દિવાળીના તહેવારમાં અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ ખાસ વાંચો: મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર
દિવાળીના તહેવારમાં અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ માહિતી ખાસ વાંચો. તહેવારમાં આવતા ભક્તો માટે મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દિવાળીનું પર્વ આવી રહ્યું છે. ત્યારે લોકો દર્શન માટે યાત્રાધામ અંબાજી જતા હોય છે. ભક્તોને જોતા યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીના મંદિરમાં દર્શન માટે આગામી બેસતા વર્ષથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર નવા વર્ષે એટલે કે 5 નવેમ્બરે અંબાજી મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તો મંદિરમાં નવા વર્ષે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. આ વિશે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. અહેવાલ અનુસાર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, આગામી તહેવારો દરમિયાન બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સમયને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે.
અંબાજી મંદિરમાં આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ 5 નવેમ્બરના રોજ સવારની આરતી સવારે 6 થી 6:30 કલાકે થશે. તો દર્શનનો સમય સવારે 6:30 થી 10:45 દરમિયાનનો રાખવામાં આવ્યો છે.
તો રાજભોગનો સમય બપોરે 12 થી 12:15 નો રાખવામાં આવ્યો છે. તેમજ 12:15 કલાકે અન્નકૂટનો સમય છે. બપોરે 12:30 કલાકે આરતી બાદ સાંજે 4:15 સુધી દર્શનનો સમય રાખવામાં આવ્યો છે. સાંજે 6 થી 7 સુધી આરતી અને સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
દિવાળી તહેવારના દિવસોમાં એટલે કે 6 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી પણ સમયમાં ફેરફાર છે. આ દિવસોમાં સવારે 6:30 થી 7 વાગ્યા સુધી આરતી, સવારે 7:30 થી 11:30 સુધી દર્શન અને બપોરે 12 કલાકે રાજભોગ ધરાવાશે. જે બાદ બપોરે 12:30થી સાંજે 4:15 દર્શન, તો સાંજે 6:30 થી 7 આરતી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી કરી શકાશે. ત્યારે 10મીં નવેમ્બરથી રાબેતા મુજબ રાત્રે 9 કલાકે મંદિરમાં દર્શન બંધ થઈ જશે.
5 નવેમ્બર, બેસતા વર્ષે આરતી-દર્શનનો સમય
સવારની આરતી – 6 થી 6:30 કલાક સવારના દર્શન – 6:30 થી 10:45 કલાક રાજભોગનો સમય – બપોરે 12 થી 12:15 કલાક અન્નકૂટનો સમય – બપોરે 12:15 કલાક બપોરની આરતી – 12:30 કલાક બપોરના દર્શન – 12:30 થી 4:15 કલાક સાંજની આરતી – 6 થી 7 કલાક સાંજના દર્શન – 7 થી રાત્રે 11 કલાક
6 નવેમ્બરથી 9 નવેમ્બર, આરતી દર્શનનો સમય
સવારની આરતી – 6:30 થી 7 કલાક સવારના દર્શન – 7:30 થી 11:30 કલાક રાજભોગનો સમય – બપોરે 12 કલાકે બપોરના દર્શન – 12:30 થી 4:15 કલાક સાંજની આરતી – 6:30 થી 7 કલાક સાંજના દર્શન – 7 થી રાત્રે 11 કલાક
આ પણ વાંચો: સુરત : ધનતેરસની ધૂમ ખરીદી, જવેલર્સ અને વાહનોના શો-રૂમમાં લોકોની ભીડ
આ પણ વાંચો: Bhakti: ધનતેરસના અવસરે આ ખાસ વસ્તુઓનું કરો દાન, ખૂલી જશે ભાગ્ય આડેના બંધ દ્વાર !