સલમાન ખાન આજે 27 ડિસેમ્બરના રોજ 59મો જન્મદિવસ મનાવી રહ્યો છે. મોડી રાત્રે સલમાન ખાનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ખાને પોતાના જન્મદિવસની બર્થ ડે કેક પોતાની ભાણેજ અયાતની સાથે મળીને કાપી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનના કેટલાક ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે. સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેરાએ તેને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટેબલ પર કેટલીક કેક જોવા મળી રહી છે. વીડિયોમાં અર્પિતા ખાનની દીકરી આયત પણ પોતાના પિતા આયુષ શર્માના ખોળામાં જોવા મળી રહી છે. તે કેક કાપતો જોવા મળી હતી. આ વીડિયોમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી રહી છે. સાથે સલમાન ખાનનો પરિવાર તેમજ કેટલાક નજીકના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.
સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેરાએ પણ સોશિયલ મીડિયા પર તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરી સલમાન ખાનને જન્મદિવસની શુભકામના પાઠવી અને લખ્યું છે કે, મારા માલિકનો બર્થ ડે છે, લવ માલિક
ફોર્બસના રિપોર્ટ મુજબ સલમાન ખાનની નેટવર્થ 2900 કરોડ રુપિયા છે. સલમાન ખાન કેટલાક મોટા બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. બીંગ હ્યુમન કંપનીનો પણ માલિક છે. તે ફિટનેસ અને કપડાંની બ્રાન્ડ્સમાં પણ રોકાણ કરે છે.સલમાન ખાન પાસે કરોડો રુપિયાની પ્રોપર્ટી પણ છે. બાંદ્રામાં લગ્ઝરી એપાર્ટમેન્ટ છે. જેની કિંમત અંદાજે 100 થી 150 કરોડ છે. તેમજ પનવેલમાં 150 એકરમાં ફાર્મ હાઉસ આવેલું છે. તેમજ દુબઈમાં એક વિલા છે.સલમાન ખાન ઘરની સાથે યાટનો પણ શોખીન છે. એક યાટ પણ છે. સલમાન ખાન પાસે કરોડો રુપિયાની કાર છે.