29/01/2025

અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ?

Image - Freepik

તમે ઘણીવાર ફિલ્મોમાં અમેરિકામાં લાંબા ટ્રક જોયા હશે, જે ભારતમાં જોવા મળતા નથી.

અમેરિકામાં ટ્રક ડ્રાઈવરો વૈભવી જીવન જીવે છે, તેમના આરામ માટે  ટ્રકમાં તમામ સુવિધાઓ હોય છે.

આ બધી સુવિધાઓ પૂરી પાડવાની હોવાથી ટ્રકની લંબાઈ વધારે હોય છે.

આ ટ્રકોમાં એન્જિન આગળ હોય છે અને ડ્રાઇવરનું કેબિન પાછળ હોય છે. 

જ્યારે ભારતમાં ચાલતા મોટાભાગના ટ્રકોમાં ડ્રાઇવર કેબિન એન્જિનની ઉપર બનેલ હોય છે.

ભારતમાં ટ્રકનું કદ 12 મીટર સુધીનું હોય છે, જ્યારે અમેરિકામાં 16 મીટર સુધીનું હોય છે.

અમેરિકામાં ટ્રક ડ્રાઇવરો સતત 8 કલાકથી વધુ ટ્રક ચલાવતા નથી, જે પછી તે ટ્રકમાં જ આરામ કરે છે. 

જ્યારે ભારતમાં ટ્રક ડ્રાઈવરો માટે કોઈ સત્તાવાર કામના કલાકો નક્કી કરેલા નથી.