AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના કાલુપુર દરવાજાથી ટાવર સુધીમાં ફટાકડાની 30 દુકાનો સીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2026 | 9:08 PM
Share

આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના કાલુપુર દરવાજાથી ટાવર સુધીમાં ફટાકડાની 30 દુકાનો સીલ

આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Sep 2026 08:53 PM (IST)

    સુરતમાં વડાપાઉમાં આવ્યો પથ્થર, SMCની આરોગ્ય શાખાએ દુકાન બંધ કરાવીને ફટકાર્યો દંડ

    સુરત શહેરના પ્રખ્યાત ‘વૈશાલી વડાપાઉં’ વિવાદમાં આવ્યું છે. ગ્રાહકના વડાપાઉંમાંથી નીકળ્યો પથ્થર. સીમાડા નાકા સ્થિત જાણીતી ‘વૈશાલી વડાપાઉં’ શાખાની ઘોર બેદરકારી સામે આવી. ગ્રાહકે ખરીદેલા વડાપાઉંમાંથી પથ્થર નીકળતાં મામલો ગરમાયો, ફૂડ સેફ્ટી વિભાગમાં થઈ ફરિયાદ. લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની ફરિયાદ મળતાં જ સુરત મહાનગરપાલિકા (SMC) એક્શન મોડમાં આવ્યું છે. પાલિકાની ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી. સ્થળ પરથી વડાપાઉં તેમજ તળવા માટે વપરાતા ખાદ્ય તેલના સેમ્પલ લેવાયા. નિયમોના ભંગ અને ગંભીર બેદરકારી બદલ સંચાલકને ₹5,000 નો દંડ ફટકારાયો. લેબોરેટરી ટેસ્ટિંગ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવા કડક નોટિસ પાઠવાઈ. ખાણીપીણીમાં સતત સામે આવતી બેદરકારીઓને પગલે પાલિકાની કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં ફફડાટ.

  • 30 Sep 2026 08:34 PM (IST)

    અમદાવાદના કાલુપુર દરવાજાથી ટાવર સુધીમાં ફટાકડાની 30 દુકાનો સીલ

    અમદાવાદ શહેરમાં ફટાકડાની 30 દુકાનો કરવામાં આવી સીલ. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટે જરૂરી મંજૂરી પુરાવા રજુ કરવા સુચના. પુરાવા રજુ કરશે તો સીલ ખોલી આપવામાં આવશે. એએમસી અને મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ.

  • 30 Sep 2026 08:32 PM (IST)

    રાજકોટ શહેર કોંગ્રેસના બે હોદ્દેદારોને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરાયા

    રાજકોટ શહેર કોંગ્રેસના બે હોદ્દેદારોને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. શિસ્ત ભંગ બદલ બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજય સિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બન્ને કાર્યકરોએ મને શિક્ષણ સમિતિમાં રહેવા માટે કહ્યું હતું. જોકે પાર્ટીએ જૂના કાર્યકર હાજી ભાઈ ઓડીયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ બંને આગેવાનોને પાર્ટીએ ટિકિટ આપી હતી પરંતુ ચૂંટણી હારી ગયા હતા.

  • 30 Sep 2026 08:31 PM (IST)

    અમદાવાદ 2022 માં થયેલી ત્રણ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો

    અમદાવાદ 2022 માં થયેલી ત્રણ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો છે.  સુરતના કોસંબામાં વૃદ્ધ મહિલા શાંતાબેનની થઈ હતી હત્યા. પોલીસને બાતમીદાર માધવદાસ સાધુ પર હત્યાની શંકા હતી. માધવદાસની પૂછપરછમાં સામે આવી ચોકાવનારી હકીકત. પૂછપરછમાં માધવદાસે હત્યાની કબૂલાત કરી. પત્ની ઉર્મિલા સાથે મળી માધવદાસે શાંતાબેનની હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને બેરલમાં સિમેન્ટ ભરી દાટી દીધો હતો. વધુ પૂછપરછમાં અન્ય બે હત્યાનો પણ ભેદ ઉકેલાયો. પત્ની ઉર્મિલાની બહેન ભગવતીની પણ 2022માં હત્યા કરાઈ હતી. ભગવતીના મોઢા પર ઓશીકું દબાવી હત્યા કરાઈ હતી. માધવદાસની માતા મંજુલાબેનની પણ હત્યા કરાઈ હતી. મંજુલાબેનના મોઢા પર ઓશીકું દબાવી હત્યા કરાઈ હતી. માધવદાસ અને પત્ની ઉર્મિલાની ત્રણેય હત્યામાં સંડોવણીનો પર્દાફાશ. પોલીસને મળેલી એક ખોટી બાતમીમાંથી ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ થયો.

