બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી
પાણી બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સમસ્યા છે. દિનપ્રતિદિન ઊંડા જતા ભૂગર્ભ જળ અને ઓછો વરસાદ પાણી માટે વધુ ઘાતક બનશે. ત્યારે રણપ્રદેશના છેવાડા પર રહેતો બનાસકાંઠા જીલ્લો નર્મદાના પાણી પર અત્યારે પોતાનો જીવનનિર્વાહ કરી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી સતત ઓછા વરસાદ (Rain) ના કારણે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના જળાશયો (Water Reservoirs) ખાલીખમ છે. જિલ્લાના ત્રણ મુખ્ય ડેમ (dam) માં અત્યારે ન માત્ર કહી શકાય તેટલું પાણી (water) છે. સીપુ સદંતર ખાલીખમ છે. જ્યારે દાંતીવાડા અને મુક્તેશ્વર માં માત્ર પીવાના પાણીના ઉપયોગમાં લઈ શકાય તેટલું જ પાણી બચ્યું છે. સતત ઓછા વરસાદ અને વધુ પડતા ભૂગર્ભજળના ઉપયોગના કારણે બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઊભું થયું છે. ભૂગર્ભ જળના ઉપયોગમાં બનાસકાંઠા જિલ્લા ગુજરાત (Gujarat) ના તમામ જિલ્લાઓ કરતાં અગ્રેસર છે. જિલ્લામાં પશુપાલન અને ખેતી સૌથી મોટા વ્યવસાય છે. તેના માટે પાણીની સૌથી વધુ જરૂરિયાત ઊભી થાય છે. ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળના ઉપયોગ સામે જે પાણી રિચાર્જ થવું જોઈએ તે થતું નથી. જેથી પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. સરકાર ભૂગર્ભ જળ રિચાર્જ વધુ થાય તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચયના કામને અગ્રતા આપી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. વાત હોય કે પીવાના પાણી કે પછી સિંચાઈના પાણીના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વિશ્વ જળ દિવસે જિલ્લા કલેક્ટરે પણ લોકોને વરસાદી પાણીનો સંગ્રહ તેમજ સિંચાઈના પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરી પાણીની બચત કરવા માટે અપીલ કરી છે.
પાણી બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સમસ્યા છે. દિનપ્રતિદિન ઊંડા જતા ભૂગર્ભ જળ અને ઓછો વરસાદ પાણી માટે વધુ ઘાતક બનશે. ત્યારે રણપ્રદેશના છેવાડા પર રહેતો બનાસકાંઠા જીલ્લો નર્મદાના પાણી પર અત્યારે પોતાનો જીવનનિર્વાહ કરી રહ્યો છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો જળસંકટ ના કારણે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય દિવાસ્વપ્ન સમાન બનશે.
પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવા માટે છેલ્લા ૨૫ વર્ષથી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરંતુ પશુપાલકોની આ માંગણી સંતોષાતી નથી. પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના પચાસ ગામોને આ તળાવ સીધી અસર કરે છે. આ તળાવમાં પાણી હોય તો તે પોતાના પશુપાલન પણ નિભાવી શકે અને તેમના પાણીનાં તળ પણ ઊંચા આવે. 15 દિવસ અગાઉ પાંચ હજાર જેટલા ખેડૂતોએ તળાવ ભરવા માટે રેલી યોજી હતી. પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન કરતા ફરી એકવાર આજે મલાણા પંથકના મહિલા આગેવાનો અને ખેડૂતોની આજે મીટીંગ મળી હતી. આગામી સમયમાં 5 હજાર જેટલી મહિલાઓ કલેક્ટર કચેરી તરફ કૂચ કરશે. પાણી માટે આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ થશે.
જિલ્લાના મોટા જળાશયોની સ્થિતિ
- – દાંતીવાડા :- 9 ટકા પાણી
- – મુક્તેશ્વર :- 10 ટકા પાણી
- – સીપુ :- ખાલી
આ પણ વાંચોઃ Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને
આ પણ વાંચોઃ Surat : સ્મીમેર હોસ્પિટલ રેગિંગ પ્રકરણ : તપાસ કમિટી દ્વારા ભોગ બનનાર જુનિયર ડોક્ટર્સનું સ્ટેટમેન્ટ લેવાયું