IND vs NZ, Champions Trophy 2025 : ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ
આજ 02 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું
ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ, ભારત સેમિફાઈનલમાં 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
-
ચક્રવર્તીએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી, ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર
-
-
કેન વિલિયમસ 81 રન બનાવી આઉટ
ન્યુઝીલેન્ડે સાતમી વિકેટ ગુમાવી, કેન વિલિયમસને અક્ષર પટેલે કર્યો આઉટ, કેન વિલિયમસ 81 રન બનાવી થયો આઉટ
-
વરુણ ચક્રવર્તીની બે ઓવરમાં બે વિકેટ
વરુણ ચક્રવર્તીએ બે ઓવરમાં બે વિકેટ લઈ ન્યુઝીલેન્ડને આપ્યા મોટા ઝટકા, પહેલા ફિલિપ્સ બાદમાં બ્રેસવેલને કર્યો LBW આઉટ
-
ન્યુઝીલેન્ડને ચોથો ઝટકો
રવીન્દ્ર જાડેજાએ ભારતને ચોથી સફળતા અપાવી, ટોમ લેથમ 14 રન બનાવી આઉટ, લેથમ LBW આઉટ થયો, ન્યુઝીલેન્ડને જીત માટે હજી 117 રનની જરૂર
-
-
ભારતને ત્રીજી સફળતા
કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી, ડેરિલ મિશેલ 17 રન બનાવી આઉટ
-
ન્યુઝીલેન્ડનો સ્કોર 50 રનને પાર
ન્યુઝીલેન્ડની ટીમે 14 ઓવર પછી 50રનનો આંકડો પાર કરી લીધો છે અને 2 વિકેટ ગુમાવીને 53રન બનાવી લીધા છે.
-
વરુણ ચક્રવર્તીએ યંગને કર્યો ક્લીન બોલ્ડ
ન્યુઝીલેન્ડને બીજો ઝટકો, વિલ યંગ 22 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ યંગને કર્યો ક્લીન બોલ્ડ
-
અક્ષરની જોરદાર કેચ, હાર્દિકે ન્યુઝીલેન્ડને આપ્યો પહેલો ઝટકો
ન્યુઝીલેન્ડને પહેલો ઝટકો, રચિન રવિન્દ્ર 6 રન બનાવી આઉટ, અક્ષર પટેલે પકડી જોરદાર કેચ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ
-
ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો
શ્રેયસ અય્યરના 79, હાર્દિક પંડયાના 45 અને અક્ષર પટેલના 42 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા.
-
ટીમ ઈન્ડિયાએ 200 રન પાર કર્યા
ટીમ ઈન્ડિયાએ 43 ઓવર પછી 6 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા છે.
-
ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી
ટીમ ઈન્ડિયાએ છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી છે. શ્રેયસ અય્યર બાદ કેએલ રાહુલ પણ પેવેલિયન પરત ફર્યો છે. તેણે 29 બોલમાં 23 રન બનાવ્યા. મિશેલ સેન્ટનરે રાહુલને કર્યો આઉટ.
-
IND vs NZ LIVE Score : ભારતનો સ્કોર 182 / 5
39 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 182 રન છે.
-
IND vs NZ LIVE Score : ટીમ ઈન્ડિયાનો સ્કોર 173/ 5
ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ 172 રન પર પડી, શ્રેયસ અય્યર 79 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
-
IND vs NZ LIVE Score : ભારતની અડધી ટીમ આઉટ
-
IND vs NZ LIVE Score : ભારતે 150 રનનો આંકડો પાર કર્યો
ટીમ ઈન્ડિયાએ 150 રનનો આંકડો પાર કરી લીધો છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર હાજર છે.
-
IND vs NZ LIVE Score : શ્રેયસ અય્યરે સિકસ ફટકારી
-
IND vs NZ LIVE Score :ભારતે ચોથી વિકેટ ગુમાવી
ટીમ ઈન્ડિયાએ તેની ચોથી વિકેટ ગુમાવી છે. અક્ષર પટેલ 42 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને આ ઝટકો રચિન રવિન્દ્રએ આપ્યો છે. આ સાથે અય્યર અને અક્ષર વચ્ચે 98 રનની ભાગીદારી તૂટી ગઈ છે.
-
IND vs NZ LIVE Score : અક્ષર પટેલે સિક્સ ફટકારી
અક્ષર પટેલે 29મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી
-
IND vs NZ LIVE Score : અય્યર અને અક્ષર વચ્ચે અડધી સદીની પાર્ટનરશીપ
શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંનેએ મળીને 74 રન બનાવ્યા છે.
