“મારી જેટલી મજાક-મશ્કરી કરવી હોય એટલી કરી લો, હું દેશના કલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છુ,પાછો હઠવાનો નથી઼”- GMDCથી પીએમ મોદીનો વિપક્ષને પડકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GMDC ગ્રાઉન્ડથી વિશાળ જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમની સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ ગણાવી તો બીજી તરફ વિપક્ષને પણ એક પડકાર ફેંક્યો કે મારી જેટલી મજાક મશ્કરી કરવી હોય એટલી કરી લો, હું કોઈને જવાબ આપવામાં માનતો નથી, હું સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છુ દરેક મજાક, દરેક અપમાન સહન કરી દેશહિત માટેના નિર્ણયો લેવામાં ક્યારેય પાછો નહીં પડુ.

મારી જેટલી મજાક-મશ્કરી કરવી હોય એટલી કરી લો, હું દેશના કલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છુ,પાછો હઠવાનો નથી઼- GMDCથી પીએમ મોદીનો વિપક્ષને પડકાર
Follow Us:
| Updated on: Sep 16, 2024 | 5:33 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બન્યા બાદ આજે પ્રથમવાર ગુજરાત આવ્યા છે, આ દરમિયાન તેમણે GMDC ગ્રાઉન્ડ ખાતેથી 8000 કરોડના વિકાસકામોના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ઈ-ખાતમૂહુર્ત કર્યુ. પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. પહેલીવાર ગુજરાતમાં આટલા વ્યાપક સ્તરે આટલા ઓછા સમયમાં આટલો તેજ વરસાદ જોવા મળ્યો.એકાદ સ્થળોએ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે. તેના કારણે અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. જાનમાલની પણ હાનિ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રભાવિતોને મદદ કરવામાં લાગેલી છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છુ. આપ સહુની વચ્ચે આવ્યો છુ. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મને પ્રેમથી ભરી દીધો છે. દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને પોતાનાઓના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઊર્જા મળે છે. તેનાથી ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા પધાર્યા તે મારુ સૌભાગ્ય છે. તેમણે કહ્યુ મને ગુજરાતના તમામ લોકોની અપેક્ષાની પણ ખબર છે. વારંવાર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી મેસેજ પણ આવતા હતા. ત્રીજીવાર શપથ લીધા બાદ હું જલદી તમારી વચ્ચે આવીશ.

વડાપ્રધાને કહ્યુ 60 વર્ષ બાદ દેશની જનતાએ એક ઈતિહાસ રચ્યો છે. એક જ સરકારને લગાતાર ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર પ્રદાન થયો છે. આ ભારતના લોકતંત્રની મોટી ઘટના છે. લોકસભા ચૂંટણી પહેલા આપ સહુને મે એક ગેરંટી આપી હતી.. મે કહ્યુ હતુ કે ત્રીજી ટર્મના 100 દિવસમાં દેશ માટે અનેક અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા 100 દિવસમાં મે દિવસ રાત જોયા વિના 100 દિવસના એજન્ડાને પુરા કરવામાં પૂરી તાકાત લગાવી દીધી. દેશમાં હોય કે વિદેશમાં જે પણ પ્રયાસ કરવા પડે તે કર્યા. કોઈ કસર બાકી રહેવા દીધી નથી.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

વિપક્ષને પીએમનો પડકાર

પીએમએ વિપક્ષ પર નિશાન તાક્યુ કે છેલ્લા 100 દિવસમાં તમે જોયુ હશે કે જાણે કેવી કેવી વાતો થવા લાગી, મારી મજાક ઉડાવવા લાગ્યા, મોદીની મશ્કરી કરવા લાગ્યા અને તર્કવિતર્ક કરવા લાગ્યા. લોકો મજા લેતા હતા. લોકોને પણ આશ્ચ્ર્ય હતુ કે મોદી કેમ ચૂપ છે. પરંતુ ગુજરાતના ભાઈઓ બહેનો સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છે. દરેક મજાક, દરેક અપમાનને સહન કરતા એક પ્રણ લેતા 100 દિવસ તમારા કલ્યાણ, દેશ હિત માટે નીતિ બનાવવા અને નિર્ણય લેવામાં લગાવ્યા છે. અને નક્કી કર્યુ હતુ કે જેને જેટલી મજાક ઉડાવવી હોય ઉડાવી લે. પણ મે નક્કી કર્યુ હતુ કે હું એકપણ જવાબ નહીં આપુ.

દેશના કલ્યાણના રસ્તે ચાલવામાં ગમેતેટલી મજાક મશ્કરી થતી રહે હું ડગીશ નહીં. 100 દિવસના નિર્ણયોમાં દેશના દરેક નાગરિક, દરેક પરિવારના કલ્યાણની ગેરંટી પાક્કી થઈ ગઈ. ચૂંટણી દરમિયાન 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી આપી હતી. તેના પર કામ ચાલી રહ્યુ છે. ગામ હોય કે શહેર અમે દરેકને સારી જિંદગી જીવવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં લાગેલા છે. શહેરી મિડલ ક્લાસને આર્થિક મદદ દેવાનું હોય, શ્રમિકોને યોગ્ય કિમતે સારુ ઘર આપવાનુ અભિયાન હોય, કે ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે વિશેષ આવાસ યોજના, વર્કિંગ વિમેન માટે હોસ્ટેલ બનાવવાની હોય અમારી સરકાર તમામ મોરચે કામ કરી રહી છે.

