ખુશ ખબર : ભાવનગરના મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વન્સી વધી , 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે

|

Aug 19, 2021 | 5:25 PM

જેમાં યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

ખુશ ખબર : ભાવનગરના મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વન્સી વધી , 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે
Good news Frequency of Bhavnagar Mahuva-Surat train increased will run 5 days a week from August 20 (File Photo)

Follow us on

ગુજરાત(Gujarat)માં ભાવનગરના મહુવા(Mahuva)થી સુરત વચ્ચેની ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. જેમાં યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ(Surat Superfast)સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ-
1) ટ્રેન નંબર 09050/09049 મહુવા-સુરત-મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયાના 5 દિવસ)
ટ્રેન નંબર 09050 મહુવા – સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ મહુવાથી 19:35 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:15/02:35 કલાકનો રહેશે અને બીજા દિવસે 6:35 કલાકે સુરત પહોંચશે.

આ ટ્રેન 20 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09049 સુરત – મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સુરતથી 22:00 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:00/02:20 કલાકનો રહેશે અને બીજા દિવસે 9:05 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 21 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ટ્રેન રસ્તામાં રાજુલા, સાવરકુંડલા, ઢસા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે.

2) ટ્રેન નંબર 09097 સુરત-મહુવા સ્પેશિયલ 19 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સુરતથી 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 4:15 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન માત્ર 1 દિવસ માટે ચાલશે.

3) મૂળ ટ્રેન નંબર 12945/12946 (09071/09072 સ્પેશિયલ) સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2021 થી બંને દિશામાં રદ રહેશે.
આ વિશેષ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : Afghanistan : અધિકારીઓને બહાર કાઢવા ભારતની મદદે US, જાણો કઈ રીતે થયુ Operation Airlift

આ પણ વાંચો :  Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

 

Next Article