3.5 વર્ષ ઘરમાં પુરાઈ રહ્યો ! હની સિંહ એવી તો કઈ બિમારીનો હતો શિકાર અને કેવી રીતે થઈ? સિંગરે જાતે કર્યો ખુલાસો
હની સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી હતી. હની સિંહે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ બીમારીમાંથી સાજા થવામાં તેને 5 વર્ષ લાગ્યા છે. હની સિંહે પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ ગાયું છે. ત્યારે કઈ એવી બિમારી હતી જેણે ફેમસ સિંગરના કરિયર પર લગાવી દીધો હતો બ્રેક?
પંજાબી સિંગર અને રેપર હની સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી હતી. હની સિંહે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ બીમારીમાંથી સાજા થવામાં તેને 5 વર્ષ લાગ્યા છે. હની સિંહે પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ ગાયું છે. ત્યારે કઈ એવી બિમારી હતી જેણે ફેમસ સિંગરના કરિયર પર લગાવી દીધો હતો બ્રેક?
હની સિંહને હતી આ બિમારી
હની સિંહ અગાઉ પણ પોતાની બિમારી પર અનેક વાર કહી ચૂક્યો છે પણ આ ઈન્ટવ્યૂમાં તેણે તેના કારણે થયેલી તેની હાલત પર ખુલીને વાત કરી છે. હની સિંઘે કહ્યું 3.5 વર્ષ સુધી તે તેના ઘરમાંથી બાહર નીકળ્યો ન હતો તેમજ જ્યારે નહાતો પણ હતો તો દરવાજો ખુલ્લો રાખીને નહાતો કારણકે તેને ડર ભરાઈ ગયો હતો પણ તે ડર કઈ બિમારીના કારણે હતો તે અંગે જણાવતા હની સિંહ કહે છે કે તેને બાયપોલર ડિસઓર્ડરની બિમારી હતી.
જેમાં તેણે ઘણો બધો નશો કરી લીધો હતો અને તેના જ કારણે તેનુ કરિયર બર્બાદ થયુ તેનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે. આ બધુ ખરાબ લાઈફસ્ટાઈલ અને નશાના વધુ પડતા સેવનથી થાય છે.
શું છે આ બાયપોલર ડિસઓર્ડરની બિમારી
અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન અનુસાર, બાયપોલર ડિસઓર્ડર એ એક માનસિક વિકાર છે જે વ્યક્તિની ઊર્જા, મૂડ અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. મોટાભાગના લોકો તેમના જીવનમાં આ સમસ્યામાંથી પસાર થાય છે. જો કે, બાયપોલર ડિસઓર્ડર ધરાવતા લોકો ભારે ભાવનાત્મક સ્થિતિનો અનુભવ કરે છે, જે સામાન્ય રીતે દિવસોથી અઠવાડિયા સુધી રહે છે. હની સિંહને આ બિમારી દારુ પિવા અને વધુ પડતો નશો કરવાના કારણે થઈ હતી જે તેણે ખુદ આ વીડિયોમાં કબુલ્યુ છે.
શું છે આ રોગના લક્ષણો ?
તેના મુખ્ય ત્રણ લક્ષણો છે. જેમ કે ઊંઘની જરૂરિયાત ઓછી થવી, અચાનક જોરથી કે મોટેથી બોલવું, મનમાં વિચારોનું દોડવું, શારીરિક પ્રવૃત્તિમાં વધારો અને જોખમી વર્તનમાં ઝડપથી વધારો. આ લક્ષણો જોનારા કોઈપણ વ્યક્તિએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજી બાજુ, ડિપ્રેશનના લક્ષણો ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ચાલુ રહે છે.