શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાંથી 1 કરોડની કારની ચોરી માત્ર 1 મિનિટમાં, CCTV ફુટેજ સામે આવ્યા

શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની બહાર 1 કરોડની મોંઘી BMW કારની ચોરી થઈ છે. કાર માલિકે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. કારની ચોરી એક મિનિટમાં થઈ હતી.

શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાંથી 1 કરોડની કારની ચોરી માત્ર 1 મિનિટમાં, CCTV ફુટેજ સામે આવ્યા
Follow Us:
| Updated on: Oct 28, 2024 | 5:10 PM

શિલ્પા શેટ્ટીની મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં એક એવી ઘટના સામે આવી કે, જેના વિશે કોઈએ ક્યારે વિચાર્યું નહિ હોય. શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટના કાર પાર્કિંગમાંથી અંદાજે 1 કરોડ મોંઘી BMW કારની ચોરી થઈ છે. આ કાર એક મોટા બિઝનેસમેનની હતી. કારના માલિકે ચોરીની ફરિયાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. રિપોર્ટ મુજબ કાર પાર્ક કર્યાને એક મિનિટમાં કારની ચોરી થઈ ગઈ હતી.

ચોરે કારને હેકિંગ કરી ખોલી

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કારને હેકિંગ કરી ખોલવામાં આવી હતી. ત્યારબાદ કારની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટના રાત્રે અંદાજે 2 કલાકની છે.આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કાર માલિકે રેસ્ટોરન્ટના સ્ટાફને કાર લાવવા માટે કહ્યું તો, તેમને જાણકારી મળી કે, તેની કાર ગુમ છે. ત્યારબાદ કાર માલિકે રેસ્ટોરન્ટ મોડે સુધી ખુલ્લું રહેવા પર સવાલો ઉઠાવ્યા છે. સાથે કાયદાનું ઉલ્લંધન થવા પણ વાત કરી હતી. જો આવું કાંઈ થયું તો શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી શકે છે

કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કારના માલિકનું કહેવું છે કે, આ મામલાને લઈ હાઈકોર્ટમાં જશે. તેમણે સુરક્ષામાં થયેલી ભૂલ પર સવાલો ઉઠાવ્યા છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જે લોકોએ કારની ચોરી કરી છે તેને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફુટેજ પણ તપાસી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">