Amreli: રાજુલાના રામપરા ગામમાં ત્રણ સિંહોની લટાર, ગામના લોકોમાં પણ સિંહનો કોઇ ડર નહીં

|

Jul 31, 2022 | 3:27 PM

શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ (Lion) આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ (Patrolling) કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.

Amreli:  રાજુલાના રામપરા ગામમાં ત્રણ સિંહોની લટાર, ગામના લોકોમાં પણ સિંહનો કોઇ ડર નહીં
રામપરા ગામમાં ત્રણ સિંહોની લટાર

Follow us on

ગુજરાતમાં (Gujarat) એક સમયે ગીર જંગલમાં રહેતા સિંહો હવે અમરેલી (Amreli) જિલ્લામાં આવેલા રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અહીં પીપાવાવ નજીક આવેલા રામપરા ગામમાં સિંહો આંટાફેરા કરી રહ્યા છે. તો બીજી તરફ અહીં પાનની દુકાનના પટાંગણમાં સિંહો (Lion) રીતસર આંટાફેરા કરતા જોવા મળે છે. શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ રીતસર આંટાફેરા કરતા જોવા મળ્યા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. જો કે અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે આવી ઘટના અહીં રોજ બનતી હોય છે. સ્થાનિકો માને છે કે સિંહોને અહીનું વાતાવરણ હવે અનુકૂળ આવી રહ્યું છે. જેના કારણે આ રીતે ફરી રહ્યા છે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

 

શ્વાનની જેમ ગામની રખેવાળી કરે છે સિંહ

રામપરા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ શ્વાનની જેમ જાણે રખેવાળી કરતા હોય તેવુ જોવા મળી છે. મહત્વની વાત એ છે કે, અહીં સિંહ કોઇ વ્યક્તિ કે પશુઓ પર હુમલો કરતા નથી. સિંહોએ ક્યારેય અહીં શિકાર કરવાનો પ્રયાસ કર્યો નથી. વન વિભાગના જણાવ્યા પ્રમાણે, સિંહોની જો પજવણી ન કરવામાં આવે તો સિંહો આ રીતે જ તમારી બાજુમાંથી ક્રોસ થઈ જશે. આ વિસ્તારમાં પીપાવાવ સહિતના વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ ધમધમી રહી છે. ગુજરાતી અને પરપ્રાંતીય માણસોનો વસવાટ વધી રહ્યો છે, તેમની સામે સિંહોની સંખ્યા પણ વધી રહી છે.

રાજુલા રેન્જમાં વનવિભાગને પેટ્રોલિંગ વધારવાની જરૂર

સૌરાષ્ટ્રમાં રાજુલા રેન્જ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધુ છે તેની સામે સિંહોની સુરક્ષા વધારવા માટે પણ વિચારણા કરવાની જરૂર છે. સિંહો ઉપર સતત મોનીટરિંગ અને પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઉભી થય છે. કેમ કે અહીં સતત વાહનો 24 કલાક દોડધામ કરતા હોય છે. જેથી અકસ્માતનો ખતરો પણ તોડાઇ રહ્યો છે.

TV9 ડિજિટલ દ્વારા અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સિંહ નિષ્ણાંત વિપુલ લહેરીનો સંપર્ક કરતા કહ્યું દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં ઠંડક ભર્યું વાતાવરણ હોય છે. લોકો સિંહોને ખૂબ પ્રેમ કરે છે જેના કારણે સિંહોને આ વિસ્તારનું વાતાવરણ અનુકૂળ આવ્યું છે જેના કારણે સિંહો આખાય ઉધોગ વિસ્તારમાં પોતાનું નિવાસ સ્થાન બનાવી રહ્યા છે. હાલમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે જેથી સરકાર એ આ વિસ્તારમાં સિંહોની સુરક્ષા વધારવાની જરૂરિયાત છે. વનવિભાગમાં સ્ટાફની ઘટ છે જેના કારણે કર્મચારીઓ પહોંચી શકતા નથી.

(વીથ ઇનપુટ-જયદેવ કાઠી, રાજુલા, અમરેલી)

Next Article