“કોઈપણ કંપનીમાં પ્રથમ નોકરીની પ્રથમ સેલરી સરકાર આપશે”

પીએમએ કહ્યુ દેશમાં 70 વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો છે તેમને 5 લાખની મફત સારવાર મળશે. હવે મિડલ ક્લાસના દીકરા-દીકરીઓએ માતાપિતાની સારવારની ચિંતા નહીં કરવી પડે. આ 100 દિવસમાં યુવાનોની નોકરી, રોજગાર, સ્વરોજગાર માટે મોટા નિર્ણયો લેવાયા. યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાના વિશેષ પીએમ પેકેજની જાહેરાત કરાઈ. જેનો ફાયદો 4 કરોડથી વધુ યુવાનોને થશે. હવે કંપનીમાં પ્રથમ નોકરીની પ્રથમ સેલરી પણ સરકાર આપશે.

“દેશમાં એક કરોડ લખપતિ દીદી બની”

પીએમએ ઉમેર્યુ કે સરકારની મુદ્રા લોન યોજના સ્વરોજગારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી છે. તેની સફળતાને જોતા લોનની કિમત 10 લાખથી વધારી 20 લાખ કરી દેવાઈ છે. મે માતાઓ બહેનોને ગેરંટી આપી હતી. 3 કરોડ લખપતિ દીદીની, ગત વર્ષોમં 1 કરોડ લખપતિ દીદી બની છે. ત્રીજી ટર્મમાં પ્રથમ 100 દિવસોમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 11 લાખ નવી લખપતિ દીદી બની છે.

બાસમતી ચોખા અને ડુંગળી પરની નિકાસ પરનો બેન હટાવી લેવાયો

તેલિબિયા ઉગાડનારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો તેલિબિયાના ખેડૂતોના ફાયદા માટે વિદેશી તેલની આયાત પર મૂલ્ય વધારવામાં આવ્યા. સોયાબિનના ખેડૂતોને ફાયદો થશે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસને છૂટ આપી દેવાઈ છે. તેનાથી વિદેશોમાં પણ ભારતના ચોખા અને પ્યાજની માગ વધી છે. તેનાથી પણ દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે

ગુજરાત સહિત દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલથી જોડવામાં આવશે

પીએમ મોદીએ જણાવ્યુ કે 100 દિવસમાં રેલ, રોડ, પોર્ટ, ઍરપોર્ટ અને મેટ્રોથી જોડાયેલા ડઝનો પ્રોજેક્ટને સ્વીકૃતિ દેવામાં આવી છે. અમદાવાદ મેટ્રોના વિસ્તારથી અનેક લોકો ખુશ છે. ગુજરાત માટે આજનો દિવસ ખાસ છે. આજે અમદાવાદ અને ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ થઈ છે. નમો ભારત રેપિડ રેલ અપડાઉન કરનારા પ્રવાસીઓને સુવિધા મળશે. આવનારા સમયમાં દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલથી જોડવામાં આવશે. આ દરમિયાન દેશમાં 15 થી વધુ નવી રૂટ પર નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. 15 સપ્તાહમાં 15 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ. આજે પણ રાજકોટ સિકન્દરાબાદ, કોલ્હાપુર પૂણે સહિતની વંદે ભારત ટ્રેનને હરી ઝંડી અપાઈ છે.

“આવનારા 25 વર્ષમાં દેશને વિકસીત દેશ બનાવવાનો છે”

વડાપ્રધાને જણાવ્યુ “ગુજરાતના લોકો સમયનું મૂલ્ય સમજે છે. આ સમય ભારતનો અમૃતકાળ છે. આવનારા 25 વર્ષમાં આપણે દેશને વિકસીત બનાવવાનો છે. તેમા ગુજરાતની મોટી ભૂમિકા છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગનું1 સૌથી મોટુ હબ છે. ગુજરાત દેશના વેલકનેક્ટેડ રાજ્યોમાંથી એક છે. વિદેશી યુનિવર્સિટી પણ ગુજરાતમાં તેમના કેમ્પસ શરૂ કરી રહી છે. કલ્ચરથી એગ્રીકલ્ચર સુધી ગુજરાતની દૂનિયામાં ધૂમ મચેલી છે.

પીએમએ ફરી વિપક્ષને આડેહાથ લેતા કહ્યુ કે દેશમાં નકારાત્મક્તાથી ભરેલા કેટલાક લોકો દેશની એક્તા પર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે 562 રજવાડાને ભેગા કરી દેશનું એકીકરણ કર્યુ પરંતુ સત્તાભૂખ્યા કેટલાક લોકો હવે જમ્મુકાશ્મીરમાં આર્ટીકલ 370ને પરત લાવવા માગે છે. બે બંધારણનો નિયમ ફરી લાગુ કરવા માગે છે. નફરતથી ભરેલા આ લોકો ભારતને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી. આ લોકો ગુજરાતને પણ લગાતાર નિશાના પર લઈ રહ્યા છે. ગુજરાતે આવા લોકોથી સતર્ક રહેવાનુ છે. આપણા સહુન પ્રયાસોથી આપણા દરેક સંકલ્પ સિદ્ધ થશે. હું ગુજરાતથી નવી ઊર્જા, નવી ચેતના લઈને આગળ વધીશ. તમારા સપના, પૂરા કરવા મારી પળેપળ ખપાવી દઈશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">