એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો કાર્તિક આર્યન, વીડિયો થયો વાયરલ
દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન સારા અલી ખાનના ઘરે પહોંચ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાર્તિક પીળા રંગનો કુર્તો અને સફેદ પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ સિઝન માટે અભિનેતાનો લુક એકદમ પરફેક્ટ છે. આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે દો દિલ ફિર મીલ રહે હૈ. સારા અને કાર્તિકને સાથે જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે.
આ દિવસોમાં બોલીવુડના અનેક જગ્યાએ દિવાળીની પાર્ટી થઈ રહી છે. મોટા સ્ટાર્સ અને નિર્માતાઓ પોતપોતાના ઘરે દિવાળી પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે અને અન્ય સ્ટાર્સને તેમની દિવાળી પાર્ટીમાં આમંત્રિત કરી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને પણ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં તેણે પોતાના ખાસ મિત્રો અને સ્ટાર્સને બોલાવ્યા હતા. સારાની આ પાર્ટીમાં ઘણા સ્ટાર્સે ધ્યાન ખેચ્યું પણ તેમાં સૌથી વધારે કોઈએ ધ્યાન તે તરફ ખેચ્યું હોય તો તે કાર્તિક આર્યન છે.
કાર્તિક આર્યન સારા અલી ખાનના ઘરે પહોચ્યોં
તમને જણાવી દઈએ એક દિવસ અગાઉજ સારા અલી ખાને કોફી વિથ કરણ શોમાં કાર્તિક સાથેના બ્રેકઅપ પર પહેલી વખત પ્રતિક્રિયા આપી હતી. જો કે તેમા તે બન્ને સાથે છે કે આવી રહ્યા છે એવી કોઈ જ બાબત ન હતી. પણ તે બાદ ગઈકાલે યોજાયેલી દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન સારા અલી ખાનના ઘરે પહોંચ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાર્તિક પીળા રંગનો કુર્તો અને સફેદ પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ સિઝન માટે અભિનેતાનો લુક એકદમ પરફેક્ટ છે. આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે દો દિલ ફિર મીલ રહે હૈ. સારા અને કાર્તિકને સાથે જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે.
View this post on Instagram
કોફી વિથ કરણમાં શું કહ્યું હતુ સારા એ?
તાજેતરમાં સારા અલી ખાન તેની મિત્ર અને અભિનેત્રી અનન્યા પાંડે સાથે કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8માં પહોંચી હતી. આ દરમિયાન કરણે બંનેને તેમના પૂર્વ બોયફ્રેન્ડ અંગે પુછતા કાર્તિક સાથેના બ્રેકઅપના સવાલ પર સારાએ કહ્યું કે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેણીએ શું પસાર કર્યું તેનો પણ તેણે ઉલ્લેખ કર્યો. સારાના જવાબ પછી, હવે કાર્તિકને તેના ઘરે જતા જોઈને, ચાહકોએ તેમના મગજમાં ધમાલ શરૂ કરી દીધી છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે સારા અને કાર્તિક બ્રેકઅપ પછી મળ્યા હોય. ગદર 2ની સક્સેસ પાર્ટી દરમિયાન જ્યારે આ બંને સ્ટાર્સ એકબીજાને મળ્યા ત્યારે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા. બંને ગણપતિ દર્શન દરમિયાન પણ જોવા મળ્યા હતા.