘવારીની સીધી અસર જોવા મળી ગરબા આયોજન ઉપર, પાસની કિંમતમાં થયો નોંધપાત્ર વધારો
સુરત શહેરમાં વિશ્વનો સૌથી લાંબો લોક નૃત્યોત્સવ એટલે કે આપણી ગરવી ગુજરાતની નવરાત્રી. મા અંબાની આરાધના અને ગરબાના તાલ પર ઝૂમવાનો પર્વ હવે સાવ નજીક આવી પહોંચ્યો છે. સમગ્ર ગુજરાત અને ખાસ કરીને હીરાનગરી સુરતમાં ગરબાના આયોજનોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે, આ વખતે નવરાત્રી મહોત્સવ પર પણ મોંઘવારીની સીધી અસર જોવા મળી રહી છે. ગરબા પાસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તો સવાલ એ છે કે પાસના ભાવો શા માટે વધ્યા છે અને શું વધતા ભાવ ખેલૈયાઓના ઉત્સાહને ઓછો કરી શક્યા છે ?
-
નર્મદાના ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડીયન તરીકે મુકાયેલા સુનિલ પટેલ અને તેમના સાગરીતોની દાદાગીરી કરતો વીડિયો થયો વાયરલ
નર્મદાના ધારીખેડા સુગર ફેક્ટરીમાં સભાસદોની યાદીને લઈને બબાલ થઈ હતી. સભાસદોની યાદી માંગવા બાબતે થયેલ બબાલ બાદ પોલીસ બોલાવી પડી, જેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના 3 દિવસ પેહલા બની હતી વીડિઓ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. કસ્ટોડીયન તરીકે મુકાયેલા સુનિલ પટેલ અને તેમના સાગરીતોની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો. સુગર ફેક્ટરીના કર્મચારીઓ સાથે ગાળાગાળી કર્યાના વીડિઓ વાયરલ થયા. સભાસદોની યાદીની માંગણીને લઈને સુનિલ પટેલ અને સાગરીતો દ્વારા હોબાળો. અગાઉ પણ સુનિલ પટેલ અને તેમના સાગરીતોને સભાસદોની યાદી આપવામાં આવી. તેમ છતાં ફરી યાદીની માંગણી કરી. સભાસદોને ગેરમાર્ગે દોરી સુગર ફેક્ટરીનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ. ચેરમેન ઘનશ્યામ પટેલને હટાવવા માટે સુનિલ પટેલ દ્વારા અગાઉ પણ અનેક પ્રયાસો કરાયા હોવાનો દાવો.
-
Instagram પર સસ્તામાં સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારા 5 ઝડપાયા
સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ. Instagram પર સસ્તામાં સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરી. ભુજ LCBએ 5 આરોપીઓને ઝડપી પાડ્યા. ભુજના ગીતા કોટેજ પાછળથી આરોપીઓ ઝડપાયા. આરોપીઓ પાસેથી 1 કિલો અસલી સોનું મળી આવ્યું. અસલી સોનાની કિંમત અંદાજે 1.50 કરોડ. 15 ડુપ્લિકેટ ગોલ્ડ બિસ્કિટ પણ મળી આવ્યા. ક્રેટા કાર અને 3 ટુ-વ્હીલર કબજે કરાયા. 9 મોબાઈલ ફોન સહિત 1,62,44,300નો મુદ્દામાલ જપ્ત. સુલતાન કુંભાર સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભુજ બી ડિવિઝનમાં ગુનો નોંધી તપાસ શરૂ છે.
-
વરસાદી પાણી ભરાઈ રહેતા, ગોડાઉનમાં રાખેલો સરકારી અનાજનો જથ્થો સડી ગયો, આખરે કરાઈ સાફ સફાઈ
વિરમગામ બાયપાસ રોડ પર આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં આખરે સાફ-સફાઇ હાથ ધરાઇ છે. લાંબા સમયથી દૂર્ગંધ મારતાં અનાજનો નિકાલ કરવામાં આવ્યો છે. સડેલાં અને ભીનાં અનાજમાંથી દૂર્ગંધ ફેલાતાં સમગ્ર મામલો સામે આવ્યો. સ્થાનિકો અને શાળાનાં બાળકો સહિતનાં તમામ લોકો થયા પરેશાન. લેખિત-મૌખિક રજૂઆત છતાંય ઢગલાં હટાવવાની તસ્દી પણ ન લેવાઇ. ચાલુ વર્ષે થયેલાં વરસાદને કારણે અનાજનો જથ્થો પલળીને સડી ગયો. વરસાદી પાણીનાં કારણે હજારો ટન અનાજ પલળતાં કરોડોનું થયુ હતું નુકસાન.