  • 30 Sep 2026 07:02 PM (IST)

    ધોળકાનું બદરખા ગામ વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું !

    ધોળકાનું બદરખા ગામ વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું. ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા બે મહિનાથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. પાણીના નિકાલ માટે પંપ મૂકાયા હતા, પરંતુ બે દિવસમાં જ તંત્રએ પંપ હટાવી લીધા. બદરખાના  રામદેવપીર મંદિર, ઠાકોરવાસ, રબારીવાસ અને દલિતવાસ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. રસ્તા પર પાણી ભરાતા ટ્રેક્ટર સિવાય અવરજવર મુશ્કેલ બની છે અને દુકાનદારોના ધંધા-રોજગારને પણ અસર થઈ છે. પાણીનો રંગ બદલાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક મહિલાઓએ સરપંચ સામે પણ આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક પાણીનો નિકાલ અને રસ્તાની કામગીરી કરવાની માંગ કરી છે.

  • 30 Sep 2026 06:56 PM (IST)

    જૂનાગઢમાં માંગનાથ રોડ પર છેડતી કરનાર રોમિયાને મહિલાએ ચખાડ્યો મેથીપાક, પછી સોંપ્યો પોલીસને

    જૂનાગઢમાં માંગનાથ રોડ પર છેડતી કરનાર રોમિયાને મહિલાએ ચખાડ્યો મેથીપાક. મહિલા યુવકને માર મારતી હોય તેવો વીડિયો થયો વાયરલ. દુલ્હન નામની દુકાનમાં મહિલા ગઈ હતી ખરીદી કરવા. તે દુકાનમાં કામ કરતા વસીમ ઇબ્રાહિમ સીડા નામના યુવકે કરી હતી છેડતી. પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોચી ફરિયાદ આપી હતી. આરોપીને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લેવામાં આવી.

  • 30 Sep 2026 06:00 PM (IST)

    અમદાવાદના શ્રદ્ધાળુએ અંબાજી મંદિરને આપી દોઢ કિલો ચાંદીના વાસણની ભેટ

    અમદાવાદના એક શ્રદ્ધાળુ દ્વારા દોઢ કિલો ચાંદીના વાસણ મંદિરમાં આપ્યા ભેટ. દીકરીને ત્યાં દીકરીનો જન્મ થતાં તે ખુશીમાં બંને પરિવાર દ્વારા આ ચાંદીના વાસણો મંદિર ટ્રસ્ટમાં ભેટ આપ્યા. ચાંદીનો થાળ અને ચાંદીનો વાટકો માતાજીને સાયંકાલ દરમિયાન ભોગ ધરાવવા માટે અર્પણ કરવામાં આવેલ છે. જેને કિંમત અંદાજે રૂપિયા ત્રણ લાખ ઉપરાંત થવા જાય છે. ચાંદીનો થાળ અને વાટકો ભટ્ટજી મહારાજની ગાદી ઉપર કરાયો અર્પણ. માતાજીને સાંજની આરતી દરમિયાન ભટ્ટજી મહારાજ સાયંકાલ ભોગ ધરાવતા હોવાથી ચાંદીનો થાળી અને વાટકો ભટ્ટજી મહારાજના અર્પણ કર્યો.

