Banaskantha: 120 કરોડ રૂપિયાના ખર્ચે દાંતા-અંબાજી ફોરલેન તૈયાર, અંબાજીનો ત્રિશુળીયા ઘાટનો વ્યૂ પોઇન્ટ પદયાત્રીઓ માટે આાકર્ષણનું કેન્દ્ર

યાત્રાધામ અંબાજીને (Ambaji) જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સુવિધા મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી (Danta) રોકી દેવામા આવતા હતા.

Banaskantha: 120 કરોડ રૂપિયાના ખર્ચે દાંતા-અંબાજી ફોરલેન તૈયાર, અંબાજીનો ત્રિશુળીયા ઘાટનો વ્યૂ પોઇન્ટ પદયાત્રીઓ માટે આાકર્ષણનું કેન્દ્ર
દાંતા-અંબાજી ફોરલેન તૈયાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 4:13 PM

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી (Ambaji) પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાનારા ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખૂબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. 120 કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા-અંબાજી ફોરલેન (Danta-Ambaji Forlane) રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સુવિધા મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામા આવતા હતા. જે હવે અંબાજીથી 3 કિલોમીટર પહેલાં ગેટ પાસેના ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યૂ પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યૂ પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ઐતિહાસિક નિર્ણય લઇ ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુરથી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.

ત્રિશુળીયો ઘાટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા-ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં. હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થયો છે.

પદયાત્રિકોની સવલતોમાં વધારો

રાજયના યાત્રાધામોને જોડતા રસ્તાઓને ફોરલેન બનાવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તે અનુસાર યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાવઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ- આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી તમામ રસ્તાસઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. ફોરલેન રસ્તા ઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે તે સાથે આ વિસ્તાફરના લોકોને ફોરલેન રસ્તાઓ બહુ ઉપયોગ નિવડી રહ્યા છે જેનાથી આ વિસ્તાતરની વિકાસકૂચ ઝડપી વેગવંતી બનશે.

g clip-path="url(#clip0_868_265)">