Video: જ્યારે આમિરને ગાંગુલીના ઘરમાં નહોતી મળી એન્ટ્રી, ગાર્ડે ગેટ પર જ રોકી લીધા હતા અભિનેતાને
આમિર ખાન અને સૌરવ ગાંગુલીને લાગતો એક કિસ્સો હમણા ચર્ચામાં છે. એક સમયે જ્યારે આમિર ખાન દાદાના ઘરે ગયા હતા ત્યારે ચોકીદારે તેમને ગેટ પર જ રોકી લીધા. ચાલો જાણીએ પછી શું થયું.
બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) આજકાલ તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. પરંતુ આમિર ખાન દરેક ફિલ્મમાં નવીન પ્રયોગ કરવા માટે પણ પ્રખ્યાત છે. આમિર ખાન માત્ર ફિલ્મ જ નહીં પરંતુ ફિલ્મોને અલગ અલગ અને રસપ્રદ રીતે પ્રમોટ કરવા માટે પણ જાણીતા છે. દર્શકોને જેટલી રૂચી તેમની ફિલ્મ જોવામાં આવે છે એટલી જ રૂચી તેમના પ્રમોશનના આઈડીયાને લઈને પણ આવે છે. આજે આપણે વાત કરવી છે એ સમયની જ્યારે આમિર ખાન સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) મળવા પહોંચ્યા હતા.
વાત જાણે એમ છે કે જ્યારે આમિર દાદાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં ઉભા રહેલા ગાર્ડે તેમને રોક્યા. જો કે વિડીયોમાં જોવા મળે છે તેમ આમિર સાથે કોઈ ખરાબ વ્યવહાર તો નહતો કરવામાં આવ્યો. પરંતુ તેમને અંદર પણ જવા દેવામાં આવ્યા ન હતા. આવું થવાનું કારણ એ હતું કે આમિર ખાન પોતાનો વેશ બદલીને દાદાને મળવા ગયા હતા.
આ ઘટના છે 2009 ની છે. આમિર તે સમયે તેમની ફિલ્મ 3 ઈડિયટ્સનું ( 3 Idiots) પ્રમોશન કરી રહ્યા હતા. આ માટે તેઓ પોતાનો વેશ બદલીને સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યા હતા. તેમણે ચોકીદાર સાથે વાત કરી. પરંતુ તેમને દાદાને મળવા ના મળ્યું. તેમને ઘર બહાર ઘણી રાહ જોવી પડી હતી.
આ વાત અહિયાં અટકતી નથી. આ વિડીયોનો બાદમાં બીજો ભાગ પણ આવ્યો હતો. બીજા ભાગમાં સૌરવ ગાંગુલીની ગાડીમાં બેસીને આમિર ત્યાં આવે છે. આમિર એક પછી એક ચોકીદારને મળે છે. આમિર ત્યાં સૌને જણાવે છે કે કેવી રીતે તેઓ ત્યાં આવ્યા હતા અને તેમને મળવા દેવામાં આવ્યા નહીં. બાદમાં તેઓ સૌ સાથે તસ્વીરો પણ લે છે. અને માહોલ ખુબ ખુશનુમા થઇ જાય છે.
આમિરના આ પ્રમોશનનો અંદાજ આજે પણ નવાઈ પમાડે એવો છે. આ વિડીયોમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ જોવા મળે છે. જ્યાં સૌરવ ગાંગુલી તેમને પોતાનું ઘર બતાવે છે અને ક્રિકેટની વાતી કરે છે. બાદમાં તેઓ સાથે મળીને ભોજન પણ ગ્રહણ કરે છે.
આ પણ વાંચો: Big News: સલમાનનો શો બિગ બોસ TV પહેલા જોવા મળશે આ જગ્યાએ, એ પણ 24 કાલક લાઈવ
આ પણ વાંચો: Velley In Delhi : સની દેઓલના પુત્ર કરણે નવી ફિલ્મનું શૂટિંગ કર્યુ શરૂ, લુક જોઈને ફેન્સ પણ રહી ગયા દંગ