  • 30 Sep 2026 05:07 PM (IST)

     વડોદરા ગ્રામ્ય SOGએ, 23 વર્ષથી ફરાર રવિ પૂજારી ગેંગના સાગરીતને મુંબઈથી ઝડપી પાડ્યો

    વડોદરા ગ્રામ્ય SOG એ 23 વર્ષથી ફરાર રવિ પૂજારી ગેંગના સાગરીતને મુંબઈથી ઝડપી પાડ્યો. 23 વર્ષથી નાસતો ફરતો રવિ પૂજારી ગેંગનો સાગરીત રમેશ કિડા પૂજારી ઝડપાયો. વડોદરા ગ્રામ્ય SOGએ મુંબઈ, મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી સામે 2003માં કરજણના ગણપતપુરા ગામની સીમમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. ટ્રક ચાલકને આંતરીને માર મારી ટ્રકમાંથી માલસામાન લૂંટવાના ગુનામાં આરોપી સંડોવાયેલો હતો. આરોપી રમેશ કિડા પૂજારી છેલ્લા 23 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ, ધાડ અને શરીર સંબંધિત ગુનાઓ સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય SOGએ ઓપરેશન પરાક્રમ હેઠળ આરોપીને ઝડપી પાડ્યો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

  • 30 Sep 2026 04:51 PM (IST)

    નર્મદા ડેમ છલકાયો, અછતની સ્થિતિમાં ગુજરાતની જીવાદોરી સાબિત થયો, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના કર્યા વધામણા

    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, ફરી એકવાર છલકાઈ ગયો છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત અને અપ્રમાણસર વરસાદ વરસ્યો છે. કેટલાક જિલ્લામાં વરસાદની ભારે ઘટ તો કેટલાક જિલ્લામાં સરભર રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજની ઘડીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

  • 30 Sep 2026 04:22 PM (IST)

    ગુજરાત હાઈકોર્ટે આસારામની હંગામી જામીન અરજી ફગાવી દીધી, પત્નીને મળવા 20 દિવસના માગ્યા હતા જામીન

    આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી લાગ્યો મોટો ઝટકો. ગુજરાત હાઈકોર્ટે આસારામની હંગામી જામીન અરજી ફગાવી દીધી. પત્નીને મળવા 20 દિવસની હંગામી જામીનની માંગ કરી હતી. પત્નીની તબિયત હાલ સ્થિર હોવાનું પોલીસ રિપોર્ટમાં સામે આવ્યું. તબીબોના મતે પત્નીને 2થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. 86 વર્ષીય આસારામે પત્નીની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી પત્ની સાથે વાત કરવાની મંજૂરી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની છૂટ આપી.

  • 30 Sep 2026 04:20 PM (IST)

    મોદી સરકારે ટેકાના ભાવમાં કર્યો વધારો, પીએમ ધારા યોજનાને પણ મળી મંજૂરી

    કેન્દ્રની મોદી સરકારે, આ વર્ષે ઘઉ, ચણા અને મુસરના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, ઘઉનો ભાવ 2610, ચણાનો ભાવ 5958 અને મસુરના ભાવ 7390નો કરવામાં આવ્યો છે.

  • 30 Sep 2026 02:44 PM (IST)

    સાઉદી અરબમાં ફ્લાઈટ હાઈજેકના સિગ્નલ મામલે ખુલાસો

    સાઉદી અરબની એરસ્પેસમાં ફ્લાઈટ હાઈજેકના સિગ્નલને લઈને મોટો ખુલાસો થયો છે. દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈટમાં બંને પાયલોટ વચ્ચે ચાકુથી ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન કો-પાયલોટ પર ચાકુથી વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક પ્રવાસીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી છે. ઘટનાની ગંભીરતાને પગલે કો-પાયલોટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ફ્લાઈટમાં બનેલી સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 30 Sep 2026 02:30 PM (IST)

    સુરતઃ નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે વકીલોમાં રોષ

    સુરતમાં નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે જિલ્લા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. વિરોધના ભાગરૂપે કોર્ટનો મુખ્ય ગેટ બંધ કરી વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત જિલ્લા વકીલ મંડળે ડિસ્ટ્રિક્ટ જજને પત્ર પાઠવી નવા વિધેયક સામે વાંધો વ્યક્ત કર્યો છે. વકીલ મંડળે કોર્ટની કામગીરીથી સંપૂર્ણ અળગા રહેવાનો ઠરાવ પસાર કર્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી વકીલો કોર્ટ કામગીરીથી દૂર રહેશે. નવા વિધેયકથી વકીલો અને પ્રજાના હિતને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો છે.