-
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, વચનોની કરાઈ લ્હાણી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. ‘આપણું ગાંધીનગર, આપણો સંકલ્પ’ સૂત્ર સાથે આગામી પાંચ વર્ષના વિકાસનું વિઝન રજૂ કરવામાં આવ્યું. ગાંધીનગરને સ્માર્ટ, સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક શહેર બનાવવાનો ભાજપનો સંકલ્પ.
- Ch-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની જાહેરાત
- રોડ નંબર-2 અને રોડ નંબર-3નો સ્માર્ટ રોડ તરીકે વિકાસ કરાશે
- Gh(ધ)-7થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ બનાવવાની જાહેરાત
- Kh (ખ)-2થી વાવોલ ઓવરબ્રિજના આયોજનને આગળ ધપાવાશે
- મહાનગરપાલિકાની શાળાઓમાં AI લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ વિકસાવાશે
- ગાંધીનગરમાં આધુનિક ‘નમો લાઇબ્રેરી’ વિકસાવવાનો સંકલ્પ
- મનપા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ગામોમાં પુસ્તકાલય અને વાંચન સુવિધાઓ ઊભી કરાશે
- કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં ગાંધીનગરમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન
- રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત
- ગાંધીનગરમાં આધુનિક સિટી સેન્ટર અને પરફોર્મિંગ આર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે
- મીના બજારનો પુનઃવિકાસ અને ઘ-5 ઓપન એર થિયેટરનું આધુનિકીકરણ કરાશે
- ગાંધીનગરમાં ડબલ ડેકર AC બસ સેવા શરૂ કરવાની દિશામાં આયોજન
- અંબાપુર વાવનો હેરિટેજ સાઇટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસ કરાશે
- સેક્ટર-1 તળાવનું રિડેવલપમેન્ટ કરી વોક-વે અને મનોરંજનની સુવિધાઓ ઊભી કરાશે
- ગોકુળપુરા, ફતેપુરા, આદીવાડા અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં શહેરી સુવિધાઓ વિકસાવાશે
- નાગરિકોની સુવિધા માટે મનપાની ઝોનલ ઓફિસો વિકસાવવાનો સંકલ્પ
- જરૂરિયાતમંદ પરિવારો માટે PM આવાસ યોજનાના અસરકારક અમલીકરણ પરભાર
- ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા મોબાઇલ ફૂડ સેફ્ટી ટેસ્ટિંગ લેબની વ્યવસ્થા કરાશે
- કચરાના નિકાલ માટે બાયોમાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરાશે
- પશુઓની સારવાર માટે આધુનિક એનિમલ હોસ્પિટલ વિકસાવાશે
- મહિલાઓના સ્વાસ્થ્ય માટે અલાયદા જીમ વિકસાવવાની જાહેરાત
- AI, રોબોટિક્સ, ડિજિટલ એજ્યુકેશન અને ડેટા સેન્ટર દ્વારા ગાંધીનગરને ટેક્નોલોજી ક્ષેત્રે આગળ લઈ જવાનો સંકલ્પ
- આગામી પાંચ વર્ષમાં ‘આદર્શ ગાંધીનગર’ના નિર્માણનું ભાજપનું લક્ષ્ય
-
ગોધરા નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારાનો વિરોધ, 1000 ટકા વધારો કરાયો હોવાનો આક્ષેપ
પંચમહાલ ગોધરા નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારાનો વિરોધ કરાયો છે. ભાડા વધારાને લઈને વેપારીઓએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી. 2023-24માં ભાડામાં અંદાજે 1000 ટકા વધારો કરાયો. ભાડા વધારાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. દર વર્ષે 10 ટકા ભાડા વધારાનો વેપારીઓએ વિરોધ કર્યો. અગાઉ વસૂલાયેલા દોઢ લાખ રૂપિયા ભાડામાં જમા લેવા માંગ. લાલબાગ બસ સ્ટેન્ડ ખસતાં ધંધા ઠપ થયાની વેપારીઓની રજૂઆત.
-
મોરબીના વાંકાનેરના ખાનપર ગામે વૃદ્ધની હત્યા
મોરબીના વાંકાનેરના ખાનપર ગામે વૃદ્ધની હત્યાનો બનાવ બન્યો છે. ગુમ યુવતી અંગે પૂછપરછ માટે પરિજનો ગયા હતાં યુવકના ઘરે. ઉશ્કેરાયેલા યુવકના પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો. હુમલામાં યુવતીના દાદા સગરામભાઈ સરવૈયાનું મોત થયું. માથાના પાછળના ભાગે ગંભીર ઈજાથી વૃદ્ધનું મોત થયું. વાંકાનેર પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો. તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી.
