અમદાવાદઃ પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો, નરાધમ બાપની ધરપકડ

પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નશાની હાલતમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે અડપલા કરી આબરૂ લેવાની કોશિષ કરી હતી. જોકે 11 વર્ષની દીકરીએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદઃ પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો, નરાધમ બાપની ધરપકડ
નરાધમ પિતાની ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 26, 2024 | 6:17 PM

અમદાવાદમાં એક પિતાએ સંબંધોને લજવ્યા છે. માસૂમ દિકરીને અડપલા કરીને છેડતી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો છે. જોકે 11 વર્ષની દીકરીએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો. સમગ્ર મામલાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારની છે. જ્યાં એક પિતા અને બે દિકરીઓ તેમજ તેમના બેન અને બનેવી સાથે રહે છે. આ દરમિયાન પિતાએ બાળકીની સાથે અડપલા કર્યા હતા અને જેનો દિકરીએ પ્રતિકાર કર્યો હતો. માતા વિનાની દિકરી સાથે અડપલા કરવાને લઈ રોષ ફાટી નિકળ્યો છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

શર્મસાર કરતો કિસ્સો

અમદાવાદમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં એક પિતા તેની બે દીકરીઓ અને બે બહેન બનેવી સાથે રહે છે. 11 વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હતું. જે બાદ પિતા પોતાની બંને દીકરીઓ સાથે રહે છે. બે દિવસ પહેલા ઘરના બધા સભ્યો મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે પાછળથી પિતા નશાની હાલતમાં ઘરે આવ્યા હતા ત્યારે નાની દીકરી ઘરે એકલી હતી. મોકો જોઈને નશામાં ધૂત પિતાએ નાની દીકરી સાથે અડપલા કર્યા હતા. જોકે દીકરીએ પ્રતિકાર કરતા પિતા ઘરેથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

પિતાએ અડપલા કરતા સગીર દીકરીએ બુમાબુમ કરતા પિતા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે બાદમાં સગીરાના ફોઈ ઘરે આવતા તેણે આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં અંતે આ મામલે સગીરાના ફોઈએ પોતાના ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદને આધારે રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપી પિતા નશાની ટેવ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે ક્યાં સંજોગોમાં આ બનાવ બન્યો તેને લઈને રામોલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">