AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : M.J.Library હવે બની e-Library, 4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે

e-Library બનેલી M.J.Library માં હવે 3700 કરતા વધુ ઇ-બુક્સ અને એમ.જે.લાઇબ્રેરીના 4 લાખ કરતા વધુ પુસ્તકો વાંચનરસિકો ઓનલાઈન વાંચી શકશે.

અમદાવાદ : M.J.Library હવે બની e-Library, 4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે
FILE PHOTO
Darshal Raval
| Edited By: | Updated on: Jun 01, 2021 | 6:47 PM
Share

Ahmedabad  : ભારત સરકારના Digital India અભિયાન અંતર્ગત આમદાવાદની પ્રતિષ્ઠિત M.J.Library હવે e-Library બની છે. ડીજીટલ લાઈબ્રેરીમાં પરિવર્તિત થયેલી એમ.જે. લાઈબ્રેરીનું આજે 1લી જૂનના રોજ અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને માનપાના સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

M.J.Library હવે e-Library બની M.J.Library હવે e-Library બનતા ઇ-લાઇબ્રેરીમાં મેન્યુઅલ પ્રથા બંધ કરી દેવાઈ છે અને વાચકો આજ થી ઇ-લાઇબ્રેરી મારફતે લોકો પુસ્તકો વાંચી શકશે. વિશ્વના કોઈ પણ ખૂણે બેસી લોકો આ સુવિધાનો લાભ લઇ શકે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઇ-લાઇબ્રેરી નો લાભ લેવા લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ફ્રી રહેશે. આ નવી સેવાથી ઓનલાઇન મેમ્બરશીપમાં સરલીકરણ અને જામીનદારોમાંથી મુક્તિ મળશે. એમ.જે ઇ લાઈબ્રેરીમાં Rfid નું અમલીકરણ પણ શરૂ થશે.

4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે e-Library બનેલી M.J.Library માં હવે 3700 કરતા વધુ ઇ-બુક્સ અને એમ.જે.લાઇબ્રેરીના 4 લાખ કરતા વધુ પુસ્તકો વાંચનરસિકો ઓનલાઈન વાંચી શકશે. લાભ મેળવવા માટે લોકોએ એમ.જે. લાઈબ્રેરીની વેબસાઈટ www.mjlibrary.in પર જવાનું રહેશે. તો સાથે જ ઓનલાઇન રિઝર્વેશન, રીન્યુ અને પેમેન્ટની પણ સુવિધા રખાઈ.

M.J.Libraryમાં લોકોને પુસ્ત વાંચવાથી લઈને પેમેન્ટ કરવા સુધી દરેક પ્રકારની સુવિધા મળી રહેશે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો સાથે જ ડીઝીટલ લાઇબ્રેરીનો લાભ લેવા વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અને ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવશે. જેથી લોકો સરળતાથી તેમાં જોડાઈ શકે. એટલું જ નહીં પણ લોકોના પ્રતિભાવો પણ ઓનલાઇન મેળવી શકાશે.

M.J.Library માં ડીજીટલ સુવિધાઓમાં વધારો હવે e-Library બનતા એમ.જે લાઈબ્રેરીમાં ડીજીટલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. લાઈબ્રેરીમાં CCTV અને ફ્રી વાઇફાઇ સુવિધા પણ રખાઈ છે. એટલે કે ઈન્ટરનેટ સાથે સેફટી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.એટલું જ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કમ્પ્યુટર સિસ્ટમ અને ઇ-રીડરથી સજ્જ લેબ પણ બનાવવા આવી છે. તો વધુમાં વધુ વાચકો જાતે પુસ્તક ચેક ઇન-ચેક આઉટ કરી શકે તે માટે કેઓસ્ક મશીન પણ રાખવામાં આવ્યા છે. એટલે કે લાઇબ્રેરીમાં એન્ટર થઈને એક્ઝિટ થવા સુધી જે પણ અદ્યતન સુવિધા જોઈએ તે સુવિધા M.J.Library માં ઉપલધ કરવામાં આવી છે.

મહત્વનું છે કે હાલમાં લોકો મોબાઈલ વગર એક મિનિટ પણ દૂર રહી શકતા નથી ત્યારે આ પ્રકારની સુવિધા ઉભી થાય તો મોબાઈલથી ટેવાયેલા વધુને વધુ લોકો આ ઇ-લાઇબ્રેરીનો લાભ લઇ શિક્ષણક્ષેત્રે આગળ વધી શકે તે માટે પ્રયાસ કરાયો છે. જે આજ ના યુગમાં સમયની માંગ પણ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">