  • 30 Sep 2026 02:29 PM (IST)

    અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીની છબીને લાંછનરૂપ વધુ એક વીડિયો વાયરલ

    અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉભા કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલ H4ની સામે આવેલા બિલ્ડિંગમાંથી એક વ્યક્તિ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર અને શરમજનક હરકત કરી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઉઠ્યા છે. ઘટનાને લઈને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.

  • 30 Sep 2026 01:50 PM (IST)

    રહેણાંક મકાનમાંથી રૂ.60 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો ઝડપાયો

    વાવ-થરાદના થરાદ તાલુકાના દુધવા ગામમાં દિવાળી પહેલાં SOGએ કાર્યવાહી કરી છે. રહેણાંક મકાનમાંથી ₹60 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરાતા સલામતીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ફટાકડાના સંગ્રહ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે અંગે SOGએ તપાસ શરૂ કરી છે. મુદ્દામાલ થરાદ પોલીસ મથકે લઈ જઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળી પહેલાં ગેરકાયદે ફટાકડાના સંગ્રહ અને વેચાણ સામે પોલીસની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

  • 30 Sep 2026 01:06 PM (IST)

    રાજકોટઃ સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, પરિવારના મૃતદેહના બદલે અન્ય મૃતદેહના અંતિમ સંસ્કાર

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. રામપાર્કમાં રહેતા હસમુખ ઠાકરના મોત બાદ દીકરી અમેરિકાથી પરત આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ તંત્રએ મૃતદેહને બિનવારસી ગણી અન્ય મૃતદેહ સાથે બદલાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યો હોવાનો આક્ષેપ છે. પરિવારને જાણ થતાં ભારે રોષ ફેલાયો છે. પોતાના પરિવારના સભ્યના મૃતદેહના બદલે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

  • 30 Sep 2026 12:45 PM (IST)

    નવસારી: ચીખલીના રૂમાલા ગામેથી દીપડો પાંજરે પુરાયો

    નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામમાં છેલ્લા બે દિવસથી આંટાફેરા કરી રહેલો દીપડો આખરે પાંજરે પુરાયો છે. ચીરપાડા ફળિયા આસપાસ શિકારની શોધમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા તેને જોવા માટે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં વન વિભાગે દીપડાનો કબજો લઈ તેને ચીખલી ખાતે ખસેડ્યો હતો. દીપડાની આરોગ્ય તપાસ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

  • 30 Sep 2026 12:44 PM (IST)

    નર્મદાઃ સાગબારા જંગલ વિવાદ વધુ વકર્યો, સાંસદ મનસુખ વસાવાનો PMને પત્ર

    નર્મદાના સાગબારા જંગલ વિસ્તારનો વિવાદ વધુ વકર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર મામલે વડાપ્રધાનને પત્ર લખી તંત્ર અને વન પ્રધાન સામે ફરી આક્ષેપો કર્યા છે. લેખિતમાં ફરિયાદ કરવા છતાં યોગ્ય તપાસ ન થતી હોવાનો સાંસદે દાવો કર્યો છે. તંત્ર દ્વારા આદિવાસીઓને હેરાન કરવામાં આવતા હોવાનો અને તેમને ન્યાય ન મળતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પત્રમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો છે. 400થી 500 એકરમાં ગેરકાયદે ખેડાણ કરવામાં આવ્યું હોવાનો તેમજ વૃક્ષોના વાવેતરને કાગળ પર દર્શાવી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે યોગ્ય સમિતિ બનાવી તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાંસદે કરી છે.

  • 30 Sep 2026 11:55 AM (IST)

    મહીસાગરઃ સંતરામપુર IIFL સમસ્તા ફાઈનાન્સમાં ₹12.76 લાખની ઉચાપતનો આક્ષેપ

    મહીસાગરના સંતરામપુર સ્થિત IIFL સમસ્તા ફાઈનાન્સમાં ₹12.76 લાખથી વધુની ઉચાપત સામે આવી છે. વિજિલન્સ તપાસ દરમિયાન આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર દ્વારા જીવિત લોનધારકોના બોગસ મરણ દાખલા બનાવી 32 લોન બંધ કરાવી હોવાનો ખુલાસો થયો હતો. આ રીતે વીમા ક્લેમની રકમમાંથી ₹1.15 લાખથી વધુની ઉચાપત કરાઈ હોવાનો આક્ષેપ છે. ઉપરાંત ખોટી માહિતી આપી ચાર ગ્રાહકો પાસેથી ₹11.62 લાખથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હોવાની ફરિયાદ છે. સમગ્ર મામલે કંપનીના ક્લસ્ટર મેનેજરે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 30 Sep 2026 11:41 AM (IST)