-
અરવલ્લીની પર્વતમાળાનાં સંરક્ષણને માટેની હાઈપાવર કમિટીએ ઈડરનાં લાલોડા વિસ્તારની લીઝની લીધી મુલાકાત
અરવલ્લીની પર્વતમાળાનાં સંરક્ષણને લઈ હાઈપાવર કમિટીએ ઈડરનાં લાલોડા વિસ્તારની લીઝની લીધી મુલાકાત. લાલોડા વિસ્તારમાં આખો ડુંગર જ ખાણીયાઓએ ખોદી નાખ્યો છે. લાલોડા વિસ્તારમાં થયેલાં ભારે ખોદકામનાં સ્થળનું કરાયુ નિરીક્ષણ. સુપ્રિમ કોર્ટે રચેલી હાઈપાવર કમિટીએ રુબરુ નિરીક્ષણ કર્યું. સ્થળ નિરીક્ષણ બાદ હિંમતનગરમાં બેઠક યોજાશે. અધિકારીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો, લીઝધારકો પણ ઉપસ્થિત રહેશે. ઈડર ગઢ બચાવ અભિયાનમાં જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓ પણ બેઠકમાં જોડાશે. જેમાં સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવશે.
-
છેતરપિંડીનો નવો કિમીયો, રોકડા લઈને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં છેતરાયો ફરિયાદી
અમદાવાદના કાલુપૂર રેલવે સ્ટેશને મુસાફરને રોક઼ડાની સામે ઓનલાઇન ટ્રાન્સફરના બહાને છેતરપિંડી આચરવામાં આવી. કાલુપુર રેલવે સ્ટેશન બહાર ફરિયાદી સાથે 2 લાખની છેતરપિંડી. 2 લાખ રોકડા રુપિયા સામે 77 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરતાં ફસાયો ફરિયાદી. 2 લાખની રોકડમાંથી નોટોનું બંડલ નકલી હોવાનું બાદમાં ધ્યાને આવ્યુ. 2 લાખ સામે નજીવી રકમ આપવાની લાલચમાં ફસાયો ફરિયાદી. નોટોનાં બંડલમાં પહેલી અને છેલ્લી નોટ જ અસલી બાકી કોરાં કાગળ હતા. કાલુપુર પોલીસે દિલ્લીનાં તનવીર અંસારી અને સંજય શર્માની કરી ધરપકડ. આરોપીઓએ ફરિયાદી પાસેથી મોબાઇલ અને સોનાની ચેઇનની પણ કરી ચોરી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, 2 ફોન સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. દિલ્લીનાં રહેવાસી બંને આરોપીઓ ગેમિંગનાં શોખીન હોવાથી કરતાં ઠગાઇ. અલગ-અલગ રાજ્યોમાં ટ્રેન મારફતે જતાં લોકોને બનાવતાં હતાં શિકાર.
-
અંક્લેશ્વરમાં SOG અને નાર્કોટિક્સ વિભાગે અલગ અલગ કાર્યવાહીમાં રૂ. 3.88 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભરૂચના અંક્લેશ્વરમાં SOG અને નાર્કોટિક્સ વિભાગે અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે. અંક્લેશ્વરમાં ફરીથી ઝ઼ડપાયો નશાકારક દવાનો કારોબાર. SOG એ પ્રદીપ નિશાદની અટકાયત કરી 2.64 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. જીતાલી ગામનાં યોગી એસ્ટેટમાંથી દવાનો જથ્થો મળી આવ્યો. કેશવ મુનક્કા નામની 5 કિલો 180 ગ્રામ નશીલી દવાઓ જપ્ત કરાઇ. એન્ટી નાર્કોટિક્સની રેડમાં 2 કિલો 85 ગ્રામ નશીલી દવાઓ મળી આવી. 1.24 લાખથી વધુુનાં જથ્થા સાથે દુકાનદાર ગોપાલજી શર્માની ધરપકડ. “તરંગ વિજયાવતી અને કેશવ મુનક્કા નામની નશાકારક દવાનો કારોબાર” બંને કેસમાં અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે FIR નોંધી વધુ તપાસ શરુ કરાઇ.
-
બપોરના ભોજન બાદ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો CEC જ્ઞાનેશકુમાર સામે વિરોધ કરવા રાજઘાટ રવાના
એસઆઈઆરને લઈને પહેલેથી જ વિવાદમાં રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની મુખ્ય માંગ સાથે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના સાંસદો, આજે રાજઘાટ ખાતે ગાંધી સ્મારક નજીક CEC જ્ઞાનેશકુમાર સામે વિરોધ કરવાના ભાગરૂપે ધરણા, પ્રદર્શન યોજશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે રાજઘાટ જઈ રહ્યા છીએ. ગાંધી સ્મારક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.”