-
IND vs NZ LIVE Score : અક્ષર પટેેલે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NZ LIVE Score :ટીમ ઈન્ડિયાએ 100નો આંકડો પાર કર્યો
-
IND vs NZ LIVE Score : શ્રેયસ અય્યર-અક્ષર પટેલ ક્રિઝ પર
શ્રેયસ અય્યર-અક્ષર પટેલ ક્રિઝ પર ,બંને વચ્ચે 45 રનની ભાગીદારી થઈ છે.
-
IND vs NZ LIVE Score : શ્રેયસ અયરે ચોગ્ગો ફટકાર્યો
શ્રેયસ અય્યરે 17મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NZ LIVE Score : શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ ક્રીઝ પર
ભારતે 16 ઓવરમાં 3 વિકેટે 57 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર 14 રન અને અક્ષર પટેલ 12 રન બનાવીને ક્રીઝ પર છે.
-
IND vs NZ LIVE Score : ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો
View this post on Instagram -
IND vs NZ LIVE Score : 10 ઓવરની રમત પૂર્ણ થઈ
10 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે. પાવરપ્લેમાં ભારતીય ટીમ 3 વિકેટના નુકસાન પર માત્ર 37 રન જ બનાવી શકી હતી.
-
IND vs NZ LIVE Score : અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ
Anushka Sharma saying BC when Kohli’s catch was taken by Phillips is crazy pic.twitter.com/QVfvtTl8Sn
— ️ (@lil_om1)
Anushka Sharma saying BC when Kohli’s catch was taken by Phillips is crazy pic.twitter.com/QVfvtTl8Sn
— ️ (@lil_om1) March 2, 2025
22680?ref_src=twsrc%5Etfw”>March 2, 2025
-
IND vs NZ LIVE Score :ટીમ ઈન્ડિયાએ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવી
ટીમ ઈન્ડિયાએ પ્રથમ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. કિવી ટીમે ભારતના ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગા કર્યા છે. શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા છે. આ સાથે ભારતે 7 ઓવર પછી 3 વિકેટના નુકસાન પર 30 રન બનાવી લીધા છે.
-
IND vs NZ LIVE Score : વિરાટ કોહલી આઉટ
વિરાટ કોહલી 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો.વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા મેચ જોવા પહોંચી હતી. વિરાટ કોહલી આઉટ થયા બાદ અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે.કોહલી 300મી વનડેમાં ફ્લોપ રહ્યો, ફિલિપ્સે લીધો અદભૂત કેચ
-
IND vs NZ LIVE Score : ગિલ બાદ રોહિત પણ આઉટ
ગિલ બાદ રોહિત પણ આઉટ, ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
-
IND vs NZ LIVE Score : વિરાટ કોહલીએ ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NZ LIVE Score : ભારતનો સ્કોર 17/1
-
IND vs NZ LIVE Score : શુભમન ગિલ આઉટ
ટીમ ઈન્ડિયાને ત્રીજી ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. મેટ હેનરીએ શુભમન ગિલને આઉટ કર્યો છે. ગિલ માત્ર 2 રન બનાવી શક્યો હતો.
-
IND vs NZ LIVE Score : રોહિત શર્માએ સિક્સ ફટકારી
રોહિત શર્માએ ત્રીજી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી
-
IND vs NZ, Champions Trophy 2025 : રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર
-
IND vs NZ, Champions Trophy 2025 : બંને ટીમોમાં એક-એક ફેરફાર
ભારત અને ન્યુઝીલેન્ડે પોતપોતાની ટીમમાં એક-એક ફેરફાર કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હર્ષિત રાણાની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. આ દરમિયાન કિવી ટીમના કેપ્ટન સેન્ટનેરે ડેવોન કોનવેના સ્થાને ડેરીલ મિશેલને તક આપી છે.
-
IND vs NZ, Champions Trophy 2025 : ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે.
-
IND vs NZ, Champions Trophy 2025 : કોહલીની 300મી વનડે મેચ માટે ચાહકો આતુર
What an incredible journey for #ViratKohli as he gets ready to play his 300th ODI match! #Kohli300
Fans love him and sends their best wishes to the superstar. Congratulations, King Kohli! #ChampionsTrophyOnJioStar #INDvNZ | SUN 2 MAR, 1:30 PM on Star Sports 1, Star Sports… pic.twitter.com/8f90xmaPfv
— Star Sports (@StarSportsIndia) March 2, 2025
-
IND vs NZ, Champions Trophy 2025 : થોડી વારમાં ટોસ થશે
ટોસનો સમય બપોરે 2 વાગ્યાનો છે. મતલબ કે થોડા સમય બાદ બંને ટીમના કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવશે.
