શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ હજુ અટક્યો નથી. રવિવારે મુંબઈને અડીને આવેલા થાણેના એક મોલમાં પઠાણ મુવી ચાલતી હતી પણ ઘણા લોકો અંદર ફિલ્મ જોઈ રહ્યા હતા, ત્યારે બજરંગ દળના ઘણા કાર્યકરો ત્યાં પહોંચ્યા અને થિયેટરમાં લાગેલા પોસ્ટર ફાડી નાખ્યા અને ત્યાં પથ્થરમારો કરવા લાગ્યા. આ પછી પોલીસે 9 લોકોની અટકાયત કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે સાંજે પઠાણનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોએ સિનેમા હોલનું ડિસ્પ્લે બોર્ડ તોડી નાખ્યું હતું. તેણે જણાવ્યું કે, આ ઘટના જિલ્લાના ભાયંદરની છે. તેમના કહેવા પ્રમાણે શાહરૂખ ખાન અને ફિલ્મ વિરુદ્ધ નારા લગાવતા ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર ઘટનામાં 09 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Pathaan: વિવાદો વચ્ચે આજે ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ, જાણો કેવો રહ્યો દર્શકોનો પ્રતિસાદ
જ્યારે ફિલ્મ પઠાણનું પહેલું ગીત રિલીઝ થયું ત્યારે તેમાં દીપિકા પાદુકોણના કપડાં (બિકીની કલર)ને લઈને વિવાદ થયો હતો. દેશમાં ઘણી જગ્યાએ શાહરૂખ ખાનના પૂતળા બાળવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આરોપ છે કે કેસરી રંગની બિકીની પહેરવામાં આવી હતી જેનાથી હિંદુ આસ્થાને ઠેસ પહોંચી હતી. જો કે બાદમાં સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક સીન કટ કર્યા હતા. આ પછી વિરોધ થોડો અટક્યો પણ હજુ પૂરો થયો નથી.
પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણે પાંચ દિવસમાં લગભગ રૂપિયા 550* કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ વિશ્વભરમાં દરરોજ 100 કરોડથી વધુનો બિઝનેસ કરી રહી છે. પઠાણે ઘરેલુ બોક્સ ઓફિસ પર 270 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. માનવામાં આવે છે કે પાંચમા દિવસે ફિલ્મે દેશમાં લગભગ 70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.