-
ગીર-સોમનાથના ઉનાના નાઠેડ પાસે કારચાલકે 2 વિદ્યાર્થિનીને લીધી અડફેટે
ગીર-સોમનાથના ઉનાના નાઠેડ પાસે કારચાલકે 2 વિદ્યાર્થિનીને લીધી અડફેટે. કારચાલકે પૂરઝડપે કાર હંકારી વિદ્યાર્થિનીઓને લીધી અડફેટે. વિદ્યાર્થિનીને અડફેટે લીધી બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારચાલકને ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત 2 વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
-
ગાંઘીનગર મનપામાં કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાને સિટી બસમાં મફત મુસાફરની અપાશે સવલત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે મહિલાઓને આપ્યું વચન, જો મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો સિટી બસમાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની સવલત કરી આપવામાં આવશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ કમિટમેન્ટ આપતા કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 31 વર્ષથી ભાજપનું શાસન છે. મહિલાઓની સુરક્ષા બાબતે મહિલા કોંગ્રેસે કર્યા આક્ષેપ. કોંગ્રેસ સત્તામાં આવશે તો પિંક પોલીસ હેઠળ પિકપ સ્ટેન્ડ બનાવવામાં આવશે. મહિલાઓ પિંક રીક્ષાથી રોજગારી પ્રાપ્ત કરી શકશે
-
દાણીલીમડામાં યુવક પર હુમલો
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ સિકંદર માર્કેટ પાસે યુવક પર દંડા વડે હુમલો કરાયો હતો, જેની CCTV ફૂટેજ સામે આવી છે. યુવકની એક મહિલા સાથેની મિત્રતાની અદાવતમાં હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે. યુવકના જણાવ્યા મુજબ, 15 દિવસ પહેલાં મહિલાના પતિને આ મિત્રતા અંગે જાણ થઈ હતી. સમગ્ર મામલે મહિલાના પતિ સહિત ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
-
દાણીલીમડામાં અંગત અદાવતમાં યુવક પર હુમલો
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ સિકંદર માર્કેટ પાસે યુવક પર દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. યુવકની એક મહિલા સાથેની મિત્રતાની અદાવતમાં હુમલો કરાયો હોવાની માહિતી છે. યુવકના જણાવ્યા મુજબ, 15 દિવસ પહેલાં મહિલાના પતિને આ મિત્રતા અંગે જાણ થઈ હતી. સમગ્ર મામલે મહિલાના પતિ સહિત ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
-
જૂનાગઢના ઝાંઝરડા ગામે ખેડૂતોનો વિરોધ
જૂનાગઢના ઝાંઝરડા ગામે TP નંબર 5 અને 7 લાગુ કરવા સામે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતો ટ્રેક્ટર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. 40 ટકા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો હતો. ખેડૂતોનો દાવો છે કે વર્ષ 2023થી વાંધા અરજીઓ આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને અનેક રજૂઆતો બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે.
-
પોરબંદરમાં ₹100 કરોડના ખર્ચે બાયોટેકનોલોજી કોરિડોર બનશે
રાજ્ય સરકાર દ્વારા બ્લુ બાયોઈકોનોમીને વેગ આપવા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદરના મોચા ખાતે ₹100 કરોડના ખર્ચે બાયોટેકનોલોજી કોરિડોર વિકસાવવામાં આવશે. M-BRICની સ્થાપના માટે શુક્રવારે ભાવનગરમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI વચ્ચે MoU પર હસ્તાક્ષર થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. 30 એકરમાં બનનારા કેમ્પસમાં 10 એકરમાં રિસર્ચ સેન્ટર અને 20 એકરમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. સંશોધનથી લઈને તેના વ્યાપારીકરણ સુધીની ઇકોસિસ્ટમ તૈયાર કરાશે, તેમજ દરિયાકાંઠાના સમુદાયો માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં આશરે 1,500 લોકોને તાલીમ આપવાનું આયોજન છે, જેના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો સાથે કનેક્ટિવિટી પણ વધશે.