-
IND vs NZ, Champions Trophy 2025 : વિરાટની 300મી વનડેમાં અનુષ્કા હાજર રહેશે
વિરાટ કોહલી તેની 300મી વનડે રમવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મેચ જોવા માટે તેની પત્ની અનુષ્કા શર્મા દુબઈ સ્ટેડિયમમાં હાજર રહેશે. વિરાટનો ભાઈ વિકાસ કોહલી પણ આ મેચ જોવા આવી શકે છે.
-
IND vs NZ, Champions Trophy 2025 : ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલી જે પહેલો રેકોર્ડ તોડશે તે શિખર ધવનનો હશે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ધવન ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આ ટુર્નામેન્ટની 10 મેચમાં 701 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચોમાં 651 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામે 51 રન બનાવતાની સાથે જ તે ધવનને પાછળ છોડી દેશે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
-
IND vs NZ, Champions Trophy 2025 : સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે?
ભારત અને ન્યુઝીલેન્ડ ટેબલમાં ટોચ પર છે, સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે? જો ભારત ન્યુઝીલેન્ડને હરાવી ટોપ પર રહે છે તો તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. અને જો તે ન્યુઝીલેન્ડ સામે હારી જશે તો તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.
-
IND vs NZ, Champions Trophy 2025 : આ ભારતીય ખેલાડી રમી ચૂક્યા છે 300 વનડે
કોહલી પહેલા, 300 વનડે રમનારા ભારતીયોમાં સચિન તેંડુલકર, એમએસ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહનો સમાવેશ થાય છે.
-
IND vs NZ LIVE Score : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સ્ટેડિયમ પહોંચ્યા
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દુબઈના સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. થોડા સમય પછી ટોસ થશે
-
IND vs NZ, Champions Trophy 2025 : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટકકર
દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ છે. પરંતુ તે ટેબલની ટોચ પર રહેવા માટે પણ સંઘર્ષ છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને પહેલા જ સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે.
-
પોરબંદરના રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનશેઃ માંડવિયા
પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા અનેં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ ઓલ વેધર પોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. બે દિવસીય પોરબંદર મતવિસ્તારની મુલાકાત દરમિયાન માંડવીયા અને મોઢવાડીયા મહત્વના સ્થળોનું કરી રહ્યા છે જાત નિરીક્ષણ. આવનાર દિવસોમાં પોરબંદરમાં મોટા ઉદ્યોગ લાવવા માટે કેન્દ્રીય મંત્રી માંડવીયા પ્રયાસ કરી રહ્યાં છે. પોરબંદર રેલવે યાર્ડ નહીં હોવાથી લાંબા અંતરની ટ્રેન માટે મુશ્કેલીની વાતનો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીએ સ્વીકાર કર્યો હતો. જો કે, પોરબંદરથી 15 કિમી રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવવાની દરખાસ્ત રેલવે વિભાગેને કરી છે. ટુંક સમયમાં રાણાવાવમાં રેલવે યાર્ડ થશે કાર્યરત તેમ માંડવિયાએ જણાવ્યું હતું. આજે ઓલવેધર પોર્ટની મુલાકાત નિરીક્ષણ બાદ જી.એમ.બીની ટગ બોટમાં સમુદ્રી સફર કરી નિરીક્ષણ કર્યું હતું.
-
અમરેલીના સાવરકુંડલામાં નાની બહેનને ટાઈફોઈડ થતા, મોટી બહેન ધો.10ની પરીક્ષા આપતા ઝડપાઈ
અમરેલીના સાવરકુંડલા જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થીની ઝડપાઈ છે. ધોરણ 10 ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ છે. નાની બહેનને ટાઈફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ. ગઈકાલે ગણિતના પેપર દરમિયાન ડમી વિધાર્થીની ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
-
રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે 22 લાખની ઓનલાઈન છેતરપિંડી
રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે 22 લાખની ઓનલાઈન છેતરપિંડી થવા પામી છે. મહેસાણાની હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીના નામે સ્ક્રેપના વેપારી સાથે છેતરપિંડી થવા પામી છે. હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીમાં રૂપિયા 2 કરોડનો માલ પડ્યો છે. આ માલ આપવાન લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગુનો પોલીસ મથકે નોંધાયો છે. જેમાં જણાવાયું છે કે, દલાલ મુહમ્મદ શોએબ આફીર નામના શખ્સને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તે ગાયબ થઈ ગયો છે. આગાઉ પણ આ શખ્સે અન્ય લોકોને બનાવ્યા છે પોતાનો શિકાર. છેતરાયેલા વેપારીએ પણ ઈનામની જાહેરાત કરતા કહ્યું છે કે, જે કોઈ આરોપીને પકડીને લાવશે તેને એક લાખની રકમ આપવામાં આવશે.
