Ahmedabad: અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતા સ્વીટ માર્ટમાં હાથ ધરાયુ ચેકિંગ, જુઓ Video
આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરતા જાણીતા સ્વીટ અને ફરસાણ વેચનારાઓની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. સ્વીટ અને ફરસાણ ઉત્પાદન કરવાના યુનિટના સ્થળો પર પણ ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી સહિત સ્વીટ માર્ટમાં દરોડો પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરતા જાણીતા સ્વીટ અને ફરસાણ વેચનારાઓની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. સ્વીટ અને ફરસાણ ઉત્પાદન કરવાના યુનિટના સ્થળો પર પણ ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા શહેરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને મીઠાઈ સહિત કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મીઠાઈ અને ફરસાણ સહિતની ચિજોના જ્યાં ઉત્પાદન કરવામાં આવે છે, એ સ્થળો પર સ્વચ્છતા સહિતની બાબતોનુ પણ ચેકિંગ કરવામા આવ્યુ હતુ. આરોગ્ય વિભાગના અધિકારી મહેન્દ્રભાઈએ જણાવ્યુ હતુ કે, કેટલીક નાની નાની બાબતોનુ ધ્યાન રાખવુ જરુરી છે, હાલમાં તહેવારોની સિઝન શરુ થઈ હોવાને લઈ ખાસ ચેકિંગ હાથ ધરાયુ છે. રુટીનમાં પણ ચેકિંગ થતુ હોય છે. પરંતુ હાલમાં તહેવારોને લઈ મીઠાઈ અને ફરસાણની વધારે ખરીદી થતી હોવાને લઈ ચેકિંગની કાર્યવાહી વધારી છે.