Ananad: ઉનાળા પહેલા પાળ બાંધવામાં લાગ્યા પાણી પુરવઠા પ્રધાન, કનેવાલ તળાવ અને પરીએજ તળાવના કામની સમીક્ષા કરી પાણી વ્યવસ્થા અંગે આપ્યા સૂચન

ખેડા જિલ્લામાં આવેલ પરીએજ તળાવ 360  હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી સૌરાષ્ટ્રના 41 નગરો અને 2131 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ આણંદ જિલ્લામાં આવેલ કનેવાલ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી તારાપુર તાલુકાના 1436  હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે,

Ananad: ઉનાળા પહેલા પાળ બાંધવામાં લાગ્યા પાણી પુરવઠા પ્રધાન, કનેવાલ તળાવ અને પરીએજ તળાવના કામની સમીક્ષા કરી પાણી વ્યવસ્થા અંગે આપ્યા સૂચન
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી સિંચાઈ યોજનાની મુલાકાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 7:32 AM

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવ તેમજ હેડ વર્કસ પમ્પીંગ સ્ટેશન અને સંમ્પની મુલાકાત લઈ આ તળાવ આધારિત પીવાના પાણી અને સિંચાઈ માટે કાર્યરત યોજનાઓની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરી હતી. તેમજ આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઉનાળાના દિવસોમાં લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે બાબતે આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ બંને તળાવો સંલગ્ન યોજનાઓની સમીક્ષા કરીને લોકોને આવનાર દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચના આપી હતી. તેમણે આ તળાવો મારફત પમ્પીંગ દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે, ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવતો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને સાતત્યપૂર્ણ રીતે છેવાડાના ગામો સુધી પહોંચે અને લોકોને ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકિદ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં આવેલ પરીએજ તળાવ 360  હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી સૌરાષ્ટ્રના 41 નગરો અને 2131 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ આણંદ જિલ્લામાં આવેલ કનેવાલ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી તારાપુર તાલુકાના 1436  હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ઉપરાંત વલ્લી ગામ પાસે આવેલ મિલરામપુરા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત અને તારાપુર તાલુકાના 51 ગામો, ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત શહેર અને આજુબાજુના ગામો તથા સૌરાષ્ટ્ર પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું  છે.

g clip-path="url(#clip0_868_265)">