-
ભાજપના ધારાસભ્યે કહ્યું- RTI એ ખંડણી માંગવાનું હથિયાર, સુરતમાં 18 એક્ટિવિસ્ટ RTI કરીને ખંડણી માગે છે
સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. Rti ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો દાવો. મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કર્યાં છે. Rti કરીને સંબંધિતો પાસેથી ખંડણી વસૂલતા 18 લોકોમાં નામો જાહેર કર્યા છે ધારાસભ્ય અરવિંદ રાણાએ. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકો દ્વારા 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી હતી. અરવિંદ રાણા એ જાહેર સંકલન બેઠકમાં ચોંકાવનારા આંકડા જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા. Rti ના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી છે. 18 લોકોએ rti કોના ઈશારે કરી તેની તપાસ કરાવવા સંકલન સમિતીની બેઠકમાં માંગ કરવામાં આવી છે. લેખિતમાં મહાનગરપાલિકાના કમિશનરને અને લાલગેટ પોલીસને પણ પત્ર લખી જાણ કરી છે.
-
અમેરિકાએ નાટો અને યુએન છોડી દેવું જોઈએ – એલોન મસ્ક
મેટા કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક કહે છે કે અમેરિકાએ નાટો અને સંયુક્ત રાષ્ટ્ર છોડી દેવું જોઈએ.
-
અમિત શાહ આજે મહેસાણામાં, બે કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે છે. મહેસાણા જિલ્લામાં અમિત શાહ બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વિજાપુરના પિલવાઇ ખાતે વિવિધ કાર્યકમમાં હાજરી આપશે. પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરે મૂર્તિસ્થાપન પ્રસંગે ઉપસ્થિત રહેશે. તો શેઠ જી સી હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કુલના કાર્યકમમાં પણ હાજરી આપશે અમિત શાહ.
-
અમદાવાદમાં ગેરકાયદે ચાલતા હુક્કાબારમાં પીસીબીના દરોડ
અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પીસીબીએ દરોડા પાડ્યા છે. બ્રુ રોસ્ટ કાફેના નામે ચાલતું હતું ગેરકાયદેસર હુક્કાબાર. હૂક્કામાં અલગ અલગ ફ્લેવર્સમાં નિકોટીન સાથે આપવામાં આવતી હોવાની શક્યતા પીસીબીએ વ્યક્ત કરી છે. એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે. કાફેમાંથી મોટી માત્રામાં હૂક્કાઓ અને ફ્લેવર્સ કબજે કરવામાં આવ્યા છે.
-
કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બિમલભાઈ શાહની કારને નડ્યો અકસ્માત
કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને કેશુભાઈ પટેલની સરકારના પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહની કારને અકસ્માત થયો છે, જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ કારને ભારે નુકસાન થવા પામ્યું છે. કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા ચકલીયા કુવા પાસે અકસ્માત થયો હતો. બિમલ શાહની કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. કપડવંજથી અમદાવાદ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા ટેક્સ બચાવવા તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડી રહ્યા છે. તોરણા થી છીપડી માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકો વાહન પરનો કાબો ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બની રહી છે.
-
PM મોદી આજે વહેલી સવારે પહોચ્યા વનતારા, બપોર બાદ જશે સોમનાથ- સાસણગીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલ શનિવાર રાત્રીથી ગુજરાતની મુલાકાતે છે. ગત રાત્રીએ જામનગર ખાતે આવી પહોચ્યાં હતા. આજે વહેલી સવારે તેઓ રિલાયન્સ ગ્રુપના વનતારાની મુલાકાતે પહોચ્યાં છે. વનતારાની મુલાકાત બાદ તેઓ સોમનાથ જવાના છે જ્યાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે અને ત્યાર બાદ તેઓ સાસણ ગીર પહોચશે.
Published On - Mar 02,2025 7:28 AM





