AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

મહત્વનું છે કે જન આર્શિવાદ યાત્રાની સાથે સાથે ભાજપ દ્રારા સૌરાષ્ટ્રના પ્રવાસમાં પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ દરમિયાન લેઉવા પટેલ સમાજના અગ્રણી જયેશ રાદડિયા,પરેશ ગજેરા તથા કડવા પટેલ સમાજના જેરામ બાપા, મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.

Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ
BJP : Jan Arshiwad Yatra
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 19, 2021 | 12:49 PM
Share

Rajkot : સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું કહ્યું હતું.

પાટીદાર એટલે ભાજપ-માંડવિયા મનસુખ માંડવિયાએ કહ્યું હતુ કે પાટીદાર એટલે ભાજપ,ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખૂલે તેમાં ભાજપને મત મળે છે.પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે.મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઇએ..

સરદાર પટેલ અને સ્વ.કેશુભાઇ પટેલને યાદ કર્યા. મનસુખ માંડવિયાએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે મોદી સરકારે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવીને સરદાર વલ્લભભાઇ પટેલને સૌથી મોટું સન્માન આપ્યું છે.એટલુ જ નહિ સ્વ.કેશુભાઇ પટેલને પણ સન્માન આપ્યું છે.

પાટીદાર નેતૃત્વને પ્રોત્સાહનથી અમે સંતુષ્ટ-જેરામ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સિદસર ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતુ કે પાટીદાર સમાજના બે નેતાઓને જે કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેનાથી અમે સંતુષ્ટ છીએ.મહત્વનું છે કે થોડા સમય પહેલા લેઉવા કડવા પાટીદાર સમાજની એક બેઠક ખોડલધામ ખાતે મળી હતી. જેમાં તેઓએ પાટીદાર સમાજને પ્રભુત્વ નહિ મળતું હોવાનો સૂર જોવા મળ્યો હતો.

પાટીદાર સમાજને પ્રભુત્વથી સમાજ ખુશ-રાદડિયા

પાટીદાર સમાજની આજની બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યું છે તેનાથી સમાજ ખુશ છે.પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમાજને યોગ્ય સન્માન મળ્યું છે.

મહત્વનું છે કે જન આર્શિવાદ યાત્રાની સાથે સાથે ભાજપ દ્રારા સૌરાષ્ટ્રના પ્રવાસમાં પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

આ દરમિયાન લેઉવા પટેલ સમાજના અગ્રણી જયેશ રાદડિયા,પરેશ ગજેરા તથા કડવા પટેલ સમાજના જેરામ બાપા, મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છેકે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજયની સૌથી મોટી વોટબેંકને પોતાની તરફ કરવાના  પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જોવું રહ્યું કે ભાજપની આ રાજકીય ચાલ કેટલા અંશે સફળ રહે છે. અને, નારાજ પાટીદારો ભાજપ તરફ વળે છેકે નહીં ?

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્રમાં ઘેરું બનતું જળસંકટ, જળાશયોમાં મર્યાદિત પાણીનો જથ્થો

આ પણ વાંચો : Banaskantha : ઉત્તર ગુજરાતમાં પાણીની વિકરાળ સ્થિતિ, તમામ ડેમોના તળિયા ઝાટક

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">