-
સાબરકાંઠામાં અરવલ્લી પર્વતમાળાના રક્ષણ મુદ્દે હાઈ પાવર કમિટીની મુલાકાત
સાબરકાંઠામાં અરવલ્લીની પર્વતમાળાના રક્ષણ અને સંરક્ષણના મુદ્દે હાઈ પાવર કમિટીએ મુલાકાત શરૂ કરી છે. બે દિવસ દરમિયાન કમિટીના સભ્યો ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સૂચનો અને મંતવ્યો એકત્રિત કરશે. ઈડર ગઢ, લાલોડા, વરતોલ, નવા મોટા અને રામેશ્વર કંપા સહિતના વિસ્તારોની મુલાકાત દરમિયાન પર્વતમાળાની અખંડિતતા, સંરક્ષણ અને જમીન ઉપયોગ અંગેની માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત હિંમતનગરની કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને ખાણ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી.
-
જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલથી અરજદારો પરેશાન
જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલને કારણે સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય અરજદારો અને સિનિયર સિટીઝનોને વારંવાર કચેરીના ધક્કા ખાવા છતાં કામ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ હડતાલના કારણે સમય અને નાણાં બંનેનો બગાડ થઈ રહ્યો છે. કર્મચારીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી સરકારી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આંદોલનને કારણે પ્રજાના પડતર પ્રશ્નો અને મહત્વના કામોનું શું થશે તેને લઈને પણ સવાલો ઉભા થયા છે.
-
પંચમહાલના જાંબુઘોડામાં ગમખ્વાર અકસ્માત, 2 પદયાત્રીઓનાં મોત
પંચમહાલના જાંબુઘોડાના ઝબાણ ગામે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પદયાત્રીઓનાં મોત થયા છે, જ્યારે નવ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. મધ્યપ્રદેશથી પાવાગઢ તરફ આવી રહેલા પદયાત્રીઓને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા. સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પદયાત્રીઓ સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જાંબુઘોડા પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
-
મોંઘી દવાઓ પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્રને કમિટી બનાવવાનો નિર્દેશ
સુપ્રિમ કોર્ટે મોંઘી દવાઓને લઈને કડકતા દાખવી છે અને કેન્દ્ર સરકારને એક કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ કમિટી એવા ઉપાયોની તપાસ કરશે કે જેના દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓને ડોક્ટરોને મોંઘી વસ્તુઓ અને અન્ય લાભો આપતા અટકાવી શકાય, જેનો હેતુ દવાઓના વેચાણમાં વધારો કરવાનો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સમિતિનો રિપોર્ટ તેની સમક્ષ રજૂ કરવામાં આવે.
-
દિલ્લીમાં કોંગ્રેસના પ્રદર્શન મામલે 3 FIR, રાહુલ-પ્રિયંકાનું નામ હોવાનો દાવો
દિલ્લીમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે મારામારી, ધક્કામુક્કી અને ગેરવર્તનના આરોપોને લઈને પોલીસે ત્રણ FIR નોંધી છે. સરકારી કામમાં અડચણ ઊભી કરવાના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. FIRની વિગતોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે દિલ્હી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
મોરબીના પંચાસર રોડ પર ગેરકાયદે દબાણો સામે તંત્રની મેગા કાર્યવાહી
-
નાના પાટેકરની હતી અંતિમ ઈચ્છા
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુણેના ડોનજે ગામમાં કરવામાં આવશે. ડોનજે ગામના ખેતરમાં તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવશે. પરિવારના જણાવ્યા મુજબ, ડોનજે ગામમાં જ અંતિમ સંસ્કાર કરવાની નાના પાટેકરની અંતિમ ઈચ્છા હતી. તેમના નિધનના સમાચારથી પરિવાર, ચાહકો અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
-
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, બોલિવૂડમાં શોક
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેમને ઘરે બેભાન અવસ્થામાં મળ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ 45 મિનિટ સુધી CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મણિપાલ હોસ્પિટલમાં સવારે 5.20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નાના પાટેકરના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ છે. અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા, જ્યારે વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
રાજકોટના જંગલેશ્વરમાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
-
વડોદરાના વિકસિત ભારત સંકલ્પ ગરબાએ રચ્યો ઈતિહાસ
-
GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, ધરપકડની જોગવાઈમાં ફેરફારની શક્યતા
દિલ્લીના ભારત મંડપમ ખાતે આજે GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં GST કાયદા હેઠળ ધરપકડની કડક જોગવાઈઓ દૂર કરવા અંગે પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. અત્યંત ગંભીર કેસોમાં કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાની જોગવાઈ યથાવત રાખવામાં આવી શકે છે. સાથે જ કરની વસૂલાત, વ્યાજ અને દંડ પર વધુ ભાર મૂકવા તેમજ કેટલાક નાના ગુનાઓની શ્રેણી ઘટાડવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. બેઠકમાં GST સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
-
પાકિસ્તાનમાં લોટના ભાવ વધતા લોકો પર મોંઘવારીનો માર
Published On - Oct 08,2026 7:37 AM