    અમદાવાદઃ પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર રાજ્ય સરકારના આદેશની અવગણનાનો આક્ષેપ

    અમદાવાદમાં પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના વિદેશ પ્રવાસને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કુલપતિ પદે રહીને રાજ્ય સરકારના આદેશની અવગણના કરીને યુનિવર્સિટી પર ખર્ચનો ભાર મૂક્યાનો આક્ષેપ છે. 4થી 9 જૂન દરમિયાન અમેરિકા પ્રવાસ માટે સરકારે 6 એપ્રિલે સ્વખર્ચે જવાનો આદેશ કર્યો હતો અને એર ટિકિટ સહિતનો ખર્ચ યુનિવર્સિટીએ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં પ્રવાસ પાછળ ₹5.88 લાખ ટ્રાવેલ કંપનીમાં જમા કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. નિરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ સહિતના સહીવાળા ચેકથી આ રકમ ચૂકવાઈ હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે હવે યુનિવર્સિટીના ખર્ચ અને સરકારી આદેશના પાલનને લઈને સવાલો ઉઠ્યા છે.

  • 30 Sep 2026 11:01 AM (IST)

    નર્મદા ડેમ પૂર્ણ ભરાવાના આરે, જળસપાટી 138.61 મીટરે પહોંચી

    નર્મદા ડેમને લઈને ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર ડેમ 99.50 ટકા ભરાઈ ગયો છે અને જળસપાટી 138.61 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીથી હવે માત્ર 7 સેન્ટિમીટર જ દૂર છે. ઉપરવાસમાંથી સતત 43,659 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 4 વાગ્યે નર્મદા ડેમ પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી નર્મદા નીરના વધામણાં કરશે. વધામણાં માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ડેમ પૂર્ણ ભરાવાની નજીક પહોંચતા પીવાના પાણી અને સિંચાઈ માટે મોટી રાહતની આશા વચ્ચે નર્મદા ડેમ ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 30 Sep 2026 09:51 AM (IST)

    ગીર સોમનાથઃ એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત

    ગીર સોમનાથના બેડીયા-ખાંભા રોડ પર એસટી બસ અને કપાસ ભરેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 2 લોકોનાં મોત થયા છે, જ્યારે બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ગંભીરતાને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 30 Sep 2026 09:42 AM (IST)

    આણંદઃ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

    આણંદથી નડિયાદ વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને ઓવરટેકિંગ લેનમાં અકસ્માત નડતા 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • 30 Sep 2026 08:01 AM (IST)

    લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં મોટી ડ્રગ્સ જપ્તી

    લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ ઈરાની ધોમાંથી 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત ડ્રગ્સની કિંમત ₹3 હજાર કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરી વહાણ સહિત તમામને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે મલ્ટી એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 30 Sep 2026 07:36 AM (IST)

    મુંબઈના ખરાબ હવામાનની અસર, 4 ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ

    મુંબઈમાં ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર જોવા મળી છે. મુંબઈ જતી ચાર ફ્લાઈટ્સને હવામાનની સ્થિતિને પગલે વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં હૈદરાબાદથી મુંબઈ જતી AI 2447, વિજયવાડાથી મુંબઈ જતી AI 599, ઈન્દોરથી મુંબઈ જતી AI 1780 અને દિલ્હીથી મુંબઈ જતી IndiGo 6E 329 ફ્લાઈટનો સમાવેશ થાય છે. હવામાનમાં સુધારો થયા બાદ તેમજ જરૂરિયાત મુજબ રિફ્યુઅલિંગ પૂર્ણ થયા પછી આ ફ્લાઈટ્સને મુંબઈ માટે રવાના કરવામાં આવશે.

Published On - Sep 30,2026 7:35 AM

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">