Dev Bhoomi Dwarka : ખંભાળિયાની ઘી નદીની પાળ તોડવાથી પાણીનો વેડફાટ, પાલિકા તંત્રએ તપાસ શરૂ કરી
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લામાં આવેલા ખંભાળિયાની પૌરાણિક ઘી નદીમાં ગાબડું પડયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ગાબડાંને પગલે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. ભંગાણની તપાસ બાદ પાલિકા તંત્ર પોલીસ ફરિયાદ નોંધાવશે.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ખંભાળિયા (Khambhaliya) શહેરમાં પસાર થતી ઘી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં લોકોએ પાળ તોડવાની ફરજ પડી હતી. જો કે નદીની પાળ તોડતા હજારો લિટર પાણી વેડફાયું હતું. આ ઘટનામાં નગરપાલિકા સ્થળ પર નિરીક્ષણ કરશે અને પાળ તોડવાની તપાસ બાદ પાલિકાનું તંત્ર પોલીસ ફરીયાદ નોંધાવશે. પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે અસામાજીક તત્વોએ ઘી નદીની પાળને નુકસાન પહોંચાડયું હોવાની આશંકા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયાની પૌરાણિક ઘી નદીની પાળ તોડયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. જેની તપાસ બાદ પાલિકા તંત્ર પોલીસ ફરિયાદ નોંધાવશે.
વારંવાર નદી સાથે ચેડા થતા દ્વારકા તથા ખંભાળિયાના નગરજનોમાં રોષ
ખંભાળિયામાં આવેલી ઘી નદી શહેરની શાન સમી છે અહીં એક તબક્કે રિવર ફ્રન્ટ બનાવવાનો વિચાર પણ તંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આ નદીમાં ગાંડી વેલ અને જળકુંભિ ઉગી નીકળી હતી. જેના કારણે નદીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ઉભો થયો હતો. આ સમસ્યાને ઉકેલવા માટે નગરજનોએ અવારનવાર રજૂઆત કરી છે પરંતુ તેનો નક્કર ઉકેલ આવતો નથી, ત્યારે પાળ તોડવાની ઘટનાથી એક નવી જ સમસ્યા ઉભી થઈ છે. વારંવાર નદી સાથે ચેડા થતા દ્વારકા તથા ખંભાળિયાના નગરજનોમાં રોષ વ્યાપી ગયો છે.
વર્ષ 2020માં દ્વારકા અને ખંભાળિયામાં વરસાદને પગલે ઘી નદીમાં ભારે પૂર આવ્યું
વર્ષ 2020માં દ્વારકા અને ખંભાળિયામાં વરસાદને પગલે ઘી નદીમાં ભારે પૂર આવ્યું હતું અને ખંભાળિયાના રામનાથ સોસાયટીના છેવાડાના કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જાય તેવી દહેશતના પગલે નગરપાલિકા તંત્રએ ખામનાથ નદીના પુલ પાસે ઘી નદીમાં એક તરફના ખૂણાનો ભાગ જેસીબી જેવા મશીનની મદદથી તોડી પાડયો હતો. તેમજ ઘી ડેમની વોટર વકર્સની લાઈન ભારે પૂરમાં તણાઇ જતા ખંભાળિયા શહેરના લોકો માટે પીવાના પાણી સર્જાઈ હતી.જોકે આ વખતે નદીની પાળ તોડવાની ઘટના તપાસનો વિષય બન્યો છે.