Ahmedabad : શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો, વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જુઓ Video
શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદના ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદના ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સ્પોકન ઇંગ્લિશ ક્લાસના શિક્ષકે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
13 વર્ષીય વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું
બીજી તરફ આ અગાઉ પોરબંદરમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. 13 વર્ષીય વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જિલ્લાની એક સરકારી શાળામાં આ ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ પરિવારને જણાવતાં જાણ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
