Pathaan: વિવાદો વચ્ચે આજે ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ, જાણો કેવો રહ્યો દર્શકોનો પ્રતિસાદ
Pathaan Movie Release : 4 વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાને સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપી છે. 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ક્યાંક વિરોધ થઇ રહ્યો છે તો ક્યાંક લોકો ફિલ્મને આવકારી રહ્યા છે.
Pathaan Updates: છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલી ફિલ્મ Pathaan આખરે આજે રીલીઝ થઈ ગઈ છે. 4 વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાને સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપી છે. 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલીઝ થઈ છે. રોમાન્સનો કિંગ આ વખતે ફૂલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કે પઠાણને લઈને દર્શકોની શું પ્રતિક્રિયા છે અને થિયેટરોની બહારનું વાતાવરણ રહ્યુ. ફિલ્મ માટે દર્શકો કેટલા ઉત્સાહી છે લોકો પઠાણને કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો જાણીએ.
‘પઠાણ’ દેશ બચાવવા નીકળ્યા
શાહરૂખ ખાન પઠાણમાં RAWના એજન્ટનો રોલ નિભાવી રહ્યો છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતા જોવા મળ્યો છે. ફિલ્મમાં શાહરૂખનો અત્યાર સુધીનો સૌથી અલગ અને અનોખો અવતાર જોવા મળે છે. શાહરૂખ ખાન પઠાણમાં એક્શન મોડમાં છે. શાહરૂખે ફિલ્મને લઈને પોતાના શરીર પર ઘણી મહેનત કરી છે. આ ફિલ્મમાં દીપિકા સાથે શાહરૂખની કેમેસ્ટ્રી જોવા જેવી છે. ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને ફિલ્મનું એક સોન્ગ ‘બેશમ રંગ’ પર ખુબ વિવાદ થયો હતો, આ સોન્ગમાં દિપીકા પાદુકોણ ભગવા રંગની બિકિનીમાં જોવા મવા મળી હતી, જેના કારણે ફિલ્મ બાબત ખુબ વિવાદ થઈ રહ્યો હતો, આવો જાણીએ રીલીઝ થયા બાદ ફિલ્મ કેવો રહ્યો પ્રતિસાદ.
પઠાણ પર MNSનો વિરોધ
હવે પઠાણ વિવાદ પર રાજ ઠાકરેની પાર્ટીનું નિવેદન આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમેય ખોપકરે કહ્યું કે પઠાણ ફિલ્મને લઈને કોઈ સમસ્યા નથી. પરંતુ આ ફિલ્મને કારણે મરાઠી ફિલ્મોને થિયેટરમાં સ્થાન નથી મળી રહ્યું. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરશે.
વિરોધની અસરથી થિયેટરમાંથી પઠાણના પોસ્ટરો ઉતરી આવ્યા
હિંદુ જાગરણ મંચના લોકો ફિલ્મ પઠાણને લઈને ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. રંગમહેલ ટોકીઝના માલિકે ફિલ્મનો વિરોધ કરતા પઠાણના પોસ્ટર થિયેટરમાંથી હટાવી દીધા હતા. હવે પઠાણ ફિલ્મ સીનેમાઘરોમાં નહીં પ્રદર્શિત થાય. ગ્વાલિયર થિયેટરોની વાત કરીએ તો ત્યાં પણ ફિલ્મને કારણે હંગામો જોવા મળી રહ્યો છે.
કર્ણાટકમાં પઠાણનો વિરોધ
કર્ણાટકના કલબુર્ગીમાં ફિલ્મ પઠાણના સ્ક્રીનિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ શેટ્ટી થિયેટરની સામે ફિલ્મનો વિરોધ કર્યો હતો. તમામ સિનેમા હોલની બહાર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દેખાવકારોએ પોસ્ટર સળગાવ્યા
કર્ણાટકના બેલાગવી જિલ્લામાં સ્વરૂપ થિયેટરની સામે પઠાણ ફિલ્મની રિલીઝનો વિરોધ થઈ રહ્યો છે. હિંદુત્વવાદી કાર્યકરોએ ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા અને સ્વરૂપ થિયેટરની બહાર સળગાવી દીધા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કામદારોની અટકાયત કરી હતી.
ભોપાલમાં ટોકીઝની બહાર પ્રદર્શન, ટિકિટ કાઉન્ટરો બંધ કરાવ્યા; શો કરાવ્યા રદ
ભોપાલમાં પણ બજરંગ દળના કાર્યકરોએ માત્ર ફિલ્મના પોસ્ટર જ ફાડી નાખ્યા, પરંતુ રંગમહેલ અને સંગીત ટોકીઝમાં પહોંચેલા કાર્યકરોએ શાહરૂખ-દીપિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. બજરંગ દળના કાર્યકરોએ ટિકિટ કાઉન્ટર બંધ કરીને ટિકિટ કાઉન્ટરની સામે ધરણા પર બેસી ગયા હતા.
અહીં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. હિંદુ સંગઠનોના વિરોધને કારણે સિનેમા હોલ સંચાલકોએ હાલમાં ફિલ્મના શો કેન્સલ કરી દીધા છે અને ફિલ્મના પોસ્ટરો હટાવી દીધા છે. બીજી તરફ એડવાન્સ બુકિંગ કરાવીને સિનેમા હોલમાં ફિલ્મ જોવા પહોંચેલા લોકોએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.
ઈન્દોરમાં થિયેટરોની બહાર પઠાણનો વિરોધ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થયા બાદ જ્યાં ચાહકોમાં ઉજવણીનો માહોલ છે, ત્યાં હિન્દુ સંગઠનોએ ઈન્દોરના થિયેટરોમાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સિનેમા હોલની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે.
બજરંગ દળ-VHP ગુજરાતમાં ‘પઠાણનો વિરોધ નહીં કરે
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, જેઓ અનેક શહેરોમાં પઠાણના વિરોધમાં મોખરે છે, જોકે ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કરાશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોતાના નિવેદનમાં તેણે પઠાણમાં ફેરફાર કરવા બદલ સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હવે ફિલ્મ જોવી કે નહીં તે લોકો પર નિર્ભર છે.