AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી

જિલ્લામાં થયેલા વરસાદને પગલે ઓખા, ભાણવડ અને કલ્યાણપુર સહિતના પંથકમાં ખેડૂતો(Farmers)એ જણાવ્યું હતું કે આટલો વરસાદ વાવણી માટે પૂરતો છે અને તેઓ હવે વાવણી માટેની શરૂઆત કરી શકે છે.

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી
Devbhoomi Dwarka: the rains in Khambhaliya and surrounding rural areas. farmers start Sowing
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 11:05 AM
Share

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લામાં વરસાદે પગરણ માંડી દીધા હતા અને   સતત  બે દિવસથી  વરસી રહેલા વરસાદથી ખેડૂતે ખુશખુશાલ થઇ ઉઠ્યા છે.  વરસાદે  બે દિવસ પહેલા  જિલ્લામાં ધમાકોદાર એન્ટ્રી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા(Khambhaliya) ઓખામાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસાત સર્વત્ર ઠંચક વ્યાપી ગઈ હતી અને નદી નાળા છલકાઈ  ગયા હતા.  જિલ્લામાં થયેલા વરસાદને પગલે ઓખા, ભાણવડ અને કલ્યાણપુર સહિતના પંથકમાં ખેડૂતો(Farmers)એ જણાવ્યું હતું કે આટલો વરસાદ વાવણી માટે પૂરતો છે અને તેઓ હવે વાવણી માટેની શરૂઆત કરી શકે છે. સામાન્ય રીતે ભીમ અગિયારસથી ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે અને તે સમયની આસપાસ વરસાદ આવતા જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ ઉતર્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આટલા ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ

જિલ્લાના ભાણવડ, બેરજા, કલ્યાણપુર, માળી, લિંબડી(દ્વારકા- કલ્યાણપુરનું)માં તેમજ ખંભાળિયા,ઓખા અને મીઠાપુર, હંજડાપર,સુરજકરાડી,  ગોલણ, મોટા આસોટા, વિરપર, મેવાસા,ભાણવડ શહેર અને બરડા ડુંગરમાં માં પણ વાવણીલાયક વરસાદ થયો હતો. દ્વારકાના ખંબાળિયા શહેરમાં સતત બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને વરસાદ શરૂ થવાના થોડા સમય બાદ મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યું હતું. ખંભાળિયાના સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા , તો ગ્રામ્ય વિસ્તારનાના નાના તળાવ, નદીઓ અને નાળા પણ પાણીથી છલકાઈ ગયા હતા. જેના પરિણામે લોકોને અવરજવરમાં પણ તકલીફ ઉભી થઈ હતી.

દેવભૂમિ દ્વારકામાં વરસાદને  પરિણામે  દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. એક તરફ પ્રવાસીઓ આ વાતાવરણને જોઈને ખુશ થઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પણ  કરવો પડયો હતો. દ્વારકામાં 14 તારીખના રોજ વરસેલા વરસાદને પગલે રસ્તા  પાણી  પાણી થઈ  ગયા હતા.  જોકે બે દિવસ વરસેલા વરસાદથી ખેડૂતો માટે જમીન વાવણી લાયક બની ગઈ છે.

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">