હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવારમાં ખેલૈયાઓ મનમુકીને નાચતા જોવા મળતા હોય છે, નવરાત્રીનો આનંદ માણવા કેટલીક વખત બોલિવુડ સ્ટાર પણ અમદાવાદની મુલાકાત લેતા હોય છે. ત્યારે શનિવારના રોજ બોલિવુડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી અને અભિનેતા રાજકુમાર રાવ અમદાવાદના મહેમાન બન્યા હતા.અભિનેતા રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી પોતાની અપકમિંગ ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોને લઈ ચર્ચમાં છે.
બંન્ને કલાકારો નવરાત્રી દરમિયાન અમદાવાદ આવ્યા હતા. તેમણે ગુજરાતી ભોજનનો આનંદ લીધો હતો. ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોના નિર્માતાઓ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંન્ને સ્ટાર રેસ્ટોરન્ટમાં બેઠા છે. તેમના ટેબલ પર જમવવાની પ્લેટમાં 10 પ્રકારની વાનગીઓ જોવા મળી રહી છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્યે કર્યું છે. રાજે આ પહેલા આયુષ્માન ખુરાના-સ્ટાર ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ 2નું નિર્દેશન કર્યું છે. ફિલ્મના નિર્માતાઓએ હાલમાં ટ્રેલર રીલિઝ કર્યું હતુ. ચાહકોને આ ફિલ્મનું ટ્રેલર ખુબ પસંદ આવ્યું હતુ. આ ફિલ્મમાં અભિનેત્રી મલ્લિકા શેરાવત, વિજય રાજ અને મુકેશ તિવારી પણ છે.અભિનેત્રી તૃપ્તિ ડિમરીની આ ત્રીજી ફિલ્મ છે.
રાજકુમારરાવની ફિલ્મની વાત કરીએ તો. તેની ફિલ્મ સ્ત્રી 2 હાલમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. તેની અપકમિંગ ફિલ્મ એક્શન થ્રિલર છે. અભિનેતા પહેલી વખત પોતાની ફિલ્મી કરિયરમાં એક્શન થ્રિલરમાં ગેગસ્ટરની ભૂમિકા નિભાવતો જોવા મળશે. તૃપ્તિ ડિમરીએ અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે, તે હાલમાં અમદાવાદમાં તેની અપકમિંગ ફિલ્મ, વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયોના પ્રચાર માટે આવી હતી. તૃપ્તીએ સોશિયલ મીડિયા પર અમદાવાદના ફોટો પણ શેર કર્યા છે.
અમદાવાદ શહેરની મુલાકાત દરમિયાન અભિનેત્રીએ ગરબાથી લઈ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લીધો હતો.
Published On - 4:02 pm, Sun, 6 October 24