ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? અંબાલાલ પટેલે કરી આ આગાહી- જુઓ Video

ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગ રસિકોને હંમેશા એ ચિંતા સતાવતી હોય છે કે એ દિવસે સારો પવન રહેશે કે કેમ. જો કે આ ઉતરાયણે પવનની ગતિ કેવી મંદ રહેશે કે ઝડપી રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2025 | 12:55 PM

પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે.

15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતરાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડી પડવાની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.

Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો

ભરશિયાળે કાળઝાળ ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરાયણ બાદ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા. ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તારીખ 14 સુધી રહેશે. હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. સૌરાષ્ટ્રમાં જે પ્રકારે અચાનક ઠંડી આવી. તેવી જ રીતે આગામી દિવસોમાં અચાનક ગરમી આવી જશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

જો કે હાલમાં, આગામી 24 કલાક સુધી રાજ્યમાં ઠંડી ચાલુ રહેશે. ઠંડા પવનોને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડ્યો છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 2 દિવસ સુધી ઠંડી લોકોને પરેશાન કરતી રહેશે. આ પછી, લોકોને થોડી રાહત મળી શકે છે કારણ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2 ડિગ્રી વધી શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી 3 ડિગ્રી ઘટી શકે છે.

Input Credit- Ravindr Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">