બ્રેકિંગ ન્યૂઝ : અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કોડ અને SOGની ટીમે શરુ કરી તપાસ
અમદાવાદમાં શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદમાં શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેઇલ
અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળતા અફરા તફરી મચી ગઇ છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ મળ્યો છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી ઇ મેઈલથી મળી છે. જે પછી પોલીસને જાણ કરવામાં આવી છે. ઈ-મેઈલ મળતાં જ સ્કૂલનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ધમકીને લઈ બોમ્બ સ્કવોર્ડ અને SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
વિદ્યાર્થીઓને બહાર ખસેડી દેવામાં આવ્યા
શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારકમાં આજે એક કાર્યક્રમ ચાલુ હતો. જેમાં આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા.તે જ સમયે સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસના ઇમેઇલ આડી પર એક ઇમેઇલ આવ્યો હતો.જેમાં સરદાર સ્મૃતિ સ્મારકને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.જે પછી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.જે પછી સુરક્ષા હેતુ તાત્કાલિક કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીઓને બહાર ખસેડી દેવામાં આવ્યા હતા.
સરદાર સ્મૃતિ સ્મારકમાં સાંજે પણ એક VVIP કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. SOGની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મેસેજ મળતા જ એજન્સીઓએ સતર્ક બનીને સ્થળ પર તપાસ શરુ કરી છે.
ત્રણ સ્થળે ધમકી મળતા પોલીસ સતર્ક
મહત્વનું છે કે આજે વલસાડમાં પણ આ જ પ્રકારના બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. વલસાડમાં સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ઇમેઇલ મળ્યો છે. કલકત્તા ખાતે આવેલી ઓફિસને મેઇલ બાદ વલસાડમાં પણ આવો મેઇલ મળ્યો હતો અને હવે અમદાવાદમાં પણ આવો ઇમેઇલ મળ્યો છે. જેને લઇને સતર્કતા વધારી દેવામાં આવી છે.
વલસાડમાં સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવાયુ
વલસાડમાં સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવાયું છે. જે પછી ધરમપુરના મ્યુઝિયમમાં પોલીસે તપાસ શરુ કરી છે. મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર ખાલી કરાયો છે.