Ahmedabad: લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાવ્યો ગર્ભપાત, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

લગ્નની લાલચ આપી બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આવી જ ઘટના બની છે. બનેલી આ ઘટનામાં મહિલાએ બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બન્ને વેપારીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

Ahmedabad: લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાવ્યો ગર્ભપાત, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 26, 2023 | 5:25 PM

અમદાવાદના સુપર માર્કેટના માલિક વિરુદ્ધ એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. એક  ઇસમે બળાત્કાર ગુજાર્યો અને ગર્ભપાત કરાવ્યો તો બીજો ઈસમ તેની પડખે ઉભો રહી મહિલાને ધમકી આપતો હતો. જેથી કંટાળીને મહિલાએ બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બન્ને વેપારીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા બજરંગ સ્ટોરના માલિકની પોલીસે ધરપકડ કરી છે. હસમુખ પ્રજાપતિ અને તેના ઈસમ પ્રવિણ પ્રજાપતિની આ બાબતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને ઈસમો વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ મુખ્ય આરોપી હસમુખ પ્રજાપતિએ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને તે દુષ્કર્મની ફેબ્રુઆરી મહિનામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં થયેલી  ફરિયાદના આધારે હસમુખના ઈસમ પ્રવીણ અવારનવાર ધમકી આપતો હોવાની તથા મહિલાની પાછળ જાસુસ રાખી તેની રેકી કરાવતો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ફરિયાદ અનુસંધાને બોડકદેવ પોલીસે ગુનો નોંધી બંને ઈસમોની ધરપકડ કરી હતી.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

ફરિયાદી મહિલા એ કરેલા આરોપો પર નજર કરીએ તો મહિલા અને આરોપી હસમુખ વર્ષ 2015માં એકબીજાના પરિચયમાં આવ્યા હતા. કોરોના બાદ ફરિયાદી મહિલા અને હસમુખ વચ્ચે મિત્રતા વધી હતી. તે સમયે હસમુખે કેફી પીણું પીવડાવી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ મહિલા ફેબ્રુઆરી 2023 મહિલા ગર્ભવતી થઈ હતી. જેની જાણ હસમુખને કરાતા હસમુખે તેનો ગર્ભપાત કરાવ્યો હતો.

જોકે હસમુખે મહિલાનો સ્વીકાર ન કરતા ફેબ્રુઆરી મહિનામાં હસમુખ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જોકે તે ફરિયાદ બાદ હસમુખે મહિલાનો સ્વીકાર કરવાની શરતે સમાધાન કરી લીધું હતું. જે બાદ બંને વચ્ચે સમાધાન થતાં ઉજ્જૈન ફરવા ગયા હતા તે સમયે હસમુખ અને મહિલા વચ્ચે ફરી વખત શરીર સંબંધ બંધાયા હતા અને મહિલા ગર્ભવતી થઈ હતી..  જે અંગેની જાણ હસમુખ ના ઈસમ પ્રવીણને થતા પ્રવીણ એ મહિલાને ધમકી આપવાનું અને તેની પાછળ જાસૂસ રાખી તેની રેકી કરાવવાની શરૂઆત કરી હતી અને આ જ ધમકીના પગલે ગઈકાલે ફરી એક વખત મહિલાએ બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં પોલીસે બંનેની ધરપકડ કરી.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતા સ્વીટ માર્ટમાં હાથ ધરાયુ ચેકિંગ, જુઓ Video

મહત્વનું છે કે અગાઉ મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું હોવાથી ફરી વખત મહિલા ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ત્યારે તેની ફરિયાદ લેવાઈ ન હતી. તેથી જ આરોપી તેને ધમકી આપતો હતો કે, પોલીસ વિભાગમાં તેની ઓળખાણ છે અને ખોટા કેસમાં ફસાવી દેશે. જે રજૂઆત મહિલાએ પોલીસ કમિશનરને કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">