વૃદ્ધ દંપતીનો વિચિત્ર કિસ્સો! 70 વર્ષના પતિએ પત્નીની જાસૂસી કરતા પોલીસે ધરપકડ કરી

અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધ પતિએ પોતાની વૃદ્ધ પત્નિની જાસૂસી કરી છે. જેને લઈ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જાસૂસી પ્રકરણને લઈ તપાસ શરુ કરતા વૃદ્ધાની જાસૂસી ખુદ તેનો પતિ જ કરતો હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈ હવે વૃદ્ધ પતિને પોલીસે ઝડપી લીધો છે.

વૃદ્ધ દંપતીનો વિચિત્ર કિસ્સો! 70 વર્ષના પતિએ પત્નીની જાસૂસી કરતા પોલીસે ધરપકડ કરી
પતિની ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 05, 2024 | 8:25 PM

GPS ટ્રેકરની મદદથી પોતાની પત્નિની જ જાસુસી કરનાર વૃધ્ધ પતિની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. પતિ- પત્નિ વચ્ચે છેલ્લા 5 વર્ષથી ચાલતી તકરારના કારણે 70 વર્ષિય વૃધ્ધાએ પત્નિ અને તેના પુત્રની જાસુસી કરવા માટે ગાડીમાં GPS લગાવ્યુ હોવાનું સામે આવ્યું છે. વૃધ્ધાના મનમાં રહેલો શક દુર કરવા માટે આ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમ અમદાવાદની ટીમ દ્વારા આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધ પતિ અમદાવાદના જુહાપુરામાં રહે છે અને તે તેણે જ પત્નિ સાથે ખટરાગ હોવાને લઈ તેમની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યુ હતુ. જે જીપીએસ ટ્રેકરને લઈ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેની તપાસ શરુ કરવામાં આવી હતી.

પતિની કરાઈ ધરપકડ

70 વર્ષિય સબ્બિર ગાંધી એ પોતાની પત્નીની ગાડીમાં GPS ટ્રેકર લગાવી તેની જાસુસી કરતો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતુ. જેની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતા જાસૂસી કરવાને લઈ ખુલાસો કર્યો હતો. વૃદ્ધ પત્નિએ ફરિયાદ કરતા પોલીસને બતાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિનાથી ફકોઈ તેનો પીછો કરતો હતો જેને લઈ તેણે આશંકાને દૂર કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે GPS ટ્રેકરની તપાસ કરતા પતિ સબ્બીર ગાંધીની સંડોવણી સામે આવી હતી. જેને લઈ શબ્બીર ગાંધીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.

જાસૂસી કરવાની જરુરીયાતને લઈ તપાસ

પકડાયેલ આરોપી સબ્બિર ગાંધીની પુરછપરછ કરતા સામે આવ્યું કે વૃધ્ધ દંપતિ વચ્ચે છેલ્લા 5 વર્ષથી તરકાર ચાલે છે, અને 498 નો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. ઉપરાંત આરોપી ભરણપોષણ ચુકવી રહ્યો છે. પતિ શબ્બિર ગાંધીને તેની પત્નિ અને પુત્ર પર શંકા હોવાથી તેમની મુવમેન્ટ જાણવા માટે GPS ટ્રેકર કારમાં લગાવ્યુ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન

વૃધ્ધાની જાસુસી કેસમાં માત્ર પારિવારિક તકરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. જોકે જાસુસી પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">