Bhavnagar: માલણ ડેમ ઓવરફ્લો, શ્રાવણમાં શ્રીકાર વર્ષાથી રાજ્યમાં નદી નાળા ઉભરાયા

છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને પગલે મોટાભાગના જિલ્લામાં  નદી નાળા અને ડેમ ફરીથી છલકાઈ ઉઠ્યા છે. વરસાદને પગલે ભાવનગરમાં માલણ ડેમ  (Malan Dam) ઓવરફ્લો થયો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 11:04 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે મેઘરાજા (Monsoon 2022) મન મૂકીને વરસ્યા છે. અત્યાર સુધી સીઝનનો 84.26 ટકા  વરસાદ (Rain) નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને પગલે મોટા ભાગના જિલ્લામાં નદી નાળા અને ડેમ  ફરીથી છલકાઈ ઉઠ્યા છે. વરસાદને પગલે ભાવનગરમાં માલણ ડેમ  (Malan Dam) ઓવરફ્લો થયો છે.

નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના

ભાવનગરના મહુવાની જીવાદોરી સમાન માલણ ડેમ છલકાયો હતો. ડેમ છલકાતા મહુવા સહિતના 10 ગામને હાઈએલર્ટ પર મૂકાયા છે. માલણ ડેમ 100 ટકા ભરાઈ જતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાસના મોટા ખૂટવડા, ગોરસ, સાગનિયા, લખૂપર, કુભણ, નાના જાદર, ઉનમિયાવદર, મહુવા અને કતપર સહિત ગામોને સતર્ક કરાયા છે. તંત્રએ સ્થાનિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ કોઝ-વે પરથી પશુઓને લઈ પસાર ન થવા સૂચના આપી છે. અગાઉ ભાવનગરના  શેત્રુંજી ડેમમાં પણ પાણીની  પુષ્કળ આવક થઈ હતી અને ડેમ છલકાયો હતો.

દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી

રાજ્યના વિવિધ ડેમ છલકાયા

રાજ્યના અલગ અલગ ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની (Narmada) જળ સપાટી  વધતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે તો ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટને પાર જતા ડેમના 22 પૈકી 12 દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને પગલે તાપી (Tapi) નદી કાંઠે રહેતા અને નીચાણવાળા વિસ્તારના લોકો સતર્ક બન્યા છે. સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલા કાકરાપાર ડેમમાં આઝાદીના રંગ જોવા મળ્યા હતા અને પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા હતા, આ તરફ મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી 607.08 ફૂટ થઈ હતી, ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 50.79 ટકા થયો છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે બે દિવસ એટલે કે આજે અને કાલે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ (Meteorological Department) ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજયમાં છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર ખાતે હળવાથી ભારે પડવાની શકયતા છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">