ફિલ્મી દુનિયામાં કલાકારોના ચાહકો મોટી સંખ્યામાં હોય છે પરંતુ કેટલાક સ્ટારને તો ચાહકો ભગવાન માની બેસે છે. સાઉથ સિનેમામાં ફિલ્મ રિલીઝ થતાં લોકો પોતાના ફેવરિટ અભિનેતા માટે જે ક્રેઝ જોવા મળે છે તે અદ્દભૂત હોય છે. સાઉથમાં સ્ટાર્સને ભગવાન સમજી તેની પુજા કરવામાં આવે છે. ચાહકોની આ સ્ટોરીને ફેનેટિક્સ સારી રીતે વર્ણવે છે.જે દર્શાવે છે કે ચાહકોનું આ પાગલપન તેમની રિયલ લાઈફને કેવી રીતે અસર કરે છે.
ફેનેટિક્સ નામની આ ડોક્યુમેન્ટ્રી લોકો સામે રજુ કરવામાં સફળ રહી છે. કે, સાઉથના લોકો માટે ઈન્ડસ્ટ્રી બસ એન્ટરટેનમેન્ટ નથી પરંતુ તેને ધર્મ પણ માને છે. હાલમાં ફેનેટિક્સનું ટ્રેલર રિલીઝ થયું છે. જે આ કલ્ચરના જનુનને દેખાડે છે. આ ડોક્યુમેન્ટ્રીમાં સાઉથના મોટા સ્ટાર્સ પણ સામેલ છે. જે ચાહકો સાથેની વાતચીત અને તેમના તરફથી મળતા પ્રેમ વિશે જણાવતા જોવા મળે છે.
ફેનેટિક્સમાં અલ્લુ અર્જુન, કિચ્ચા સુદીપ, વિજય સેતુપતિ જેવા કલાકારોની સાથે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર લોકો પણ સામેલ છે. ફૈનેટિક્સ 7 ડિસેમ્બરના રોજ સ્ટ્રીમ થશે. જેને તમે ડોક્યુબે પર જોઈ શકો છો. આ ડોક્યુમેન્ટ્રીને આર્યન ડીએ ડાયરેક્ટ કરી છે. તેનું નિર્માણ અર્પિતા ચેટર્જીએ કર્યું છે. ક્યારેક ક્યારેક જોવા મળે છે કે, કઈ રીતે સ્ટાર્સ માટે ચાહકોનો પ્રેમ જનુનમાં બદલી જાય છે. આ ડોક્યુમેન્ટ્રીનો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઈન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે, ચાહકો વગર ફિલ્મના આ બિઝનેસનું કોઈ અસ્તિત્વ નથી. ચાહકોનું જનુન ક્યારેક ક્યારેક ડરાવી પણ શકેછે. કિચ્ચા સુદીપે ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું કે, ચાહકો તેના મંદિર પણ બનાવવા લાગે છે. જે તેને એક પોઈન્ટ માટે ડરાવી શકે છે. તેમાં અલ્લુ અર્જુનના એક ચાહકને પણ દેખાડવામાં આવ્યા છે. તેના શરીર પર અભિનેતાના 32 ટેટુ બનાવ્યા છે. આ સાથે એક કેસ પણ સામેલ છે. જેમાં પવન કલ્યાણ અને જૂનિયર એનટીઆરના ચાહકો વચ્ચે અથડામણમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.